Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ દર્શન અને ચિંતન નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. 118 દરેક ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસીઓ “આત્મસિદ્ધિ અને ઉદાર દાક્ટથી તેમ જ તુલનાદૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મને મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવે છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારને યોગ આવશ્યક છે. શ્રી. મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઈચ્છા જાણી ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આ ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ ભારે પ્રથમને આદર અનેકગણો વધી ગયું અને પરિણામે કાંઈક લખવાની સ્કુરણ પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારે શાસ્ત્રરસ તે છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જે એ ઉપયોગી નહિ નીવડે તેય આ શ્રમ મારી દષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી. મુકુલભાઈને આભાર માનું છું. કુળે જૈન નહિ છતાં શ્રીમદ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને “આત્મસિદ્ધિ'નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમને આભાર માનવો જોઈએ. * શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્ર' (ગૂજરાત વિદ્યાપીઠનું પુરવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12