Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ [ ૧૮ ] ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણી અને જાણીતી છે. હજારે વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષે જાણીતા છે. બુદ-મહાવીર પહેલાંની એ ઋષિ–પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષે દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ નાને નથી. એ છે પણ મનરંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તે એ જ અધ્યાત્મ–પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર જે ગુજરાતના છેલ્લા સુપુત્ર પૈકી એક અસાધારણ સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક. કહેવું પ્રાપ્ત છે. . . શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “ આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ” વાંચતાં અને તેને અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંકે આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દેહા છંદમાં, તેમાં પણ જરાય તાણ કે ખેંચી અર્થ ન કાઢ પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમજ સંગત નિરૂપણું જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથે સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મપનિષદ્ છે. ( સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદ જાણીતાં છે. તેમાં માત્ર આત્મતત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્વને પૂરે ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેમાં પુરુષ, બ્રહ્મ, ચિંતન જેવા અનેક શબ્દ વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બેધક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12