Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૮૦૦ ] દર્શન અને ચિંતન નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાનક્રમની–આધ્યાત્મિક ઉત્કાતિના કમની મુખ્ય મુખ્ય ચાવીઓ અનુભવ દ્વારા જ રજૂ કરી હોય તે સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિર્વિવાદ અને સહજ એવી જે વ્યાખ્યા કરી છે તે સાંપ્રદાયિક લેકેએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદોના “તત્વમસિ” વાક્યનું તાત્પર્ય આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન પણ થઈ જાય છે. શ્રીમદ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીઓને નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશો જ અવકાશ નથી. આ રીતે છ કે બાર મુદ્દાને નિરૂપણને ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યો છે તે આપણું ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે. પછી શ્રી. રાજચંદ્ર શિષ્યને થયેલ બાધબીજ-પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્ગારે ટાંકી જે સમર્પણ ભાવ વર્ણવ્ય છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્ત્વિક સિદ્ધિને પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કૂણું થઈ જાય છે અને એ અહેભાવને અનુભવ કરવાની ઊર્મિ પણ રેકી રેકાતી નથી. છેવટે આખો ઉપસંહાર પણ મનનીય છે. જિજ્ઞાસુ “આત્મસિદ્ધિ” આપમેળે જ વાંચે અને તેને રસ માણે એ દૃષ્ટિથી અહીં તેને પરિચય તદ્દન સ્કૂલ રીતે મેં કરાવ્યો છે. એમાંની દલીલની પુનરુક્તિ નકામી છે. શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં જૈન પરિભાષાને આશરી જે વસ્તુ નિરૂપી છે, તે જૈનેતર દર્શનમાં પણ કેવી કેવી રીતે નિરૂપાઈ છે એનો વાચકને ખ્યાલ આપો જરૂરી છે, જે ઉપરથી તત્વજિજ્ઞાસુ એટલું સહેલાઈથી સમજી શકશે કે આત્મવાદી બધાં દર્શને ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે! જેના દર્શન કવ કે આત્માને નામે જડથી ભિન્ન જે તત્વ નિરૂપે છે, તેને ન્યાય-વૈશેષિક દર્શને જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્ય-ગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરષ કહે છે, જ્યારે વેદાન્તી એને માયામિન બ્રહ્મ પણ કહે છે. “ધમ્મપદ” જેવા બ્રાદ્ધ ગ્રંથમાં આત્મા-અત્તા અને પુગલ પદ છે, પણ આગળ જતાં એનું નિરૂપણ રૂપથી ભિન્ન ચિત્ત કે નામ પરથી પણું થયેલું છે. જૈન દર્શન મિથ્યાદર્શન–અજ્ઞાન અને કષાય–રાગ-દ્વેષના નામે આસવરૂપે જે બંધ અર્થાત સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12