Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ [ ૭૯૯ ૨. આત્મા અર્થાત ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેહના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણું અને યુક્તિઓથી દર્શાવી આત્માનું નિત્યપણું-પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાઓ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કાર કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સન્મતિતકની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન અાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છતાં માણસ તેમાં પિતાને સળંગ સત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તે ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પિત ક્ષણિક હોય તો બધાં જ જ્ઞાનમાં પિતાનું ઓતપ્રેતપણું કેમ જાણું શકે? તેમની આ દલીલ ગંભીર છે. ૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકતૃપાળું કાં તે પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરેપથી માને છે. એ માન્યતા સાચી હોય તો મોક્ષનો ઉપાય પણ નકામે ઠરે. તેથી શ્રીમદ આત્માનું કર્તાપણું અપેક્ષાદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્માને કર્યો છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મને કર્તા નથી, ઊલટું એને સ્વરૂપને કર્તા કહી શકાય—એ જેને માન્યતા સ્થાપે છે. ૪. કર્મનું કર્તાપણું હોય તેય જીવ તેને ભોક્તા ન બની શકે, એ મદ ઉઠાવી શ્રી. રાજચંદ્ર ભાવક–પરિણામરૂપ કર્મ અને દ્રવ્ય કર્મ– પૌતિક કર્મ બન્નેને કાર્યકારણુભાવ દર્શાવી કર્મ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલો આ છે કે ઝેર અને અમૃત યથાર્થે સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હોય તે તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાથે મળે છે તેમ બદ્ધ કર્મ પણ રોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેઓ ભાખે છે કે આ વાત ટૂંકમાં કહી છે. ૫. મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકીટચ પણ સમર્થ એક દલીલ એ આપે છે કે જે શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય છે એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ નિવૃત્તિ તો પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ. ૧ ૬. મેક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12