Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ
[ ૧૮ ] ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણી અને જાણીતી છે. હજારે વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષે જાણીતા છે. બુદ-મહાવીર પહેલાંની એ ઋષિ–પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષે દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ નાને નથી. એ છે પણ મનરંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તે એ જ અધ્યાત્મ–પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર જે ગુજરાતના છેલ્લા સુપુત્ર પૈકી એક અસાધારણ સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક. કહેવું પ્રાપ્ત છે. . . શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “ આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ” વાંચતાં અને તેને અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંકે આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દેહા છંદમાં, તેમાં પણ જરાય તાણ કે ખેંચી અર્થ ન કાઢ પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમજ સંગત નિરૂપણું જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથે સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મપનિષદ્ છે. ( સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદ જાણીતાં છે. તેમાં માત્ર આત્મતત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્વને પૂરે ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેમાં પુરુષ, બ્રહ્મ, ચિંતન જેવા અનેક શબ્દ વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બેધક છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૭૯૨ ]
દર્શન અને ચિંતન એમની શૈલી ભલે પ્રાચીન સાંખ્યોગ જેવી પરંપરાને અનુસરતી હોય તેમ જ એમની ભાષા ભલે સંસ્કૃત હોય, પણ એમાં નિરૂપણ તે આત્મલક્ષી જ છે. તેથી જ એ ઉપનિષદમાં પુનઃ પુન: કહેવાયું છે કે “જે સાતે સર્વે તે મવતિ ' એક આત્મા જાણે બધું જ જણાઈ જાય છે, કેમ કે ત્યાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે અને એ આત્મવિદ્યાને જ પરાવિદ્યા કહેવામાં આવી છે.
મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારે “આચારાંગ ', “સૂત્રકૃતાંગ” જેવાં આગમમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે.
આગમનું એ નિરૂપણ સંસ્કૃત ભાષામાં નથી, તેમ જ ઉપનિષદેની શૈલીથી જુદી શૈલી એ ધરાવે છે. તેમ છતાં એ છે તે આત્મતત્વ સંબધે જ. એ જ રીતે બુદ્ધના ઉદ્ગારેના સંગ્રહરૂપ ગણાતાં પ્રાચીન પિટકમાં પણ આત્મસ્વરૂપ અને તેની સાધનાની જ એક રીતે કથા છે. ભલે તે આત્માને નામે કે સંસ્કૃત ભાષામાં ન હોય, ભલે એની શૈલી ઉપનિષદ અને જૈન આગમ કરતાં કાંઈક જુદી પડતી હોય; પણ તે નિરૂપણ અધ્યાત્મલક્ષી જ છે. ભાષાદ, શિલીભેદ કે ઉપરથી દેખાતે આંશિક દૃષ્ટિભેદ એ સ્થૂળ વસ્તુ છે. મુખ્ય અને ખરી વસ્તુ એ બધામાં સામાન્ય છે તે તે આધ્યાત્મિક દષ્ટિએ કરાયેલી સાધનાનાં પરિણામોનું નિરૂપણ છે. વૈદિક, બૌદ્ધ અને જૈન વગેરે બધા સંતોને અનુભવ ટૂંકમાં એ જ છે કે પિતા વિશેનું અજ્ઞાન (અવિદ્યા નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું.
સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને જાયા. કોઈએ એક તે કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પથભેદે જન્મ્યા અને એ પથભેદ ટૂંકી દૃષ્ટિથી પિલાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાને મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઉભી થયેલી પરંપરાઓ મોટેભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તે શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું.
કઈ પણ સમાજમાં ઊછરેલે જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને કાંટાનાં સંકુચિત બંધને
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આપનિષદ
[ ૯૩ અને કુસંસ્કારો ભારે વિરૂપ થઈ પડે છે, પણ ખરે અધ્યાત્મજિજ્ઞાસુ એ બધાં વિનોથી પર જાય છે અને પિતાને માર્ગ પિતાના જ પુરુષાર્થથી નિષ્કટક બનાવે છે. આવા અધ્યાત્મવીરે વિરલ પાકે છે. શ્રીમદ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે. તેમણે જૈન પરંપરાના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ઝીલ્યા. તેમણે મૂળ લખાણ ગુજરાતીમાં જ અને તે પણ મેટેભાગે જૈન પરિભાષાને અવલંબીને જ લખ્યાં છે. તેથી એમની ઓળખ ગુજરાત બહાર અથવા જૈનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પિત અને સૂક્ષ્મ સત્યદષ્ટિ સાધારણ છે એમ જે કઈ ધારે, તે તે મહતી બ્રાન્તિ જ સિદ્ધ થશે. એક વાર કઈ સમજદાર એમનાં લખાણ વાંચે તે તેના મન ઉપર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી જ નહિ રહે.
મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ” વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થે વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથકકરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ' એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે.
જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિ માં પિતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેને વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદાએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલવંતી છે. પિતપતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રન્થ સેંકડો વર્ષ થયાં લખાતા રહ્યા છે.
સવીર્થસિદ્ધિ માત્ર જેન આચાર્યું જ નહિ, પણ જેનેતર આચાર્યોએ પણ પિતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ” આદિ વેદાંત વિષયક પ્ર સુવિદિત છે. “વૈષ્કર્મેસિદ્ધિ, “ઈશ્વરસિદ્ધિ” એ પણ જાણીતાં છે. “સરસિદ્ધિ” જૈન, બૌદ્ધ વગેરે અનેક પરંપરાઓમાં લખા ચેલી છે. અકલંકના સિદ્ધિવિનિશ્ચય” ઉપરાંત આચાર્ય શિવસ્વામી રચિત સિદ્ધિવિનિશ્ચય'ના અસ્તિત્વનું પ્રમાણ હમણાં મળ્યું છે. આવા વિનિશ્ચય ગ્રંથમાં પિતાપિતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયની સિદ્ધિ કહેવામાં આવી છે, પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી. રાજચંદ્રની આત્મસિદ્ધિ ને સરખાવું છું, ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં
Page #4
--------------------------------------------------------------------------
________________
*૪ ]
દન અને થિતન
એના પ્રેરક દૃષ્ટિબિન્દુમાં મહદ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને મીજી સિદ્ધિએ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિએ મુખ્યપણે તર્ક અને યુક્તિને ખળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પણિતિનું સમથ ખળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત આત્મસિદ્ધિ ’ની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજદ્રે જે નિરૂપ્યુ છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હાઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તેા તેમના નિરૂપણમાં એક પણ વેણુ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તે શ્રીમદ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિ'માં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે.
શ્રી. રાજદ્રે આત્મસિદ્ધિ 'માં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચ્યા છે : (૧) આત્માનું સ્વત ંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્તૃત્વ, (૪) કફ્ળભાતૃત્વ, (૫) મેક્ષ, અને (૬) તેનો ઉપાય. આ છ મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં ખર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સખળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એના ઉપસંહાર એટલો સહજપણે અને નત્રણે છતાં નિશ્રિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સવાદની છેઃ શિષ્યની શકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદોલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હવા છતાં, સુખાધ અને ચિપાષક બની ગયા છે.
(
k
*
આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત પ્રથામાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલો દેખાય છે, ગણધર વાદમાં જે વિચાર તક શૈલીથી સ્થપાયેા છે અને આચાય હરિભદ્ર કે શેશવિજયજી જેવાએ પોતપેાતાના અધ્યાત્મવિષયક ગ્રંથેમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યાં છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત · આત્મસિદ્ધિ’માં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયા છે કે તે વાંચનારને પૂર્વાચાર્યાંના પ્રથાનુ પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યે કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશતપાદ, વ્યાસ આદિ ભાષ્યકારાએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ
[ ૫ મુખ્ય દલીલ આપી છે તે પ્રસ્તુત “આત્મસિદ્ધિ માં આવે છે, પણ વિચારતાં મને એમ લાગે છે કે શ્રી. રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમક્ષ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજે એમ ઉતરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને ક્યાંય પણ આડું ફંટાતું નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની. આત્મસિદ્ધિ ” એ એક સિદ્ધાંતશાસ્ત્ર બની રહે છે.
- ભારતીય તત્વજ્ઞ અને સંતોની આત્માના સ્વરૂપ વિશેની દૃષ્ટિ મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે : (૧) દેહભેદે આત્મભેદ અને તે વાસ્તવિક જ; (૨) તાત્ત્વિક રીતે આત્મતત્વ એક જ અને તે અખંડ છતાં દેખીતે જીવભેદ એ માત્ર અજ્ઞાનમૂલક; (૩) વેદ વાસ્તવિક પણ તે એક જ પરમાત્માના અંશે. આ રીતે દૃષ્ટિએ ત્રણ પ્રકારની હોવા છતાં બધી દષ્ટિને પારમાર્થિક આચાર એક જ છે. વાસ્તવિક જીવભેદ માનનાર દરેક દર્શન જીવનું તાત્વિક સ્વરૂપ તે સમાન જ માને છે કે તે આધારે તેઓ બીજા નાનાંમોટાં તમામ પ્રાણું પ્રત્યે આત્મૌપજ્યમૂલક આચાર જે છે અને પિતા પ્રત્યે બીજા તરફથી જે વર્તનની અપેક્ષા રખાય તેવું જ વર્તન બીજા પ્રત્યે રાખવા ઉપર ભાર આપી સમગ્ર આચાર–વ્યવહાર યોજે છે. જેઓ આત્માના વાસ્તવિક અભેદ કે બ્રક્યમાં માને છે તેઓ પણ બીજા જીવોમાં પિતાનું જ અસલી પિત માની અભેદમૂલક આચાર-વ્યવહાર જ કહે છે કે અન્ય જીવ પ્રત્યે વિચારમાં કે વર્તનમાં ભેદ રાખો તે આત્મદ્રોહ છે, અને એમ કહી સમાન આચાર-વ્યવહારની જ હિમાયત કરે છે. ત્રીજી દષ્ટિવાળા પણ ઉપરની રીતે જ તાત્વિક આચાર-વ્યવહારની હિમાયત કરે છે. આ રીતે જોઈએ તે આત્મવાદી ગમે તે દર્શન હોય તે પણ તેની પારમાર્થિક કે મૂલગામી આચાર-વ્યવહારની હિમાયત એક જ પ્રકારની છે. તેથી જ જેન, બૌદ્ધ, વેદાન્ત કે વૈષ્ણવ આદિ બધાં જ દર્શનોમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ આદિ તાત્વિક આચારમાં કશો જ ભેદ દેખાતો નથી. અલબત્ત, બાહ્ય અને સામાજિક આચાર-વ્યવહાર, જે મુખ્યપણે રૂઢિઓ અને દેશકાળને અનુસરી ઘડાય કે બદલાય છે તેમાં, પરંપરાભેદ છે જ અને તે માનવસ્વસાવ પ્રમાણે અનિવાર્ય છે. પણ જે આત્મસ્પર્શ મૂલગામી વર્તનના સિદ્ધતિ છે, તેમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
૬ ]
દર્શન અને ચિંતન
કાઈ ના મતભેદ નથી. દરેક દર્શીન પેાતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકયા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બધ પાવાનું નથી અને એવું વર્તન ખંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ ધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમના જીવન-વ્યવહાર તપાસીશું તેા બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેની પ્રેરક આન્તર ભાવનામાં કશો જ ભેદભાવ જોઈ નહિ શકીએ.
હવે આપણે ટૂંકમાં ‘ આમસિંધ ' ના વિષયાના પરિચય કરીઍ :
પ્રથમ દોહામાં શ્રી. રાજચંદ્ર સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ “સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિના ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તે અનુસરે છે જ, પણ એ ખીન્ન અધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે, ઉપનિષદોની પેઠે સાંખ્ય–યેાગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ દષ્ટિ પણુ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્ત્વને પોતપોતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહેા કે ભેદજ્ઞાનને યા વિવેક ખ્યાતિને સમ્યક્ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ યોજે છે.
શ્રીમદ રાજચંદ્રે બીજા દોહામાં મેક્ષનો માર્ગ આત્માથી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે.
માણુસ સ્થૂલ વસ્તુ પકડી બેસે છે તે ઊંડા ઊતરતા નથી; એટલું જ નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્ત્વને સ્થૂલમાં જ માની એસે છે. આ દોષ બધા જ પથેશમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સતિ–માયિક અને પરમાથ એવી એ માનસિક ભૂમિકાઓ સત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તે ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કતાની થઈ જાય છે. એ બન્ને પાતાને મેાક્ષના ઉપાય લાખ્યા હોય તેવી રીતે વતે અને ખેલે છે. શ્રીમદ એ અન્ને વર્ગના લકાને ઉદ્દેશી મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં યિાજડ અને શુષ્કજ્ઞાનીનુ લક્ષણૢ નિરૂપે છે અને સાથે જ ત્યાગવૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન અનેનેા પરસ્પર પાપોષકભાવ દર્શાવી આત્માની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને ખીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક
-
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ
[ ses
દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે.
(
ત્યાર બાદ તેમણે સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. એ લક્ષણો એવી દૃષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકા આવી જાય, અને જે ભૂમિકા ચેગ, બૌદ્ધ તેમ જ વેદાન્ત દનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી, રાજચંદ્ર ગુરુ-પદ ન વાપરતાં સદ્ગુરુ-પદ યોજ્યું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી. અરવિંદે પણ સદ્ગુરુ-શરણાગતિ ઉપર ખાસ ભાર આપ્યા છે.—જીઓ · The Synthesis of Yoga.' શ્રી. કિશોરલાલભાઈ એ મુમુક્ષુની વિવિકદૃષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયાગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે તે મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સદ્ગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તે ટકવી પણ અધરી છે. જૈન પરપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમા ગુણસ્થાનક ઉપદેશકપણ સભવે છે. સાતમાથી ખારમા સુધીનાં ગુણસ્થાનાની ભૂમિકા એ તે ઉત્કટ સાધક દશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મેતી આવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ રાજ્ય પોતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હાઈ તે મનનયાગ્ય છે.
જ્યાં સદ્ગુને યોગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષુને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદ્ગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષુને ટેકા આપે છે, પણ શ્રીમદ સદ્ગુરુના ચેાગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણુસમાં પોષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે કાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન માહ અને અવિવેકી સંસ્કાર—એ બધું સ્વચ્છન્દ છે. સ્વચ્છન્દ શકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્ગુરુના—અનુભવી દોરવણી આપનારના—યોગ વિના રવન્દ રોકવાનું કામ અતિ અધરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવુ છે.
સાથે સાધક ગમે તેટલા વિકાસ થયા છતાં સદ્ગુરુ પ્રત્યે પોતાને સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સદ્ગુરુ હોય તે એવા વિનયને દુરુપયોગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયનો દુરુપયોગ કરે છે કે ગેરલાભ લે છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ સદ્ગુરુ કે ગુરુને લક્ષમાં રાખી શ્રી. કિશારલાલભાઈની ટીકા છે. ૧
૧ સમૂળી ક્રાન્તિ ’——પાંચમું પ્રતિપાદન,
"
Page #8
--------------------------------------------------------------------------
________________
૧ ૭૯૮]
દર્શન અને ચિંતન મુમુક્ષુ અને મતાથી વચ્ચે ભેદ શ્રી. રાજચંદ્ર દર્શાવ્યો છે તેને સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષુ અને અવળી મતિ તે મતાથી. આવા મતાથનાં અનેક લક્ષણે તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એક બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમન્તભ “આપ્તમીમાંસા'ની “દેવાગમનભેયાન આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જેવાની સાવ ના પાડી છે. શ્રીમદ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી. રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-આગતિ, સુગતિ-કુગતિના પ્રકારે, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પિપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસ્ત્રનાં એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોને પાઠ કેવળ મતાર્થિતા પિજે છે. શ્રીમદ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.
મતાથના સ્વરૂપથન બાદ આત્માથનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણું જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અત્તર તેમ જ સંબધ યથાર્થપણે સમજાય છે, તેમ જ કયો સદ્વ્યવહાર અને કે નહિ તે પણ સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી. રાજચંદ્ર આત્માને લગતાં છ પદો વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતમાં અને હરિભક્કે “શાસ્ત્રવાર્તસમુચ્ચય” આદિમાં પણ કર્યું છે.
૧. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી. રાજચંદ્ર જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશે રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તે અનેક આત્મસ્થાપક ગ્રંથમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી. રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપટિયા લીલેમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલે હૈયાસોંસરી ઊતરી જાય તેવી છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ
[ ૭૯૯ ૨. આત્મા અર્થાત ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેહના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણું અને યુક્તિઓથી દર્શાવી આત્માનું નિત્યપણું-પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાઓ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કાર કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સન્મતિતકની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન અાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છતાં માણસ તેમાં પિતાને સળંગ સત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તે ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પિત ક્ષણિક હોય તો બધાં જ જ્ઞાનમાં પિતાનું ઓતપ્રેતપણું કેમ જાણું શકે? તેમની આ દલીલ ગંભીર છે.
૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકતૃપાળું કાં તે પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરેપથી માને છે. એ માન્યતા સાચી હોય તો મોક્ષનો ઉપાય પણ નકામે ઠરે. તેથી શ્રીમદ આત્માનું કર્તાપણું અપેક્ષાદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્માને કર્યો છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મને કર્તા નથી, ઊલટું એને સ્વરૂપને કર્તા કહી શકાય—એ જેને માન્યતા સ્થાપે છે.
૪. કર્મનું કર્તાપણું હોય તેય જીવ તેને ભોક્તા ન બની શકે, એ મદ ઉઠાવી શ્રી. રાજચંદ્ર ભાવક–પરિણામરૂપ કર્મ અને દ્રવ્ય કર્મ– પૌતિક કર્મ બન્નેને કાર્યકારણુભાવ દર્શાવી કર્મ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલો આ છે કે ઝેર અને અમૃત યથાર્થે સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હોય તે તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાથે મળે છે તેમ બદ્ધ કર્મ પણ રોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેઓ ભાખે છે કે આ વાત ટૂંકમાં કહી છે.
૫. મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકીટચ પણ સમર્થ એક દલીલ એ આપે છે કે જે શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય છે એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ નિવૃત્તિ તો પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ. ૧ ૬. મેક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાય
Page #10
--------------------------------------------------------------------------
________________
૮૦૦ ]
દર્શન અને ચિંતન નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાનક્રમની–આધ્યાત્મિક ઉત્કાતિના કમની મુખ્ય મુખ્ય ચાવીઓ અનુભવ દ્વારા જ રજૂ કરી હોય તે સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિર્વિવાદ અને સહજ એવી જે વ્યાખ્યા કરી છે તે સાંપ્રદાયિક લેકેએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદોના “તત્વમસિ” વાક્યનું તાત્પર્ય આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન પણ થઈ જાય છે. શ્રીમદ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીઓને નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશો જ અવકાશ નથી. આ રીતે છ કે બાર મુદ્દાને નિરૂપણને ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યો છે તે આપણું ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે.
પછી શ્રી. રાજચંદ્ર શિષ્યને થયેલ બાધબીજ-પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્ગારે ટાંકી જે સમર્પણ ભાવ વર્ણવ્ય છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્ત્વિક સિદ્ધિને પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કૂણું થઈ જાય છે અને એ અહેભાવને અનુભવ કરવાની ઊર્મિ પણ રેકી રેકાતી નથી. છેવટે આખો ઉપસંહાર પણ મનનીય છે.
જિજ્ઞાસુ “આત્મસિદ્ધિ” આપમેળે જ વાંચે અને તેને રસ માણે એ દૃષ્ટિથી અહીં તેને પરિચય તદ્દન સ્કૂલ રીતે મેં કરાવ્યો છે. એમાંની દલીલની પુનરુક્તિ નકામી છે.
શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં જૈન પરિભાષાને આશરી જે વસ્તુ નિરૂપી છે, તે જૈનેતર દર્શનમાં પણ કેવી કેવી રીતે નિરૂપાઈ છે એનો વાચકને ખ્યાલ આપો જરૂરી છે, જે ઉપરથી તત્વજિજ્ઞાસુ એટલું સહેલાઈથી સમજી શકશે કે આત્મવાદી બધાં દર્શને ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે! જેના દર્શન કવ કે આત્માને નામે જડથી ભિન્ન જે તત્વ નિરૂપે છે, તેને ન્યાય-વૈશેષિક દર્શને જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્ય-ગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરષ કહે છે, જ્યારે વેદાન્તી એને માયામિન બ્રહ્મ પણ કહે છે. “ધમ્મપદ” જેવા બ્રાદ્ધ ગ્રંથમાં આત્મા-અત્તા અને પુગલ પદ છે, પણ આગળ જતાં એનું નિરૂપણ રૂપથી ભિન્ન ચિત્ત કે નામ પરથી પણું થયેલું છે.
જૈન દર્શન મિથ્યાદર્શન–અજ્ઞાન અને કષાય–રાગ-દ્વેષના નામે આસવરૂપે જે બંધ અર્થાત સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાક
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચંદ્રની આત્માયનિષદ
[ ૮૦૧
રૂપે જે ખંધ-સંસાર કે સુખ-દુઃખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પેાતાના સૂત્રમાં સક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ–રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિકકાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે ‘યોગ’) ચાલે છે જેને લીધે પુનર્જન્મ ને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈત પરિભાષા પ્રમાણે બંધ' કાટિમાં પડે છે. સાંખ્યયોગ દર્શન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાશ નથી રાગ-દ્વેષાદિક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પરંપરા પ્રવર્તે છે. વેદાન્તČન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે વિદ્યા, સંસ્કાર આદિ ખાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુપાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આસવ, અન્ધ અને ન્યાય-વૈશેષિકસમ્મેત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીએની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એના જ વિશેષે વિસ્તાર છે.
જૈન દર્શન પ્રમાણે જે સવર મેાક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના મૂળરૂપે જે મોક્ષ તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યગ્નાન –તત્ત્વજ્ઞાન અને અપવ ને નામે વર્ણવે છે, સાંખ્ય-યાગ વિવેક-ભેદજ્ઞાન અને મેક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ધ દર્શન નિર્વાણુગામિની પ્રતિપદામાગને નામે અને નિર્વાણને નામે વણુ વે છે. ખૌદ્ધ દશનમાં અન્ય દતાની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈ એ તેટલું વર્ણન નથી, એટલે ધૃણા લેકે એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે મુદ્દે પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કમની નિવૃત્તિ અને નિર્વાણુ ઉપર ખાસ ભાર આપી ચાર આ સત્યને પોતાની આગવી શેાધ બતાવી છેઃ (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણ, અને (૪) એને ઉપાય આ અષ્ટાંગિક માગો. એ જ ચાર આ સત્ય જૈન પરિભાષામાં અધ, આસવ, મોક્ષ અને સવર્ છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્યયોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મેક્ષ અને વિવેક છે, આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ દર્શના મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હાવાથી શ્રીમદ રાજ્ય દે કહ્યું છે કે
૫૧
Page #12
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. 118 દરેક ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસીઓ “આત્મસિદ્ધિ અને ઉદાર દાક્ટથી તેમ જ તુલનાદૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મને મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવે છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારને યોગ આવશ્યક છે. શ્રી. મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઈચ્છા જાણી ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આ ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ ભારે પ્રથમને આદર અનેકગણો વધી ગયું અને પરિણામે કાંઈક લખવાની સ્કુરણ પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારે શાસ્ત્રરસ તે છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જે એ ઉપયોગી નહિ નીવડે તેય આ શ્રમ મારી દષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી. મુકુલભાઈને આભાર માનું છું. કુળે જૈન નહિ છતાં શ્રીમદ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને “આત્મસિદ્ધિ'નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમને આભાર માનવો જોઈએ. * શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્ર' (ગૂજરાત વિદ્યાપીઠનું પુરવચન.