SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૯૮] દર્શન અને ચિંતન મુમુક્ષુ અને મતાથી વચ્ચે ભેદ શ્રી. રાજચંદ્ર દર્શાવ્યો છે તેને સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષુ અને અવળી મતિ તે મતાથી. આવા મતાથનાં અનેક લક્ષણે તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એક બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમન્તભ “આપ્તમીમાંસા'ની “દેવાગમનભેયાન આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જેવાની સાવ ના પાડી છે. શ્રીમદ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી. રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-આગતિ, સુગતિ-કુગતિના પ્રકારે, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પિપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસ્ત્રનાં એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોને પાઠ કેવળ મતાર્થિતા પિજે છે. શ્રીમદ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે. મતાથના સ્વરૂપથન બાદ આત્માથનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણું જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અત્તર તેમ જ સંબધ યથાર્થપણે સમજાય છે, તેમ જ કયો સદ્વ્યવહાર અને કે નહિ તે પણ સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી. રાજચંદ્ર આત્માને લગતાં છ પદો વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતમાં અને હરિભક્કે “શાસ્ત્રવાર્તસમુચ્ચય” આદિમાં પણ કર્યું છે. ૧. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી. રાજચંદ્ર જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશે રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તે અનેક આત્મસ્થાપક ગ્રંથમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી. રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપટિયા લીલેમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલે હૈયાસોંસરી ઊતરી જાય તેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249241
Book TitleShrimad Rajchandrani Atmopanishada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Soul
File Size225 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy