________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ
[ ses
દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે.
(
ત્યાર બાદ તેમણે સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. એ લક્ષણો એવી દૃષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકા આવી જાય, અને જે ભૂમિકા ચેગ, બૌદ્ધ તેમ જ વેદાન્ત દનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી, રાજચંદ્ર ગુરુ-પદ ન વાપરતાં સદ્ગુરુ-પદ યોજ્યું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી. અરવિંદે પણ સદ્ગુરુ-શરણાગતિ ઉપર ખાસ ભાર આપ્યા છે.—જીઓ · The Synthesis of Yoga.' શ્રી. કિશોરલાલભાઈ એ મુમુક્ષુની વિવિકદૃષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયાગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે તે મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સદ્ગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તે ટકવી પણ અધરી છે. જૈન પરપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમા ગુણસ્થાનક ઉપદેશકપણ સભવે છે. સાતમાથી ખારમા સુધીનાં ગુણસ્થાનાની ભૂમિકા એ તે ઉત્કટ સાધક દશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મેતી આવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ રાજ્ય પોતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હાઈ તે મનનયાગ્ય છે.
જ્યાં સદ્ગુને યોગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષુને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદ્ગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષુને ટેકા આપે છે, પણ શ્રીમદ સદ્ગુરુના ચેાગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણુસમાં પોષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે કાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન માહ અને અવિવેકી સંસ્કાર—એ બધું સ્વચ્છન્દ છે. સ્વચ્છન્દ શકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્ગુરુના—અનુભવી દોરવણી આપનારના—યોગ વિના રવન્દ રોકવાનું કામ અતિ અધરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવુ છે.
સાથે સાધક ગમે તેટલા વિકાસ થયા છતાં સદ્ગુરુ પ્રત્યે પોતાને સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સદ્ગુરુ હોય તે એવા વિનયને દુરુપયોગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયનો દુરુપયોગ કરે છે કે ગેરલાભ લે છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ સદ્ગુરુ કે ગુરુને લક્ષમાં રાખી શ્રી. કિશારલાલભાઈની ટીકા છે. ૧
૧ સમૂળી ક્રાન્તિ ’——પાંચમું પ્રતિપાદન,
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org