Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીમદ રાજચંદ્રની આત્માયનિષદ [ ૮૦૧ રૂપે જે ખંધ-સંસાર કે સુખ-દુઃખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પેાતાના સૂત્રમાં સક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ–રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિકકાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે ‘યોગ’) ચાલે છે જેને લીધે પુનર્જન્મ ને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈત પરિભાષા પ્રમાણે બંધ' કાટિમાં પડે છે. સાંખ્યયોગ દર્શન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાશ નથી રાગ-દ્વેષાદિક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પરંપરા પ્રવર્તે છે. વેદાન્તČન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે વિદ્યા, સંસ્કાર આદિ ખાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુપાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આસવ, અન્ધ અને ન્યાય-વૈશેષિકસમ્મેત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીએની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એના જ વિશેષે વિસ્તાર છે. જૈન દર્શન પ્રમાણે જે સવર મેાક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના મૂળરૂપે જે મોક્ષ તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યગ્નાન –તત્ત્વજ્ઞાન અને અપવ ને નામે વર્ણવે છે, સાંખ્ય-યાગ વિવેક-ભેદજ્ઞાન અને મેક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ધ દર્શન નિર્વાણુગામિની પ્રતિપદામાગને નામે અને નિર્વાણને નામે વણુ વે છે. ખૌદ્ધ દશનમાં અન્ય દતાની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈ એ તેટલું વર્ણન નથી, એટલે ધૃણા લેકે એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે મુદ્દે પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કમની નિવૃત્તિ અને નિર્વાણુ ઉપર ખાસ ભાર આપી ચાર આ સત્યને પોતાની આગવી શેાધ બતાવી છેઃ (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણ, અને (૪) એને ઉપાય આ અષ્ટાંગિક માગો. એ જ ચાર આ સત્ય જૈન પરિભાષામાં અધ, આસવ, મોક્ષ અને સવર્ છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્યયોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મેક્ષ અને વિવેક છે, આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ દર્શના મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હાવાથી શ્રીમદ રાજ્ય દે કહ્યું છે કે ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12