Book Title: Shrimad Rajchandrani Atmopanishada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૬ ] દર્શન અને ચિંતન કાઈ ના મતભેદ નથી. દરેક દર્શીન પેાતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકયા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બધ પાવાનું નથી અને એવું વર્તન ખંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ ધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમના જીવન-વ્યવહાર તપાસીશું તેા બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેની પ્રેરક આન્તર ભાવનામાં કશો જ ભેદભાવ જોઈ નહિ શકીએ. હવે આપણે ટૂંકમાં ‘ આમસિંધ ' ના વિષયાના પરિચય કરીઍ : પ્રથમ દોહામાં શ્રી. રાજચંદ્ર સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ “સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિના ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તે અનુસરે છે જ, પણ એ ખીન્ન અધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે, ઉપનિષદોની પેઠે સાંખ્ય–યેાગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ દષ્ટિ પણુ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્ત્વને પોતપોતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહેા કે ભેદજ્ઞાનને યા વિવેક ખ્યાતિને સમ્યક્ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ યોજે છે. શ્રીમદ રાજચંદ્રે બીજા દોહામાં મેક્ષનો માર્ગ આત્માથી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. માણુસ સ્થૂલ વસ્તુ પકડી બેસે છે તે ઊંડા ઊતરતા નથી; એટલું જ નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્ત્વને સ્થૂલમાં જ માની એસે છે. આ દોષ બધા જ પથેશમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સતિ–માયિક અને પરમાથ એવી એ માનસિક ભૂમિકાઓ સત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તે ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કતાની થઈ જાય છે. એ બન્ને પાતાને મેાક્ષના ઉપાય લાખ્યા હોય તેવી રીતે વતે અને ખેલે છે. શ્રીમદ એ અન્ને વર્ગના લકાને ઉદ્દેશી મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં યિાજડ અને શુષ્કજ્ઞાનીનુ લક્ષણૢ નિરૂપે છે અને સાથે જ ત્યાગવૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન અનેનેા પરસ્પર પાપોષકભાવ દર્શાવી આત્માની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને ખીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12