Book Title: Shrimad Rajchandrani Atmopanishada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૭૯૨ ] દર્શન અને ચિંતન એમની શૈલી ભલે પ્રાચીન સાંખ્યોગ જેવી પરંપરાને અનુસરતી હોય તેમ જ એમની ભાષા ભલે સંસ્કૃત હોય, પણ એમાં નિરૂપણ તે આત્મલક્ષી જ છે. તેથી જ એ ઉપનિષદમાં પુનઃ પુન: કહેવાયું છે કે “જે સાતે સર્વે તે મવતિ ' એક આત્મા જાણે બધું જ જણાઈ જાય છે, કેમ કે ત્યાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે અને એ આત્મવિદ્યાને જ પરાવિદ્યા કહેવામાં આવી છે. મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારે “આચારાંગ ', “સૂત્રકૃતાંગ” જેવાં આગમમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે. આગમનું એ નિરૂપણ સંસ્કૃત ભાષામાં નથી, તેમ જ ઉપનિષદેની શૈલીથી જુદી શૈલી એ ધરાવે છે. તેમ છતાં એ છે તે આત્મતત્વ સંબધે જ. એ જ રીતે બુદ્ધના ઉદ્ગારેના સંગ્રહરૂપ ગણાતાં પ્રાચીન પિટકમાં પણ આત્મસ્વરૂપ અને તેની સાધનાની જ એક રીતે કથા છે. ભલે તે આત્માને નામે કે સંસ્કૃત ભાષામાં ન હોય, ભલે એની શૈલી ઉપનિષદ અને જૈન આગમ કરતાં કાંઈક જુદી પડતી હોય; પણ તે નિરૂપણ અધ્યાત્મલક્ષી જ છે. ભાષાદ, શિલીભેદ કે ઉપરથી દેખાતે આંશિક દૃષ્ટિભેદ એ સ્થૂળ વસ્તુ છે. મુખ્ય અને ખરી વસ્તુ એ બધામાં સામાન્ય છે તે તે આધ્યાત્મિક દષ્ટિએ કરાયેલી સાધનાનાં પરિણામોનું નિરૂપણ છે. વૈદિક, બૌદ્ધ અને જૈન વગેરે બધા સંતોને અનુભવ ટૂંકમાં એ જ છે કે પિતા વિશેનું અજ્ઞાન (અવિદ્યા નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું. સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને જાયા. કોઈએ એક તે કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પથભેદે જન્મ્યા અને એ પથભેદ ટૂંકી દૃષ્ટિથી પિલાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાને મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઉભી થયેલી પરંપરાઓ મોટેભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તે શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું. કઈ પણ સમાજમાં ઊછરેલે જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને કાંટાનાં સંકુચિત બંધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12