________________
ચોવીસીને સચિત્ર પ્રકાશિત કરવી. આ માટે અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓના સહયોગથી સફળતા મળી છે.
સ્તવનની ગાથાઓ સુવર્ણપટ ઉપર લાલ, લીલા અને ભૂરા રંગે લખાવી છે. પછી તે ગાથાઓને હાંસિયા અને બોર્ડરોથી શણગારવામાં આવી છે. તે ઉપરાંત જૈન સંગ્રહાલય તેમ જ વ્યક્તિગત સંગ્રહમાંથી મળેલા ચિત્રો-પટો વિ.નો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે જૈન સંસ્કૃતિની પ્રાચીન ચિત્રકલાનો આ પુસ્તકમાં સમાવેશ સ્તવનોનું અધ્યયન કરતી વખતે ભાવ ઉત્પત્તિમાં સહાય કરશે. અને તે તે સંગ્રહાલયો અને વ્યક્તિઓનો તેમના સહકાર બદલ આભાર માનીએ છીએ.
આ પુસ્તક પ્રકાશનમાં પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા., પૂ.પં.શ્રી કલ્પતરૂવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી કીર્તિચન્દ્રવિજયજી મ.સા. તરફથી પ્રેરણા મળતી રહી છે, તેથી તેમનો ઉપકાર અમે કદાપિ ભૂલી શકીએ તેમ નથી.
પ.પૂ.આ.ભ. શ્રી પાસાગરસૂરીશ્વરજીને કારણે અમે “કેલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર-કોબા'ના જ્ઞાનભંડાર અને સંગ્રહાલયમાંના અદ્ભુત, પ્રાચીન ચિત્રો અને તેમનો સંગ્રહ મેળવવામાં સફળ થયા, જે માટે અમને સંસ્થાના માનનીય ટ્રસ્ટીઓ તથા શ્રી આશિતભાઈનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો. પૂ. શ્રી અજયસાગરજી મ.સા.નું પણ સુંદર માર્ગદર્શન મળ્યું. આ દરેકના સહયોગથી અમારું કાર્ય સરળ થયું. તેમના ઉપકારોની સ્મૃતિ કાયમ રહેશે. | સ્વોપજ્ઞ બાલવબોધમાં જ્યાં જ્યાં સંસ્કૃત-પ્રાકૃત અવતરણ ટાંકેલાં છે તે સર્વ અવતરણો અને તેના અર્થ કાળજીપૂર્વક તપાસી આપવામાં પ.પૂ.આ.ભ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ફાળો છે. તેમના પણ અમે ઋણી છીએ.
આ ગ્રંથ માટે મૂળ ગાથાઓ જાણીતા અને આધ્યાત્મિક ચિત્રકાર શ્રી ઉદયરાજ ગડનીસે કલાત્મક સુંદરતાથી આલેખી છે.
પં. શ્રી મહેન્દ્રભાઈ બી. જૈન દ્વારા આ પુસ્તકનું સંપાદન કાર્ય થયું છે. તેઓએ સંસ્કૃત-પ્રાકૃત અવતરણોને તે તે ગ્રંથોમાંથી જોઈ, તેમની શુદ્ધિ તથા તેમના અર્થ પણ કર્યા છે.
પં. શ્રી ચંપકલાલ પી. મહેતા એ પ્રથમથી જ સાથે રહી ‘ કોબા’ વિ. જગ્યાઓએ જઈને ચિત્રો વિ.નો સંગ્રહ કરવામાં સહાય કરી છે તથા આ પુસ્તકના સંપાદનના સર્વ કાર્યોમાં તેમનું અતિ વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
શ્રીમતી સુજાતાબેન કાપડિયાએ પ્રતશુદ્ધિ (મુફ રિડીંગ) સારી રીતે કરી અમને અનુકૂળતા કરી આપી છે.
એલ. ડી. (લાલભાઈ દલપતભાઈ) ઈન્સ્ટીટ્યૂટમાં પણ જુદો જુદો ઘણી જાતનો સંગ્રહ છે. તેમાં પણ પં. શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ તથા પ્રીતિબેનનો સુંદર પટો, ચિત્રો વિ. મેળવવામાં સહયોગ સાંપડ્યો છે. તેમની ઉદારતા બદલ આભાર.
શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર-અમદાવાદથી તેમ જ વીરવિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રયમાંથી શ્રી ચારુચંદ્રભાઈ તથા શ્રી દીપકભાઈના સહકારથી પટો પ્રાપ્ત થયા છે.
શ્રીમતી ઈન્દુબેન જૈન પાસેથી પણ તેમના સંગ્રહમાંથી સુંદર ચિત્રો પ્રાપ્ત થયાં છે. ડૉ. સિદ્ધાર્થ ભણસાલીએ પણ પોતાના સુંદર સંગ્રહમાંથી ચિત્રો અને પટો આપ્યા છે. શ્રી પ્રફુલભાઈ અને શ્રીમતી શિલ્પાબેન શાહના સંગ્રહમાંથી પણ સરસ ચિત્રો અને પટો પ્રાપ્ત થયા છે. ધી એશિયાટીક સોસાયટી ઓફ મુંબઈમાંથી પણ અમોને ચિત્રો પ્રાપ્ત થયાં છે.
મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ‘ન્યુ ડોકયુમેન્ટસ ઑફ જૈન પેઈન્ટીંગ્સ'માંથી પણ અમે ચિત્રો આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે.
આ સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમની ભુરી ભુરી અનુમોદના
- પ્રેમલ કાપડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org