Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 15
________________ तेणे मुज आतमा तुज थकी नीपजे, माहरी सम्पदा सकल मुज संपजे । तेणे मनमंदिरे धर्मप्रभु ध्याइये, परम देवचन्द्र निज सिद्धि सुख पाइए ।।१०।। आज कृतपुण्य धन्य दीह मारो थयो, आज नर जन्म में सफल भाव्यो । देवचन्द्र स्वामी त्रेवीसमो वंदियो, भक्तिभर चित्त तुज गुण रमाव्यो । ।सहज०।।८।। तार हो तार प्रभु मुज सेवक भणी, जगतमा एटलुं सुजस लीजे। दास अवगुण भर्यो जाणी पोतातणो, दयानिधि दीन पर दया कीजे ।।तार० ।।१।। પરમાત્મા અને સ્વઆત્મ સત્તામાં રહેલા જીવત્વમાં સમાનતા છે, એવું ભાસન થતાં જ સાધક સ્વઆત્મસંપત્તિને ઓળખીને, તેને બહુમાનપૂર્વક, પ્રભુની પૂર્ણ, શુદ્ધ, ગુણપર્યાયમયી પ્રભુતા સમાન બનાવવા રુચિવંત બને છે. ગ્રંથકાર મહાત્માએ આવા તત્ત્વદૃષ્ટિરૂપી પુષ્પોને સ્તવનરૂપી માળામાં ગૂંથીને ‘પરમતત્ત્વની ઉપાસના'ના ઈચ્છુક પર મહાન ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીની કવિત્વ શક્તિ પણ વચનાતીત હોવાથી સ્તવનો વિશેષરૂપથી હૃદયંગમ બને છે. મહોપાધ્યાય યશોવિજયજી લિખિત ‘અધ્યાત્મસાર’માં કહ્યું છે કે, ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकविर्यत्नेन तेषां प्रथामातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सज्जनाः । माकन्दद्रुममज्जरी वितनुते चित्रा मधुश्रीस्ततः सौभाग्यं प्रथयन्ति पञ्चमचमत्कारेण पुस्कोकिला : ।।४७।। મૂલાર્થ : સત્કવિ યત્નવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તો સજ્જનો કૃપાકટાક્ષની લહરીના લાવણ્યથી વિસ્તાર છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે (સર્વત્ર) પ્રસિદ્ધ કરે છે. (૪૭) पाथोद : पद्यबन्धैर्विपुलरसभरं वर्षति ग्रन्थकर्ता प्रेम्णां पूरैस्तु चेत सर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः । त्रुट्यन्ति स्वान्तबन्धाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां चित्रं भावज्ञनेत्रात्प्रणयरसवशान्नि सरत्यश्रुनीरम् ।।५४ ।। મૂલાર્થ : ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધ કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘવૃષ્ટિમાં પ્રેમનાં પૂર વડે પૂર્ણ કરે છે; તથા ગુને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનોનાં હૃદય બંધનો ત્રુટી જાય છે અને તત્ત્વ જાણનારના નેત્રમાંથી પ્રેમરસના પરવશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ઉપરોક્ત શ્લોકો પૂજ્યશ્રીને યથાર્થરૂપે લાગુ પડે છે. આ સ્તવનોનો અભ્યાસ કરતી વખતે તેઓશ્રીના ‘સ્વોપજ્ઞ બાલાવબોધ' તથા ‘પરમતત્ત્વની ઉપાસના' વિ. અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો. સ્વપજ્ઞ બાલાવબોધમાં તેઓએ આગમ અને બીજા ઘણા સુંદર ગ્રંથમાંથી સંસ્કૃત-પ્રાકૃત અવતરણો લીધાં છે. તેનો અર્થ અમે આ સાથે આપવાનો પ્રયાસ કર્યો છે. આ સ્તવનોના અધ્યયન પછી એવી ભાવના ઉત્પન્ન થઈ કે દેવચન્દ્રજી ચોવીસીનો એવો ગ્રંથ પ્રકાશિત કરવો કે જે જિજ્ઞાસુ સાધક સરળતાથી સમજી શકે , તેથી પ્રસ્તુત ગ્રંથમાં સ્તવનોના અર્થ અને સાર પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી કૃત ‘પરમતત્ત્વની ઉપાસના'માંથી લીધા છે. હિન્દી અનુવાદ પણ પં. બસંતીલાલજી નલવાયા રતલામવાળાએ કરેલ “પરમતત્ત્વની ઉપાસના’ના ભાષાંતરમાંથી લીધેલ છે, જે પુસ્તક શ્રી અવંતિ પાર્શ્વનાથ તત્ત્વજ્ઞાન પ્રચારક કેન્દ્રમાં પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં જે બાલાવબોધ છે તે સ્વોપજ્ઞ છે. શુદ્ધિ માટે “કોબા' વિ. જ્ઞાનભંડારમાંની જૂની હસ્તલિખિત પ્રતોનો પણ ઉપયોગ કર્યો છે. બાલાવબોધના અભ્યાસથી પદાર્થોનો બોધ સહેલાઈથી થાય છે. જૈન પરંપરામાં સચિત્ર પ્રાચીન ગ્રંથોની પ્રથા મળે છે, જેથી ભાવના થઈ કે પ્રાચીન ચિત્રો, પટો, હાંસિયા, કુલિકાઓ આદિનો યથાર્થ ઉપયોગ કરી દેવચન્દ્રજી REE 8. /o0P (III|| છે //// Jain Education International For Personalitate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 510