Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 14
________________ પ્રકાશકીય... આ સંસારના પ્રત્યેક જીવાત્માઓ કાયમી અને સંપૂર્ણ સુખને ઈચ્છે છે. આ પ્રકારનું સુખ મોક્ષ સિવાય બીજે કયાંય મળી શકે નહિ. પરંતુ અધ્યાત્મ રસિક જીવો આવા સુખને આંશિક રીતે ચોક્કસ અનુભવી શકે છે.. મને પણ અધ્યાત્મમાં ઘણી રુચિ હતી. આનંદધનજીનાં સ્તવનો અને પદોનો અભ્યાસ ચાલુ હતો. પ્રભુની પ્રભુતા અને એમની ગુણસંપદા જાણવાની અને સમજવાની વર્ષોથી અતિ જિજ્ઞાસા હતી અને પરમાત્માની કૃપાથી આવો યોગ અનાયાસે પ્રાપ્ત થયો. એક ધન્ય દિવસે અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના વંદનાર્થે હું લોનાવાલા ગયો હતો. પ્રથમ વખતના દર્શને જ પૂજયશ્રીએ મને દેવચન્દ્રજી ચોવીસી ભણવાની ભલામણ કરી. શરૂઆતમાં આ અભ્યાસ ખૂબ જ ગહન લાગ્યો પરંતુ વારંવાર પૂ. કલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યથી, તેમની કૃપાદૃષ્ટિના કારણે ધીમે ધીમે સ્તવનોના અર્થ અને રહસ્ય ખૂલવા લાગ્યાં. પૂજ્યશ્રીને એક ગાથાનો અર્થ પૂછતાં તેઓ શ્રી આરંભથી અંત સુધી, પૂરા સ્તવનનો અર્થ સવિસ્તૃત સમજાવતા. એટલે સવિશેષ રસ જાગવાથી, ઉત્તરોત્તર, આ ચોવીસીના ગાનમાં આનંદ વધતો ચાલ્યો અને આરાધનામાં પ્રગતિ થવા લાગી. પૂ. દેવચન્દ્રજી પોતાના સ્તવનો દ્વારા શુદ્ધ સ્વરુપનું જ્ઞાન, પ્રભુ આલંબન અને આત્મવિકાસલક્ષી માર્ગ અદ્ભુત રીતે પ્રકાશે છે. તેઓના જિનભક્તિથી સભર સ્તવનો ‘રસીલી ભક્તિ', ‘ઉપાદાન-નિમિત્ત કારણ’, ‘નિશ્ચય-વ્યવહા૨', ‘આત્મા અને પુદ્ગલ, ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', “અપવાદ-ઉત્સર્ગ સેવા’, ‘કારણકાર્ય’, ‘પ્રભુ પ્રભુતાની અનંતતા’, ‘ષકારક’, ‘અવ્યાબાધ સુખ’, ‘સામાન્યવિશેષ સ્વભાવ', ‘આસ્તિ-નાસ્તિ સ્વભાવ', ‘પ્રશસ્ત અને શુદ્ધ ભાવરૂપ પૂજા' અને ‘નિઃસંગતા' જેવા અનેક આધ્યાત્મિક, ગહન તત્ત્વો અને દ્રવ્યાનુયોગને અલૌકિકતાથી પ્રગટ કરે છે. પૂ. દેવચન્દ્રજીના સ્તવનો અત્યંત હૃદયવેધક છે અને જેમ જેમ આ સ્તવનોનું સ્મરણ, મનન અને ચિંતન કરાય છે તેમ તેમ પ્રસન્નતા અને હર્ષ અનુભવાય છે. જ્યારે જ્યારે ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં આ સ્તવનોની માર્મિક ગાથાઓનું ઉપયોગપૂર્વક ગાન થાય છે ત્યારે ત્યારે અતિ ભાવોલ્લાસ જાગે છે. હૃદય પુલકિત બને છે. પરમાત્માની અતુલ, અદ્વિતીય ગુણસંપદાનું યથાર્ય વર્ણન પૂજ્યશ્રીએ સ્તવન રૂપી ભક્તિગંગા દ્વારા ખોબે ખોબે વહાવ્યું છે. પૂજ્યશ્રીના નિમ્નલિખિત ઉદ્ગારોનું ગાન કરતાં કોણ આનંદ અને ઉત્સાહ ન અનુભવે ! माहरी शुद्ध सत्तातणी पूर्णता, तेहनो हेतु प्रभु तुं ही साचो । 'देवचन्द्र' स्तव्यो, मुनिगणे अनुभव्यो, तत्त्व भक्ते भविक सकल राचो | अहो०।। दीठो सुविधि जिणंद, समाधिरसे भर्यो, हो लाल ||स० ।। भास्यो आत्म स्वरुप, अनादिनो वीसर्यो हो लाल ||अ०।। सकल विभाव उपाधि, थको मन ओसर्यो, हो लाल ।।थ०।। સત્તા સાધન મા, મા ! સંઘર્યો, હો નાન || મળી | 9 || प्रभु छो त्रिभुवन नाथ, दास हुं ताहरो, हो लाल ।।दा०।। करुणानिधि अभिलाष, अछे मुझ ए खरो, हो लाल ।।अ०।। आतम वस्तु स्वभाव, सदा मुज सांभरो, हो लाल ||स०।। भासन वासन एह, चरण ध्याने धरो, हो लाल ।।च०।।५।। सकल प्रत्यक्षपणे त्रिभुवन गुरु, जाणुं तुज गुणग्रामजी । વીનું ઝાંરૂં ન મારું સ્વામી, ડોરી રો મુજ્ઞ +ામની || શતરં૦ ||9|| तहवि सत्ता गुणे जीव ए निर्मलो, अन्य संश्लेष जिम फिटक नवि सामलो । जे परोपाधिथी दुष्ट परिणति ग्रही, भाव तादात्म्यमां माहरूं ते नहीं ।।७।। Jain Education International તે www.jainelibrary.org પ્ર.(૪ થી ૧૧) For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 510