Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૩૯૪ ] દર્શન અને ચિંતન ભય આદિ વિકારે પર વિજય અથવા એ વિજય માટે પ્રયત્ન. હિંસા હોય કે અસત્ય, ચોરી હોય કે પરિસહ, એ બધા દે જેનવના વિરોધી છે, તેથી જૈનત્વને ધારણ કરનાર કે તેની સાચી ઉમેદવારી કરનાર સાધુ એ દોષને હંમેશને માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતના નામથી ઓળખાય છે. એમાં ત્રીજું મહાત્રત અદત્તાદાનવિરમણ આવે છે. એનો પૂલ શબ્દાર્થ એ છે કે કોઈ પણ વસ્તુ તેના માલિકની રજા સિવાય લેવાને સદંતર ત્યાગ.” જેમ દરેક મત કે નિયમની પાછળ એના શબ્દાર્થ ઉપરાંત એને વિશિષ્ટ ભાવ હોય છે તેમ આ ત્રીજા મહાવ્રતની બાબતમાં પણ છે. “માલિકની પરવાનગી સિવાય તેની ચીજ લેવાને ત્યાગ એ ત્રીજું મહાવ્રત” એટલે માત્ર શાબ્દિક અર્થ લઈને કોઈ તેને વળગી રહે તે તે તે ઘણે અનર્થ પણ કરી બેસે. દાખલા તરીકે કઈ એમ કહે કે ઉપરના અર્થ પ્રમાણે તે એ મહાવ્રતને અર્થ કાઈની માલિકીની ચીજ જ પરવાનગી સિવાય લેવાને ત્યાગ થાય છે, તેથી કાંઈ ભાલિકી વિનાની ચીજ લેવાનો ત્યાગ થતો નથી. જેમ હવા પ્રકાશ આદિ ભૌતિક તને જીવનમાં ઉપગ દર ક્ષણે કોઈ મનુષ્યની પરવાનગી સિવાય જ કરીએ છીએ તેમ બીજી પણ કોઈ વસ્તુ, જેની માલિકીને સ્પષ્ટ દાવો કરનાર કોઈ ન હોય તે, લેવામાં શી અડચણ છે? કારણ કે, જ્યારે તેને કોઈ વાંધે લે એ માલિક જ નથી તો પછી તેને ઉપયોગ કરો એ અદત્તાદાન શી રીતે હોઈ શકે? એવી દલીલ કરી તે અદત્તાદાન ત્યાગની પ્રતિજ્ઞા લેનાર કોઈ એકાંત ખૂણેથી મળી આવનાર ધનને અગર તે જંગલમાં માલિક વિનાનાં રખડતાં તદન અનાથ બાળક-બળિકાઓને સંગ્રહ કરે, અથવા તે જેમાં લવલેશ પણ કોઈની માલિકીનો દાવો નથી એવી જાતપ્રતિષ્ઠા સાચવવાની અને મેળવવાની પાછળ ગાંડાતૂર થઈ જાય તે શું એ અદત્તાદાનત્યાગની પ્રતિજ્ઞા પાળે છે એમ કાઈ કહી શકશે? જો એણે કોઈની માલિકીની ચીજ લીધી નથી અને લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી તો એને શા માટે પ્રતિજ્ઞા પાળક કહેવો ન જોઈએ ? અને આવા ત્રીજી મહાવ્રતના ધારણ કરનારને જૈન શાસ્ત્રની દષ્ટિએ કઈ માણસની માલિકી વિનાની ધનસંપત્તિ કે બીજી ચીજ લેવાની. અડવાની, અને વાપરવાની શા માટે છૂટ ન હોવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે આપણને તરત જ જણાઈ આવે છે કે નહિ નહિ, શબ્દના સ્થૂળ અર્થ ઉપરાંત પ્રતિજ્ઞાની પાછળ એને ખાસ પ્રાણ કે ભાવ પણ હોય છે. પ્રતિજ્ઞાનો સમગ્ર ભાવ ધૂળ અને પરિચિત શબ્દોમાં સમાઈ નથી શકતો, એને બુદ્ધિ અને વિચારથી ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13