Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ શિષ્યચારીની મીમાંસા [ ૩es • વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરાધીઓ પણ આપોઆપ સમ્મત થશે. જૈન ધર્મમાં ધૈર્ય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઇચ્છા જન્મે અને દીક્ષાની સમ્મતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં વૈય અને સહનશીલતા કુળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ, અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારેાએ ભગવાનના જ્જનનુ એ તત્ત્વ જાણી લઈને અમલમાં મૂકયું હતુ. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકામાં એક પણ દાખલા અસમ્મત દીક્ષાને નથી શ્વેતા. આ રીતે સમ્મતદીક્ષાની પર પરા મૂળમાં તે ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસભ્યતદીક્ષા આપવાનો વિચાર કરવા કે તેવી દીક્ષા લેવાને વિચાર કરવા એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવું જ થઈ પડ્યું. જૈન શ્રમણુસ ધની કહા કે જૈનધર્માંની કહે!, પ્રતિષ્ઠાના આધાર માત્ર મહાવ્રતા છે. અસમત દીક્ષાથી મહાવ્રતને। ભંગ ન થતા હાય તેવા દાખલામાં પણુ મહાવ્રતના ભંગ વિશે કે મહાવ્રત દૂષિત થવા વિશે શંકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમસંધ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સધે સમ્મતદીક્ષાની પરંપરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સમ્મતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ ખતી ગયું. ભગવાનના સંધને લગભગ સો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખા વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંધ ફેલાયો હતો. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન દરજ્જાના લોકો એમાં દાખલ થઈ ચૂકયા હતા, અને દાખલ થતા જતા હતા. સંધતી આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાખે ગાળે કાઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવુ નથી. એક પ્રસંગ ઊભા થાય છે. તે આય રક્ષિતને છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠા સૈકાના છે. આય રક્ષિતે આય તાલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે આપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સમ્મતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસમ્મતિને તો સવાલ જ નહાતા. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસમ્મતિ અને તે પણ વિરાધ વિનાની અસન્મતિ છતાં આય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13