Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૪૦૨ ] દર્શન અને ચિંતન ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સંગેની મર્યાદા હેય છે. એ મર્યાદાને સૂક્ષ્મ વિચાર સાધારણુ લેકે ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડયું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મંદિધર્મ અને મૂલચુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસમ્મત દીક્ષા લેનાર અને આપનારમાં લાભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દો હવા ન જોઈએ. આ દેશે મારા પિતામાં નથી અથવા તે તદન ઓછા છે એમ તે સૌ કઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લેકેની એકમતી અથવા બહુમતીથી અથવા તે સમગ્ર સંધની સમ્મતિથી જ થઈ શકે. જેનામાં લેભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્ય માટે લાંચ કેમ આપે? તેમને નસાડે કેમ? બીજાને ત્યાં છુપાવે કેમ? સીધી કે આડકતરી રીતે હું બેલે અને બેલાવે કેમ? દાવપેચ અને જૂઠાણાં સેવે કેમ ? મારપીટ, લડાલડી અને કોટબાજીમાં રસ લે કેમ? જેઓને શાસનને સાચે આદર હોય તેઓ પિતે જાણી જોઈને કેટે ઘસડાય એવા પ્રસંગે ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકવો પડે અગર તે જાહેર સ્થાનમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધમહેલનમાં ભાગીદાર થવાની સ્થિતિ એ લેક પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણી લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગને પિષક મટી ઘાતક થવા લાગે છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તે ચેખું લાગે છે કે અસમ્મત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધમીની પ્રવૃતિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે ચોમેર ચાલતી ઝગડાબાજી, કોર્ટબાજી અને કલેશપ્રવ્રુત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંધ ભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરા તો એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પિતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારે ઠરાવ ધારાસભામાં લાવ પડ્યો છે. શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ ? સાધારણ લેકે તે નથી રહેતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રનો વિવેક કરી શકે. હજાર વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણું લેકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણીવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13