________________
શિખરીની મીમાંસા
[ ૪.૩
તા એક બીજાથી તદ્દન વિધી અને અસંગત વિધાના પણ મળી આવે છે. દરેક જણ પોતાને ફાવતું વાકય લઈ તેને આધારે પેાતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાના પ્રયત્ન કરે તે હિંસા, મૃષાવાદ, ચારી અને વ્યભિચારાદિ દોષોનુ પાષણ થઈ શકે એવા પ્રસંગે પણ તેમાંથી મળી આવવાને અથવા તે ઉપજાવી શકાવાને ચાસ સભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરોધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રબ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહો કે જેનાથી ક્લેશનુ પોષણ ન થાય તેશાસ્ત્ર. જૈન શાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કાઈ પણ કારણને લીધે એમ લખાયેલું સુધ્ધાં મળે છે કે સીધી રીતે વડીલે કે લાગતાવળગતાએ સમ્મતિ ન આપે તે। દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપ’ચબાજી પણ રમે અને એ પ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કાઈ પણ સયાગોમાં, કાઈ પણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈ એ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારો કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તે એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે એ કે સત્ય તેમ જ સરળતા ખાતર અસત્ય અને ફૂડકપટનું સેવન, અથવા એમ કહે કે અહિંસા ખાતર હિંસાના પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની ખાખત આવે ત્યાં ધેરી માગ પ્રમાણે જ વર્તવાના સુવર્ણ નિયમ શાસ્ત્રસમ્મત છે.
જૈન શાસ્ત્રના મુખ્ય પાયા તા અનેકાંતદૃષ્ટિ છે. ઉપર જે અસમ્મત દીક્ષાના અપવાદો ગ્રન્થામાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાન્તદૃષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસમ્મત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે; એટલે કે, તે નૃત્યને ત્રીજા મહાત્રતના ભંગ તરીકે ગણી એ દોષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિત્તાનુ વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો ફ્રાઈ સાતિશય જ્ઞાની અતિ ઉજ્જવળ ભાવી જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનુ અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એવા અમેાબહસ્ત હાય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાને જ ન હેાય તો તેવા જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સમ્મત દીક્ષા આપે—આવું પણ કથન છે. અત્યારે આ આપવાદિક કથનના ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મના ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં ભાળકખાળિકાને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શેધી કાઢી તેમને સમ્મત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા નાનીએ જો આજે હોય તે તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈ એ ? તેમને તે ખાળાને નસાડવાને, ભગાડવાના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org