Book Title: Shishya Chorini Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ શિષ્યચોરીની મીમાંસા [૨૦] આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટ રહી ન શકે. બીજી બાજુ આખેય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઉથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂતી નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારે ઝપાટાબંધ મેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુકત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલ ઉપર વિચાર કરે છેડી શિષ્યચોરી જેવા સુત્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તે એ ક્ષક વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થ સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચેરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન રેકયું છે, અને એ વિષય ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છે કે નહિ ?”—એના જે માત્ર કાલ્પનિક ચર્ચાનો વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચેરીમાં માનનારા એને શાસ્ત્રસમ્મત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે; એટલે શિષ્યચેરીના હિમાયતીએ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં લોકે લગભગ આખા સાધુવર્ગને ખેજા અને પઠાણની જેમ બાળકોર માને છે અને સીધી કે આડકતરી રીતે લે કે તેમની સાથે મનુષ્યર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યરીના હિમાયતી ગૃહસ્થ પણ પિતાનાં બાળક-બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તે આ બાબતને ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. જોકે, ખાસ કરી સાધારણ લે કે, એમ જ માને છે કે “શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે.” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લેકોના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાને લાભ લઈ દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહા શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસમ્મતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમને વિષેધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13