Book Title: Shishya Chorini Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ શિખરીની મીમાંસા [ ૩૯૩ -સમ્મત નથી એમ કહી તેને ભારે વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણીવાર મારામારી અને કેટે ચઢવા સુધીના પગલામાં પરિણમે છે. એ ઝરે તેથી વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાયું છે. આ ચર્ચામાં કઈ પણ એક પક્ષનું અનુસરણ કરવાને ઈરાદે નથી. જે પ્રમાણે બન્ને પક્ષકાર શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેને તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કર એ જ આ ચર્ચાને ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પરત્વે જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છેઃ એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનાર; બીજે, તેને તદ્દન વિરોધ કરનારો; અને ત્રીજે, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષને લાભ લેનારે. કોઈ પણ વિષય ઉપર વિચાર કરવામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પિતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જે છે તે આખોય વર્ગ શિષ્યહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉપર ઉપરથી જોતાં શિખ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણી દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખેય જૈનસમાજ આ ઝેરીલી અથડામણને ભાગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એને ખુલાસે સ્વતંત્ર અદ્ધિથી અને શાસ્ત્રના આધારેથી એમ બંને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચું ખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તે આ વિષય પર કોઈ પણ નિર્ણય બાંધવા માટે કોઈને આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તે તદ્દન સહેલાઈથી કિંઈ પણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તે આ પ્રશ્નને ખુલાસે શાસ્ત્રીય દષ્ટિએ જ કરવાનો હેઈ બુદ્ધિનો ઉપયોગ મુખ્યતઃ શાસ્ત્રના પ્રમાણને આધારે જ કરવાને છે. જૈન સાધુની આખી જીવનચય અહિંસા આદિ પાંચ મહાવ્રતને આધારે જ હેવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહાતે જૈનપણાના પાયા ઉપર જાયેલાં છે. જૈન પાછું એટલે લેભ, લાલચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13