Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ શિચેરીની મીમાંસા [ ૩૮૯ નથી. એ જ રીતે દીક્ષા આપનાર આચાર્ય સાથે પાછળથી કલેશ થયાનો અગર તે બીજી કોઈ પણ ખેંચતાણ થયાને કશે જ ઉલ્લેખ નથી. આ કિસ્સામાં પરંપરાથી ચાલી આવતી દીક્ષાવિધિમાં જે કાંઈ ઊણપ હેય તે તે એટલી જ હતી કે આચાર્યો દીક્ષાના ઉમેદવાર રક્ષિતને તેના પિતાની સમ્મતિ મેળવવા વાસ્તે પાછો મોકલવા ઉપર ભાર ન આવે અને તેની માતાની સમ્મતિથી જ સતિષ માની લીધો. એક બાજુ દીક્ષા લેનાર આગળ જતાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રસિદ્ધ થયેલ આર્ય રક્ષિત અને બીજી બાજુ નિઃસ્પૃહ, નિર્ભય અને નિષ્કપટ તેમજ અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ દીક્ષા આપનાર આચાર્ય તસલિપુત્ર, ત્રીજી બાજુ શિષ્ય અને ગુરુ વચ્ચે મામા ભાણેજને સંબંધ અને ચેથી બાજુ બહેને પિતે જ વગરમાગે ભાઈ આચાર્ય પાસે પુત્રને મોકલ્યો–આટલી સુસ્પષ્ટ અને સતિષપ્રદ બીના હોવા છતાં ફક્ત પિતાની અસમ્મતિને કારણે આ કિસ્સાને પ્રથમ શિષ્યનિષ્ફટિકા” કહેવામાં આવેલ છે. આ કથન અનેક મહત્ત્વની બાબતે ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પહેલી બાબત તે એ છે કે જ્યારે ફક્ત પિતાની જ અસ સ્મૃતિવાળી દીક્ષા શિષ્યનિષ્ફટિકા ગઈ ત્યારે ભગવાનથી માંડી તે જમાના સુધીના છ વર્ષ જેટલા ગાળામાં દીક્ષા લેનાર અને આપનાર માટે ઉમેદવારે પિતાના લાગતાવળગતા બધા જ પાસેથી સમ્મતિ મેળવવાનું ઘેરણ કેટલું મજબૂત અને અનિવાર્ય હતું એ સૂચિત થાય છે. એ સૂચનાની પિષક આગમવર્ણિત કથાઓ ઉપલબ્ધ છે. બીજી બાબત એ છે કે આ શિષ્યનિટિકા પ્રથમ ગણાઈ છે, એટલે આ કિસ્સાની નેધ કરનારાઓ બધા જ એમ જાણતા હોવા જોઈએ કે આર્ય રક્ષિત પહેલાં એકે કિસ્સામાં અસમ્મત દીક્ષાનો પ્રસંગ બન્યું જ નથી અને માત્ર આર્ય રક્ષિતને જ પ્રસંગ પહેલે છે, અને એ પ્રસંગ પહેલે હોવાથી જ તેમ જ સમ્મતિપૂર્વક દીક્ષા લેવા અને દેવાની પરંપરા અતિ સખત અને અતિ માન્ય હોવાથી જ ફક્ત પિતાની અસમ્મતિવાળા નજીવા કિસ્સાને પાછળથી અને તે વખતે શિષ્યનિષ્ફટિકા જેવું મોટું રૂપ આપવામાં આવ્યું. આર્ય રક્ષિતને દાખલે બની ગયે, પણ પાછળથી એનો ઉપયોગ બહુ અઘટિત રીતે થવા લાગ્યો. અત્યાર લગી એકસરખી ચાલી આવેલી સમ્મતદીક્ષાની પરંપરામાં એક નવી ચિરાડ પડી. તેને કેટલાક અલ્પા અને અવિચારી ગુરુઓએ માટે દરવાજો બનાવવાનું શરૂ કર્યું. આર્ય રક્ષિતના દાખલાને ઉપયોગ કરી ઘણુ વગરસમ્મતિએ દીક્ષા આપવા લાગ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13