Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૪૦૦ 1 દર્શન અને ચિંતન પછી તે એ શિથિલતા એટલે સુધી વધી કે ન જેવાતે ઉમરને ભેદ કે ન જોવામાં આવતું દીક્ષા લેનારનું વિવાહિતપણું કે અવિવાહિતપણું; અને દીક્ષા લેનારને ભેળવવાની, નસાડવાની અને છુપાવવા આદિની બધી પ્રપંચક્રિયામાં એ શિથિલતા પરિણમવા લાગી. આ ભયંકર સ્થિતિ જોઈ આચાર્યોને અપવાદ, દાખલ કરવામાં બે તરફ ધ્યાન રાખવાનું હતું : એક તે એ કે આર્ય રક્ષિતની જે શુભ પરિણામકારક ઘટના બની ગઈ હતી તેને બચાવ કરે અને બીજું એ કે તે ઘટનાને અઘટિત રીતે થતા ઉપયોગ અટકાવ. આ કારણથી જે અપવાદવિધાન આગમ અને નિયંક્તિમાં ન હતું તે ભાષ્યકાળમાં ભાષ્યમાં દાખલ થયું. તેમાં આચાર્યોએ શિષ્યનિષ્ફટિકાના સંબંધમાં ખુલાસો કર્યો કે સેળ વર્ષ સુધીની ઉંમર સુધીમાં અસમ્મત દીક્ષા શિષ્યનિષ્ફટિકામાં આવે છે અને તેથી ઉપરની ઉંમરમાં શિષ્યનિષ્ફટિકાને આરેપ લાગુ નથી પડતો. આ રીતે આર્ય રક્ષિતની ઘટનાને બચાવ કરવા અને તેને દુરુપયેગ થતું અટકાવવા આચાર્યોએ અમુક અપવાદવિધાન કર્યું તે ખરું, પણ જેમ સર્વત્ર અને સદાકાળ બનતું આવ્યું છે તેમ એ અપવાદવિધાનને પણ દુરુપયોગ થવા લાગે, અને તે એ રીતે કે સેળથી વધારે વર્ષની ઉંમરનાને દીક્ષા આપવામાં સમ્મતિનું ધેરણ સચવાવા ન લાગ્યું; અને ઘણુંવાર તે તેવી ઉંમરનાને સમ્મતિ વિના જ ઉસર્ગમાર્ગ તરીકે દીક્ષા આપવાના કિસ્સાઓ બનવા લાગ્યા. તેને પરિણામે ઘણીવાર દીક્ષા આપનારને દીક્ષિત ઉમેદવારના લાગતાવળગતા પકડવા લાગ્યા, અને ક્યારેક ક્યારેક અદાલતોમાં ઘસડવા પણ લાગ્યા. ઘણીવાર ન્યાયાલયોમાં આવા કિસ્સાઓના મુકદ્દમાઓ પણ ચાલવા લાગ્યા. કોઈ વાર દીક્ષા આપનાર પિતાના અન્યાયને લીધે હારી પણ જતા અને ઘણીવાર જાહેર રીતે તેવી દીક્ષા આપનારને શિષ્યચર કે મનુષ્યહારક કહી નિંદવાના પ્રસંગે પણ ઊભા થવા લાગ્યા. અવિચારી, અવિવેકી અને શિષ્યલાલચી ગુએ અપવાદને મને ભૂલી જવાથી અને તેને ઉત્સર્ગનું રૂપ આપવાથી જ્યારે શાસનને વગેવવામાં કારણભૂત થવા લાગ્યા ત્યારે વળી પેલા અપવાદમાં સુધારો કરવાની આચાર્યોને ફરજ પડી; અને તેથી જ આપણે ભાષ્ય અને ચૂર્ણિમાં સ્પષ્ટ વાંચીએ છીએ કે જ્યાં દીક્ષા લેનારના લાગતાવળગતાઓ બળવાન હેય રાજ્યાશ્રય પણ તેમના પક્ષમાં હોય, અને જૈન ધર્મ વગેવાવાને સંભવ હોય, તેમ જ કેટે કે ન્યાયાલયોમાં ઘસડાવાને પ્રસંગ ઊભો થતો હોય ત્યાં ગમે તેટલી ઉમર મોટી હોવા છતાં પણ અસમ્મત દીક્ષા ન આપવી, અને દેશકાળ તેમ જ પરિસ્થિતિને વિચાર કરો. આટલા સુધારાથી પણ જેઓ પેલા અપવાદને દુરુપયોગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13