Book Title: Shishya Chorini Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249203/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા [૨૦] આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટ રહી ન શકે. બીજી બાજુ આખેય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઉથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂતી નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારે ઝપાટાબંધ મેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુકત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલ ઉપર વિચાર કરે છેડી શિષ્યચોરી જેવા સુત્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તે એ ક્ષક વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થ સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચેરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન રેકયું છે, અને એ વિષય ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છે કે નહિ ?”—એના જે માત્ર કાલ્પનિક ચર્ચાનો વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચેરીમાં માનનારા એને શાસ્ત્રસમ્મત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે; એટલે શિષ્યચેરીના હિમાયતીએ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં લોકે લગભગ આખા સાધુવર્ગને ખેજા અને પઠાણની જેમ બાળકોર માને છે અને સીધી કે આડકતરી રીતે લે કે તેમની સાથે મનુષ્યર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યરીના હિમાયતી ગૃહસ્થ પણ પિતાનાં બાળક-બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તે આ બાબતને ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. જોકે, ખાસ કરી સાધારણ લે કે, એમ જ માને છે કે “શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે.” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લેકોના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાને લાભ લઈ દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહા શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસમ્મતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમને વિષેધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ શિખરીની મીમાંસા [ ૩૯૩ -સમ્મત નથી એમ કહી તેને ભારે વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણીવાર મારામારી અને કેટે ચઢવા સુધીના પગલામાં પરિણમે છે. એ ઝરે તેથી વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાયું છે. આ ચર્ચામાં કઈ પણ એક પક્ષનું અનુસરણ કરવાને ઈરાદે નથી. જે પ્રમાણે બન્ને પક્ષકાર શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેને તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કર એ જ આ ચર્ચાને ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પરત્વે જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છેઃ એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનાર; બીજે, તેને તદ્દન વિરોધ કરનારો; અને ત્રીજે, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષને લાભ લેનારે. કોઈ પણ વિષય ઉપર વિચાર કરવામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પિતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જે છે તે આખોય વર્ગ શિષ્યહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉપર ઉપરથી જોતાં શિખ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણી દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખેય જૈનસમાજ આ ઝેરીલી અથડામણને ભાગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એને ખુલાસે સ્વતંત્ર અદ્ધિથી અને શાસ્ત્રના આધારેથી એમ બંને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચું ખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તે આ વિષય પર કોઈ પણ નિર્ણય બાંધવા માટે કોઈને આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તે તદ્દન સહેલાઈથી કિંઈ પણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તે આ પ્રશ્નને ખુલાસે શાસ્ત્રીય દષ્ટિએ જ કરવાનો હેઈ બુદ્ધિનો ઉપયોગ મુખ્યતઃ શાસ્ત્રના પ્રમાણને આધારે જ કરવાને છે. જૈન સાધુની આખી જીવનચય અહિંસા આદિ પાંચ મહાવ્રતને આધારે જ હેવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહાતે જૈનપણાના પાયા ઉપર જાયેલાં છે. જૈન પાછું એટલે લેભ, લાલચ, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] દર્શન અને ચિંતન ભય આદિ વિકારે પર વિજય અથવા એ વિજય માટે પ્રયત્ન. હિંસા હોય કે અસત્ય, ચોરી હોય કે પરિસહ, એ બધા દે જેનવના વિરોધી છે, તેથી જૈનત્વને ધારણ કરનાર કે તેની સાચી ઉમેદવારી કરનાર સાધુ એ દોષને હંમેશને માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતના નામથી ઓળખાય છે. એમાં ત્રીજું મહાત્રત અદત્તાદાનવિરમણ આવે છે. એનો પૂલ શબ્દાર્થ એ છે કે કોઈ પણ વસ્તુ તેના માલિકની રજા સિવાય લેવાને સદંતર ત્યાગ.” જેમ દરેક મત કે નિયમની પાછળ એના શબ્દાર્થ ઉપરાંત એને વિશિષ્ટ ભાવ હોય છે તેમ આ ત્રીજા મહાવ્રતની બાબતમાં પણ છે. “માલિકની પરવાનગી સિવાય તેની ચીજ લેવાને ત્યાગ એ ત્રીજું મહાવ્રત” એટલે માત્ર શાબ્દિક અર્થ લઈને કોઈ તેને વળગી રહે તે તે તે ઘણે અનર્થ પણ કરી બેસે. દાખલા તરીકે કઈ એમ કહે કે ઉપરના અર્થ પ્રમાણે તે એ મહાવ્રતને અર્થ કાઈની માલિકીની ચીજ જ પરવાનગી સિવાય લેવાને ત્યાગ થાય છે, તેથી કાંઈ ભાલિકી વિનાની ચીજ લેવાનો ત્યાગ થતો નથી. જેમ હવા પ્રકાશ આદિ ભૌતિક તને જીવનમાં ઉપગ દર ક્ષણે કોઈ મનુષ્યની પરવાનગી સિવાય જ કરીએ છીએ તેમ બીજી પણ કોઈ વસ્તુ, જેની માલિકીને સ્પષ્ટ દાવો કરનાર કોઈ ન હોય તે, લેવામાં શી અડચણ છે? કારણ કે, જ્યારે તેને કોઈ વાંધે લે એ માલિક જ નથી તો પછી તેને ઉપયોગ કરો એ અદત્તાદાન શી રીતે હોઈ શકે? એવી દલીલ કરી તે અદત્તાદાન ત્યાગની પ્રતિજ્ઞા લેનાર કોઈ એકાંત ખૂણેથી મળી આવનાર ધનને અગર તે જંગલમાં માલિક વિનાનાં રખડતાં તદન અનાથ બાળક-બળિકાઓને સંગ્રહ કરે, અથવા તે જેમાં લવલેશ પણ કોઈની માલિકીનો દાવો નથી એવી જાતપ્રતિષ્ઠા સાચવવાની અને મેળવવાની પાછળ ગાંડાતૂર થઈ જાય તે શું એ અદત્તાદાનત્યાગની પ્રતિજ્ઞા પાળે છે એમ કાઈ કહી શકશે? જો એણે કોઈની માલિકીની ચીજ લીધી નથી અને લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી તો એને શા માટે પ્રતિજ્ઞા પાળક કહેવો ન જોઈએ ? અને આવા ત્રીજી મહાવ્રતના ધારણ કરનારને જૈન શાસ્ત્રની દષ્ટિએ કઈ માણસની માલિકી વિનાની ધનસંપત્તિ કે બીજી ચીજ લેવાની. અડવાની, અને વાપરવાની શા માટે છૂટ ન હોવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે આપણને તરત જ જણાઈ આવે છે કે નહિ નહિ, શબ્દના સ્થૂળ અર્થ ઉપરાંત પ્રતિજ્ઞાની પાછળ એને ખાસ પ્રાણ કે ભાવ પણ હોય છે. પ્રતિજ્ઞાનો સમગ્ર ભાવ ધૂળ અને પરિચિત શબ્દોમાં સમાઈ નથી શકતો, એને બુદ્ધિ અને વિચારથી ગ્રહણ Page #4 -------------------------------------------------------------------------- ________________ શિષ્યરીની મીમાંસા [૩૯૫ કરવાનો હોય છે. ત્યારે એ જોવું રહે છે કે અદત્તાદાનત્યાગ મહાવ્રતનો ભાવ શું છે ? જેનલના પાયા ઉપર લેવામાં આવતી ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાને સાચે અને પૂરે ભાવ તે લેભ અને ભયના ત્યાગમાં છે. સામાન્ય રીતે કોઈ એક માણસ બીજાની માલિકીની ચીજ તેની પરવાનગી સિવાય લે છે ત્યારે કાં તે તેનામાં અમુક લાલચ હોય છે અને કાં તો અમુક ભય હોય છે. લેભ અને ભય જેવી મેહજન્ય વૃત્તિઓ જ અદત્તાદાનની પ્રેરક હોય છે, તેથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા પાળ ખરે હેતુ એવી વૃત્તિઓને જ ત્યાગ કરવાનો હોય છે. જેનામાં લાભ અને ભય જેવી વૃત્તિઓ જ નથી હોતી તેનું જીવન સ્વાભાવિક રીતે જ અદત્તાદાનથી મુક્ત હોય છે—પછી ભલે તે હવા આદિ ભૌતિક તત્ત્વને ઉપયોગ કરતા હોય અથવા તો અકસ્માત સાંપડેલ સેનાના સિંહાસન ઉપર તે જઈ પડ્યો હોય. જેણે લેભ ભય આદિ વૃત્તિઓ તી નથી, પણ એમને જીતવાને જેને પ્રયત્ન ચાલુ છે તે માલિકીવાળી કે બિનમાલિકીની કઈ પણ નાની કે મોટી, જડ કે ચેતન વસ્તુને લેભ કે જ્યાંથી પ્રેરાઈ નહિ અડે, નહિ. સંધરે અથવા આપોઆપ આવી પડેલ વસ્તુ પાછળ પણ કલેશ નહિ પિશે. સારાંશ એ છે કે ત્રીજા મહાવ્રત દ્વારા નિર્લોભપણું, નિર્ભયપણું પિષવાનું હોય છે, અગર તે પ્રગટાવવાનું હોય છે. જ્યાં નિર્લોભપણું અને નિર્ભયપણામાં ખલેલ પહોંચે ત્યાં દેખીતી રીતે ત્રીજા મહાવતને સ્થૂલ અર્થ ખંડિત થયેલ ન જવા છતાં જૈન દૃષ્ટિએ ત્રીજા મહાવ્રતને તેટલે અંશે ભંગ જ છે; અને જ્યાં નિર્લોભવ આદિ મૂળ વસ્તુ અબાધિત હોય ત્યાં દેખીતી રીતે કોઈ વાર ત્રીજા મહાવ્રતને ભંગ પણ લાગે છતાં વાસ્તવિક રીતે તેવા દાખલાઓમાં ત્રીજું મહાવત અખંડિત જ હોય છે. ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાના અર્થ વિશે અહીં જે સહજ લંબાણ ચર્ચા કરી છે તે પ્રસ્તુત વિષયની સાથે ખાસ સંબંધ હોવાને લીધે જ કરેલી છે.. માબાપ કે બીજા ખાસ લાગતાવળગતાની સમ્મતિ લઈદીક્ષા લેવી અગર એવી સમ્મતિ મેળવનારને જ દીક્ષા આપવી એ “સભ્યત--દીક્ષા” કહેવાય અને સમ્મતિ સિવાય ફેસલાવીને, નસાડી ભગાડીને કે બીજી કોઈ પણ રીતે દીક્ષા આપવી તે “અસમ્મત દીક્ષા ” કહેવાય; જરા કડક શબ્દોમાં છતાં સાચા અર્થમાં તેને શિયહરણ પણ કહેવાય. મૂળ આગમાં, ખાસ કરી પ્રાચીન અને વિશિષ્ટ આગમાં, એવું સ્પષ્ટ અને ખુલાસાવાર વિધાન નથી કે “દીક્ષા લેનારે અમુક અમુક લાગતાવળગતાઓની પરવાનગી લઈને જ દીક્ષા લેવી અને તે સિવાય ન લેવી ” તેમ જ દીક્ષા આપનાર માટે પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ -૩૯૧] દર્શન અને ચિંતન તેમાં એવું વિધાન કયાંય નથી કે “જે અમુક લાગતાવળગતાઓની પરવાનગી મેળવે તેને જ તેણે દીક્ષા આપવી અને બીજાને ન આપવી.' આવું સ્પષ્ટ વિધાન દીક્ષા લેનાર કે આપનાર માટે ન હોવા છતાં ભગવાન મહાવીરના દાખલામાં અને તેમના સંબંધારણના ઇતિહાસમાં જે દાખલાઓ અંગ-ઉપાંગમાં નોંધાયેલા મળે છે તે બધા જ દાખલાઓમાં એક જ બીના છે, અને તે એ કે દીક્ષા લેનાર માબાપ અને સ્ત્રી આદિની પરવાનગી લઈને જ દીક્ષા લે છે અને દીક્ષા આપનાર તેવી સંમતિ લેનારને જ દીક્ષા આપે છે. એટલે કે જ્યાં સુધી મૂળ અંગ-ઉપગેને લાગે છે ત્યાં સુધી સમ્મત દીક્ષાના જ સ્પષ્ટ દાખલાઓ મળે છે. આ પરંપરા ભગવાન મહાવીરથી લગભગ સે વર્ષ લગી નિરપવાદ રીતે એકસરખી ચાલુ રહે છે. નથી તે ખુદા ભગવાને એમાં અપવાદ સેવ્યો કે નથી તેમના તેટલા વખત સુધીના શિષ્ય પરિવારે અપવાદ સેવ્યો. સંમતદીક્ષાનું સ્પષ્ટ વિધાન આગમોમાં ન હોવા છતાં સંમતદીક્ષાના નિયમનું આટલું કડક અને સેક્સ પાલન કેમ કરવામાં આવ્યું અને કેમ ચાલુ રહ્યું ? એનો વિચાર કરતાં કંઈ પણ બુદ્ધિમાન સહેજે સમજી શકશે કે અસંમતદીક્ષામાં ત્રીજા મહાવ્રતને ભાવ, શાબ્દિક કે આર્થિક દૃષ્ટિએ, ભંગ થવાનો સંભવ ઊભો થાય છે, અને જૈન શાસ્ત્રો જેમાં મહાવ્રતના ભંગને સંભવ હોય એવી કોઈ પણ બાબતને આચરવામાં સંમત થઈ શકે નહિ. જે શાસ્ત્ર અને જે શાસ્ત્રના પ્રણેતાને એકમાત્ર ઉદ્દેશ -શાંતિ અને ચિત્તશુદ્ધિને હોય તે શાંતિની વિરાધી અને ચિત્તશુદ્ધિમાં ખલેલ પહોંચાડનારી કાઈ પણ બાબતને માન્ય રાખી શકે નહિ. દલીલ ખાતર થોડી વાર એમ માની લેવામાં આવે કે અસંમતદીક્ષામાં દીક્ષા આપનારને હેતુ સ્વપરકલ્યાણને હેય છે, તો પણ એ કહેવું જોઈએ કે જૈન આગમ અને ખુદ ભગવાન મહાવીરે તેવી અસંમતદીક્ષાની હિમાયત નથી કરી, એક પણ દાખલામાં તેમણે એને સ્થાન નથી આપ્યું, તેનું શું કારણ ? તેનું કારણ એ જ સંભવે છે કે જે સ્વપકલ્યાણના હેતુ હોય તો પછી અધીરાઈ અને ઉતાવળ કરવાથી શું ફાય? એક બાજુ અસભ્યતદીક્ષાને પરિણામે લાગતાવળગતામાં કલેશ કંકાસ વધે, દીક્ષા આપનાર ઉપર તહેમત મુકાય, તે કદાચ જોખમમાં પણ પડે, તેને લીધે આ ધર્મસંધ નિંદાપાત્ર બને અને જૈન જેવા શુદ્ધ ધર્મની હિમાયત કરનારાઓ ઉપર જાતજાતનાં કલકે મુકાય, તે કરતાં દીક્ષા લેનારની બુદ્ધિ જાગ્રત કરી તેને વિચાર કરવાની અને સંયમ કેળવવાની ઘેર બેઠાં તક આપવી, એ શું બેટી છે? કલ્યાણની ખરી ઈચ્છા જેનામાં જાગી હોય તે ન છૂટકે જ ઘરમાં રહેતો હશે તો પણ ધીરજ અને સંયમની Page #6 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચારીની મીમાંસા [ ૩es • વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરાધીઓ પણ આપોઆપ સમ્મત થશે. જૈન ધર્મમાં ધૈર્ય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઇચ્છા જન્મે અને દીક્ષાની સમ્મતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં વૈય અને સહનશીલતા કુળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ, અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારેાએ ભગવાનના જ્જનનુ એ તત્ત્વ જાણી લઈને અમલમાં મૂકયું હતુ. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકામાં એક પણ દાખલા અસમ્મત દીક્ષાને નથી શ્વેતા. આ રીતે સમ્મતદીક્ષાની પર પરા મૂળમાં તે ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસભ્યતદીક્ષા આપવાનો વિચાર કરવા કે તેવી દીક્ષા લેવાને વિચાર કરવા એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવું જ થઈ પડ્યું. જૈન શ્રમણુસ ધની કહા કે જૈનધર્માંની કહે!, પ્રતિષ્ઠાના આધાર માત્ર મહાવ્રતા છે. અસમત દીક્ષાથી મહાવ્રતને। ભંગ ન થતા હાય તેવા દાખલામાં પણુ મહાવ્રતના ભંગ વિશે કે મહાવ્રત દૂષિત થવા વિશે શંકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમસંધ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સધે સમ્મતદીક્ષાની પરંપરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સમ્મતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ ખતી ગયું. ભગવાનના સંધને લગભગ સો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખા વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંધ ફેલાયો હતો. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન દરજ્જાના લોકો એમાં દાખલ થઈ ચૂકયા હતા, અને દાખલ થતા જતા હતા. સંધતી આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાખે ગાળે કાઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવુ નથી. એક પ્રસંગ ઊભા થાય છે. તે આય રક્ષિતને છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠા સૈકાના છે. આય રક્ષિતે આય તાલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે આપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સમ્મતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસમ્મતિને તો સવાલ જ નહાતા. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસમ્મતિ અને તે પણ વિરાધ વિનાની અસન્મતિ છતાં આય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન Page #7 -------------------------------------------------------------------------- ________________ કલ૮ ] દર્શન અને ચિંતન શાસ્ત્રોમાં પ્રથમ નિ%િ કહેવામાં આવી છે. આ કથનની પાછળ ભારે મહત્ત્વના મુદ્દાઓ સમાયેલા છે. ] આ કિસ્સો બહુ અગત્યને હોવાથી ટૂંકમાં તેનું વર્ણન આપી તેનું પૃથક્કરણ કરવું જરૂરી છે. આર્ય રક્ષિત જ્યારે બાવીસ વર્ષ જેટલી તરણું - ઉંમરના હતા ત્યારે પુષ્કળ વિદ્યાઓને અભ્યાસ કરી સ્નાતકની પદે ઘેર પાછા ફર્યા. માતાને પૂર્ણ સંતોષ થે હજી બાકી જ હતા. તેથી તેણે પુત્રને એ શાસ્ત્રવિધાન કહ્યું કે જ્યાં લગી દષ્ટિવાદ નામક જૈન શાસ્ત્ર તું નથી ભર્યો ત્યાં લગી તારે અભ્યાસ અધૂરે કહેવાય. પુત્ર તે વિદ્યાભૂખ્યો હતો અને તેમાં વળી ખુદ માતાની પ્રેરણું, એટલે તે જરા પણ થોભ્યા વિના બેલ્યો કે એ શાસ્ત્ર મારે કયાં શીખવું ? માતાએ પોતાના ભાઈ જે એક વિદ્વાન અને પ્રધાન જન આચાર્ય હતા અને જેમનું નામ આર્ય તસલિપુત્ર હતું, તેમની પાસે જવા સૂચના કરી. આર્ય રક્ષિત ત્યાં પહોંચે. આચાર્યે ભાણેજને કહ્યું કે નદીક્ષા લીધા સિવાય એ શાસ્ત્ર શીખી શકાય નહિ, તેમ જ અદીક્ષિતને અમારાથી શીખવી પણ ન શકાય. વિદ્યાભૂખ્યા આર્ય રક્ષિતે દીક્ષા લીધી અને એ શાસ્ત્રને અભ્યાસ કર્યો. અને દીક્ષામાં તેમનું મન ઠર્યું અને તે એક અસાધારણ વિદ્વાન તથા વિશિષ્ટ આચાર્ય થયા. આ દાખલામાં નીચેની બાબતો ખાસ ધ્યાન દેવા જેવી છે : (૧) આર્ય રક્ષિત બાવીસ વર્ષ જેટલી પાકી ઉંમરના હોવા ઉપરાંત વિશિષ્ટ વિદ્યાભ્યાસી હોઈ સ્વયં નિર્ણય કરવાની શક્તિવાળા હતા. (૨) તે વિવાહિત ન જ હતા. " (૩) આચાર્યે તેમને ફોસલાવવાને, નસાડવા કે બીજો કોઈ તે અયોગ્ય માર્ગ અવલંબે જ ન હતું. એટલું જ નહિ, પણ આચાર્યો આર્ય રક્ષિતની માતાને એટલે પિતાની બહેનને સુધ્ધાં આ વિશે કાંઈ કહ્યું ન હતું કે તું છોકરાને વિદ્યાભ્યાસ નિમિતે મારી પાસે મોકલ અથવા તું એને દીક્ષા લેવા દે અથવા બીજી કોઈ પણ લાલચ તેને આપી ન હતી. ઊલટું, તેમણે તે સીધી અને એખી રીતે આર્ય રક્ષિતને એટલું જ કહ્યું કે અમારે ધર્મ દીક્ષિતને જ શાસ્ત્ર શીખવવાને છે. (૪) દીક્ષા લીધા પછી કે દીક્ષા લેતી વખતે નથી માતાએ વિરોધ કર્યો કે નથી પિતાના વિરોધને ઉલ્લેખ–એટલું જ નહિ, પણ આર્ય રક્ષિતના પિતાએ પિતાની પત્ની સાથે પણ કોઈ જાતને કલેશ કર્યો ઉલ્લેખ– Page #8 -------------------------------------------------------------------------- ________________ શિચેરીની મીમાંસા [ ૩૮૯ નથી. એ જ રીતે દીક્ષા આપનાર આચાર્ય સાથે પાછળથી કલેશ થયાનો અગર તે બીજી કોઈ પણ ખેંચતાણ થયાને કશે જ ઉલ્લેખ નથી. આ કિસ્સામાં પરંપરાથી ચાલી આવતી દીક્ષાવિધિમાં જે કાંઈ ઊણપ હેય તે તે એટલી જ હતી કે આચાર્યો દીક્ષાના ઉમેદવાર રક્ષિતને તેના પિતાની સમ્મતિ મેળવવા વાસ્તે પાછો મોકલવા ઉપર ભાર ન આવે અને તેની માતાની સમ્મતિથી જ સતિષ માની લીધો. એક બાજુ દીક્ષા લેનાર આગળ જતાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રસિદ્ધ થયેલ આર્ય રક્ષિત અને બીજી બાજુ નિઃસ્પૃહ, નિર્ભય અને નિષ્કપટ તેમજ અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ દીક્ષા આપનાર આચાર્ય તસલિપુત્ર, ત્રીજી બાજુ શિષ્ય અને ગુરુ વચ્ચે મામા ભાણેજને સંબંધ અને ચેથી બાજુ બહેને પિતે જ વગરમાગે ભાઈ આચાર્ય પાસે પુત્રને મોકલ્યો–આટલી સુસ્પષ્ટ અને સતિષપ્રદ બીના હોવા છતાં ફક્ત પિતાની અસમ્મતિને કારણે આ કિસ્સાને પ્રથમ શિષ્યનિષ્ફટિકા” કહેવામાં આવેલ છે. આ કથન અનેક મહત્ત્વની બાબતે ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પહેલી બાબત તે એ છે કે જ્યારે ફક્ત પિતાની જ અસ સ્મૃતિવાળી દીક્ષા શિષ્યનિષ્ફટિકા ગઈ ત્યારે ભગવાનથી માંડી તે જમાના સુધીના છ વર્ષ જેટલા ગાળામાં દીક્ષા લેનાર અને આપનાર માટે ઉમેદવારે પિતાના લાગતાવળગતા બધા જ પાસેથી સમ્મતિ મેળવવાનું ઘેરણ કેટલું મજબૂત અને અનિવાર્ય હતું એ સૂચિત થાય છે. એ સૂચનાની પિષક આગમવર્ણિત કથાઓ ઉપલબ્ધ છે. બીજી બાબત એ છે કે આ શિષ્યનિટિકા પ્રથમ ગણાઈ છે, એટલે આ કિસ્સાની નેધ કરનારાઓ બધા જ એમ જાણતા હોવા જોઈએ કે આર્ય રક્ષિત પહેલાં એકે કિસ્સામાં અસમ્મત દીક્ષાનો પ્રસંગ બન્યું જ નથી અને માત્ર આર્ય રક્ષિતને જ પ્રસંગ પહેલે છે, અને એ પ્રસંગ પહેલે હોવાથી જ તેમ જ સમ્મતિપૂર્વક દીક્ષા લેવા અને દેવાની પરંપરા અતિ સખત અને અતિ માન્ય હોવાથી જ ફક્ત પિતાની અસમ્મતિવાળા નજીવા કિસ્સાને પાછળથી અને તે વખતે શિષ્યનિષ્ફટિકા જેવું મોટું રૂપ આપવામાં આવ્યું. આર્ય રક્ષિતને દાખલે બની ગયે, પણ પાછળથી એનો ઉપયોગ બહુ અઘટિત રીતે થવા લાગ્યો. અત્યાર લગી એકસરખી ચાલી આવેલી સમ્મતદીક્ષાની પરંપરામાં એક નવી ચિરાડ પડી. તેને કેટલાક અલ્પા અને અવિચારી ગુરુઓએ માટે દરવાજો બનાવવાનું શરૂ કર્યું. આર્ય રક્ષિતના દાખલાને ઉપયોગ કરી ઘણુ વગરસમ્મતિએ દીક્ષા આપવા લાગ્યા અને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ 1 દર્શન અને ચિંતન પછી તે એ શિથિલતા એટલે સુધી વધી કે ન જેવાતે ઉમરને ભેદ કે ન જોવામાં આવતું દીક્ષા લેનારનું વિવાહિતપણું કે અવિવાહિતપણું; અને દીક્ષા લેનારને ભેળવવાની, નસાડવાની અને છુપાવવા આદિની બધી પ્રપંચક્રિયામાં એ શિથિલતા પરિણમવા લાગી. આ ભયંકર સ્થિતિ જોઈ આચાર્યોને અપવાદ, દાખલ કરવામાં બે તરફ ધ્યાન રાખવાનું હતું : એક તે એ કે આર્ય રક્ષિતની જે શુભ પરિણામકારક ઘટના બની ગઈ હતી તેને બચાવ કરે અને બીજું એ કે તે ઘટનાને અઘટિત રીતે થતા ઉપયોગ અટકાવ. આ કારણથી જે અપવાદવિધાન આગમ અને નિયંક્તિમાં ન હતું તે ભાષ્યકાળમાં ભાષ્યમાં દાખલ થયું. તેમાં આચાર્યોએ શિષ્યનિષ્ફટિકાના સંબંધમાં ખુલાસો કર્યો કે સેળ વર્ષ સુધીની ઉંમર સુધીમાં અસમ્મત દીક્ષા શિષ્યનિષ્ફટિકામાં આવે છે અને તેથી ઉપરની ઉંમરમાં શિષ્યનિષ્ફટિકાને આરેપ લાગુ નથી પડતો. આ રીતે આર્ય રક્ષિતની ઘટનાને બચાવ કરવા અને તેને દુરુપયેગ થતું અટકાવવા આચાર્યોએ અમુક અપવાદવિધાન કર્યું તે ખરું, પણ જેમ સર્વત્ર અને સદાકાળ બનતું આવ્યું છે તેમ એ અપવાદવિધાનને પણ દુરુપયોગ થવા લાગે, અને તે એ રીતે કે સેળથી વધારે વર્ષની ઉંમરનાને દીક્ષા આપવામાં સમ્મતિનું ધેરણ સચવાવા ન લાગ્યું; અને ઘણુંવાર તે તેવી ઉંમરનાને સમ્મતિ વિના જ ઉસર્ગમાર્ગ તરીકે દીક્ષા આપવાના કિસ્સાઓ બનવા લાગ્યા. તેને પરિણામે ઘણીવાર દીક્ષા આપનારને દીક્ષિત ઉમેદવારના લાગતાવળગતા પકડવા લાગ્યા, અને ક્યારેક ક્યારેક અદાલતોમાં ઘસડવા પણ લાગ્યા. ઘણીવાર ન્યાયાલયોમાં આવા કિસ્સાઓના મુકદ્દમાઓ પણ ચાલવા લાગ્યા. કોઈ વાર દીક્ષા આપનાર પિતાના અન્યાયને લીધે હારી પણ જતા અને ઘણીવાર જાહેર રીતે તેવી દીક્ષા આપનારને શિષ્યચર કે મનુષ્યહારક કહી નિંદવાના પ્રસંગે પણ ઊભા થવા લાગ્યા. અવિચારી, અવિવેકી અને શિષ્યલાલચી ગુએ અપવાદને મને ભૂલી જવાથી અને તેને ઉત્સર્ગનું રૂપ આપવાથી જ્યારે શાસનને વગેવવામાં કારણભૂત થવા લાગ્યા ત્યારે વળી પેલા અપવાદમાં સુધારો કરવાની આચાર્યોને ફરજ પડી; અને તેથી જ આપણે ભાષ્ય અને ચૂર્ણિમાં સ્પષ્ટ વાંચીએ છીએ કે જ્યાં દીક્ષા લેનારના લાગતાવળગતાઓ બળવાન હેય રાજ્યાશ્રય પણ તેમના પક્ષમાં હોય, અને જૈન ધર્મ વગેવાવાને સંભવ હોય, તેમ જ કેટે કે ન્યાયાલયોમાં ઘસડાવાને પ્રસંગ ઊભો થતો હોય ત્યાં ગમે તેટલી ઉમર મોટી હોવા છતાં પણ અસમ્મત દીક્ષા ન આપવી, અને દેશકાળ તેમ જ પરિસ્થિતિને વિચાર કરો. આટલા સુધારાથી પણ જેઓ પેલા અપવાદને દુરુપયોગ, Page #10 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા [ ૪૦૧ કરતા ન અટકો તેઓને લક્ષીને વળી તે જ પ્રમાં આગળ જતાં આચાર્યોને સ્પષ્ટ કહેવાની ફરજ પડી કે જેઓ આર્ય રક્ષિતના આપવાદિક દાખલાને સામાન્ય નિયમ તરીકે ગણી અસમ્મત દીક્ષા આપે જાય છે તેઓ મંદધર્મ અર્થાત, ધર્મભ્રષ્ટ છે અને તેઓ મૂળને–ઉત્સર્ગ નિયમને-છોડી અપવાદને વળગેલા છે. તેમનું આ વર્તન મૂળમાંથી ઉખડી ગયેલા અને માત્ર થડ કે શાખાઓ ઉપર રહેલા વટવૃક્ષ જેવું છે, એટલે કે, જેમ મૂળમાંથી ઉખડી ગયેલ વટવૃક્ષ ગમે તેવાં થડ અને ડાળો હોવા છતાં પણ જીવિત કે રક્ષિત ન રહી શકે તેમ જેઓ સમ્મત દીક્ષાના ઉત્સર્ગ નિયમને બાજુએ મૂકી અસમ્મત દીક્ષાના અપવાદવિધાનને જ મુખ્યતઃ આગળ ધરે છે અથવા તેને અવલંબે છે તેઓ તીર્થ કરની આજ્ઞાને છોડી આડે રસ્તે ચાલતા હોવાથી અનુક્રમે ચારિત્રભ્રષ્ટ જ થાય છે. ભાષ્ય અને ચૂર્ણિન આ છેલ્લા અને સખ્ત કથન ઉપરથી તે વખતની ગુઓની દીક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર બહુ સ્પષ્ટ પ્રકાશ પડે છે અને આર્ય રક્ષિતને દાખલ કેટલે અંશે સ્વીકારવા યોગ્ય છે એ બાબત ઉપર જરા પણ શંકા ન રહે તે પ્રકાશ પડે છે. અહીં સુધી તે ઉત્સર્ગ અને અપવાદને લગતી જે ટૂંક હકીકત મળે છે તેની વિચારણા થઈ. પરંતુ ઉત્સર્ગ અને અપવાદ એ શી વસ્તુ છે? એ બન્નેને શું સંબંધ છે? અને કઈ હદ સુધી એ સંબંધ સચવાઈ રહે છે? એ વસ્તુ જાણ્યા વિના પ્રસ્તુત ચર્ચા અસ્પષ્ટ અને અધૂરી રહે. તેથી ટૂંકમાં એ વિશે પણ કંઈક લખી દેવું જોઈએ. ' ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ. એ નિયમ કઈ એક તત્વ ઉપર ઘડાયેલ હેય છે. અપવાદ એટલે વિશેષ નિયમ. એ પણ ઉત્સર્ગને જ તત્વ ઉપર ઘડાયેલું હોય છે. ઉત્સર્ગને પ્રદેશ વિસ્તૃત હોય છે, અને અપવાદને પ્રદેશ ઉત્સર્ગના પ્રદેશમાંથી જ કપાતો હોવાથી તે સ્વાભાવિક રીતે જ તેના કરતાં ટૂંકે હેય છે. ઉત્સર્ગ અને અપવાદને સંબંધ પિષ્યષપણાનો છે; એટલે કે, અપવાદ એ ઉત્સર્ગને પિષક હોય છે, અને તે જ્યાં લગી ઉત્સર્ગને પિષક રહી શકે ત્યાં લગી જ તે અપવાદ ગ્રાહ્ય છે, અને પછી તે તે ત્યાજય બને છે. અપવાદ એ પ્રાસંગિક એટલે કોઈક જ સ્થળમાં અને કોઈ જ કાળમાં સ્થાન લે છે, જ્યારે ઉત્સર્ગ સર્વ દેશ અને સર્વ કાળમાં ચાલુ રહે છે. પ્રસ્તુત બાબતમાં ઉત્સર્ગ–અપવાદ આ રીતે સમજી શકાય. સમ્મત દીક્ષાને ફલિત નિયમ એ ઉત્સર્ગ છે અને તે નિર્લોભવ તેમ જ શાસનપ્રતિષ્ઠાના તત્ત્વ ઉપર સ્થિર છે. અસમ્મત દીક્ષાને અપવાદ છે અને જ્યાં લગી એ તત્ત્વોને પિષક હોય છે અને ત્યાં લગી જ તે અપવાદકોટિ તરીકે ૨૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] દર્શન અને ચિંતન ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સંગેની મર્યાદા હેય છે. એ મર્યાદાને સૂક્ષ્મ વિચાર સાધારણુ લેકે ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડયું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મંદિધર્મ અને મૂલચુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસમ્મત દીક્ષા લેનાર અને આપનારમાં લાભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દો હવા ન જોઈએ. આ દેશે મારા પિતામાં નથી અથવા તે તદન ઓછા છે એમ તે સૌ કઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લેકેની એકમતી અથવા બહુમતીથી અથવા તે સમગ્ર સંધની સમ્મતિથી જ થઈ શકે. જેનામાં લેભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્ય માટે લાંચ કેમ આપે? તેમને નસાડે કેમ? બીજાને ત્યાં છુપાવે કેમ? સીધી કે આડકતરી રીતે હું બેલે અને બેલાવે કેમ? દાવપેચ અને જૂઠાણાં સેવે કેમ ? મારપીટ, લડાલડી અને કોટબાજીમાં રસ લે કેમ? જેઓને શાસનને સાચે આદર હોય તેઓ પિતે જાણી જોઈને કેટે ઘસડાય એવા પ્રસંગે ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકવો પડે અગર તે જાહેર સ્થાનમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધમહેલનમાં ભાગીદાર થવાની સ્થિતિ એ લેક પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણી લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગને પિષક મટી ઘાતક થવા લાગે છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તે ચેખું લાગે છે કે અસમ્મત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધમીની પ્રવૃતિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે ચોમેર ચાલતી ઝગડાબાજી, કોર્ટબાજી અને કલેશપ્રવ્રુત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંધ ભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરા તો એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પિતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારે ઠરાવ ધારાસભામાં લાવ પડ્યો છે. શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ ? સાધારણ લેકે તે નથી રહેતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રનો વિવેક કરી શકે. હજાર વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણું લેકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણીવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ શિખરીની મીમાંસા [ ૪.૩ તા એક બીજાથી તદ્દન વિધી અને અસંગત વિધાના પણ મળી આવે છે. દરેક જણ પોતાને ફાવતું વાકય લઈ તેને આધારે પેાતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાના પ્રયત્ન કરે તે હિંસા, મૃષાવાદ, ચારી અને વ્યભિચારાદિ દોષોનુ પાષણ થઈ શકે એવા પ્રસંગે પણ તેમાંથી મળી આવવાને અથવા તે ઉપજાવી શકાવાને ચાસ સભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરોધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રબ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહો કે જેનાથી ક્લેશનુ પોષણ ન થાય તેશાસ્ત્ર. જૈન શાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કાઈ પણ કારણને લીધે એમ લખાયેલું સુધ્ધાં મળે છે કે સીધી રીતે વડીલે કે લાગતાવળગતાએ સમ્મતિ ન આપે તે। દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપ’ચબાજી પણ રમે અને એ પ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કાઈ પણ સયાગોમાં, કાઈ પણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈ એ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારો કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તે એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે એ કે સત્ય તેમ જ સરળતા ખાતર અસત્ય અને ફૂડકપટનું સેવન, અથવા એમ કહે કે અહિંસા ખાતર હિંસાના પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની ખાખત આવે ત્યાં ધેરી માગ પ્રમાણે જ વર્તવાના સુવર્ણ નિયમ શાસ્ત્રસમ્મત છે. જૈન શાસ્ત્રના મુખ્ય પાયા તા અનેકાંતદૃષ્ટિ છે. ઉપર જે અસમ્મત દીક્ષાના અપવાદો ગ્રન્થામાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાન્તદૃષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસમ્મત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે; એટલે કે, તે નૃત્યને ત્રીજા મહાત્રતના ભંગ તરીકે ગણી એ દોષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિત્તાનુ વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો ફ્રાઈ સાતિશય જ્ઞાની અતિ ઉજ્જવળ ભાવી જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનુ અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એવા અમેાબહસ્ત હાય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાને જ ન હેાય તો તેવા જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સમ્મત દીક્ષા આપે—આવું પણ કથન છે. અત્યારે આ આપવાદિક કથનના ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મના ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં ભાળકખાળિકાને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શેધી કાઢી તેમને સમ્મત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા નાનીએ જો આજે હોય તે તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈ એ ? તેમને તે ખાળાને નસાડવાને, ભગાડવાના અને Page #13 -------------------------------------------------------------------------- ________________ 404] દર્શન અને ચિત્તના ગમે તેવો દાવપેચ ખેલવાને શાસ્ત્રમાં પરવાને છે. જે એમ કહેવામાં આવે કે ભલે શાસ્ત્રમાં સગીર ઉમરનાને સમ્મત દીક્ષા આપવાની છૂટ હોય, ભલે પ્રપંચબાજી ખેલવાની બારીઓ હૈય, છતાં આજે એ છૂટે અને એ બારીઓનો ઉપયોગ કરનાર વિશિષ્ટ જ્ઞાનીઓ ક્યાં છે, તે એ પ્રશ્ન પણ થયા વિના નથી રહેતે કે સવા વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા આપનારના અપવાદકથનને સમજનાર વિશિષ્ટ જ્ઞાની પણ ક્યાં છે ? જેઓની સત્યવાદિતા વિશે લેકેને વિશ્વાસ ન હોય, જેમાં શાંતિ અને સરળતાનો છોટે ભાગ્યે જ હેય, જેઓ બ્રહ્મચર્યભંગના સેવાયેલ દેષ જાહેરપણે કે ખાનગી રીતે કબૂલી પિતાની નિખાલસતા પુરવાર કરવા જેટલા નિર્ભય ન હોય અને જેઓ એક અથવા બીજી રીતે પૈસાને વહીવટ તેમ જ સંગ્રહ કરવા-કરાવવામાં મશગૂલ હોય તેવા પુસ્તકના ગમે તેટલા ઢગલા ચૂધ્યા છતાં તેને મર્મ અનેકાન્તદૃષ્ટિએ સમજી શકે અથવા તો સમજ્યા પ્રમાણે અમલમાં મૂકી શકે એ કદી સંભવ છે ખરો ? જે એવો સંભવ હોત તે દીક્ષા જેવી પવિત્ર વસ્તુ માટે શાસ્ત્રને નામે જે કિન્નાખેરી ચાલી રહી છે તે ન જ હેત. બધાં શાસ્ત્રીય પ્રમાણે અને અત્યારની પરિસ્થિતિને વિચાર કરતાં દીક્ષા પરત્વે એક જ વસ્તુ ફલિત થાય છે અને તે એ કે જે બધી બાજુને વિચાર કરતાં દીક્ષા લેવી અને આપવી એગ્ય હોય તે તે સમ્મતિ સિવાય ન જ લેવી કે દેવી જોઈએ, અને સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા સુધ્ધો આપવાની ઘોષણા કરનારે જાણી લેવું જોઈએ કે એ સીધું વિધાન નથી; એ તે એક અચાનક બની ગયેલ અને પરિણામે શુભ નીવડેલ વિધાન છે. દાખલાના બચાવ માટે સ્વીકારેલ અપવાદમાંથી નીકળતે ફલિતાર્થ એવું વિધાન છે કે, 'નથી ઉત્સર્ગ તરીકે એ વિધેય અને નથી અપવાદ તરીકે એકાંત ગ્રાહ્ય. એટલે આવી છટકબારીઓના આધારે કઈ શાસ્ત્રાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતું હોય તે તે ઇચ્છે ત્યારે અને તે કહે ત્યારે દલીલપૂર્વક અને સમભાવપૂર્વક લેખિત અથવા તે વાચિક શાસ્ત્રાર્થમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભું રહેવા આ લેખક તૈયાર છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને.