SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૯૧] દર્શન અને ચિંતન તેમાં એવું વિધાન કયાંય નથી કે “જે અમુક લાગતાવળગતાઓની પરવાનગી મેળવે તેને જ તેણે દીક્ષા આપવી અને બીજાને ન આપવી.' આવું સ્પષ્ટ વિધાન દીક્ષા લેનાર કે આપનાર માટે ન હોવા છતાં ભગવાન મહાવીરના દાખલામાં અને તેમના સંબંધારણના ઇતિહાસમાં જે દાખલાઓ અંગ-ઉપાંગમાં નોંધાયેલા મળે છે તે બધા જ દાખલાઓમાં એક જ બીના છે, અને તે એ કે દીક્ષા લેનાર માબાપ અને સ્ત્રી આદિની પરવાનગી લઈને જ દીક્ષા લે છે અને દીક્ષા આપનાર તેવી સંમતિ લેનારને જ દીક્ષા આપે છે. એટલે કે જ્યાં સુધી મૂળ અંગ-ઉપગેને લાગે છે ત્યાં સુધી સમ્મત દીક્ષાના જ સ્પષ્ટ દાખલાઓ મળે છે. આ પરંપરા ભગવાન મહાવીરથી લગભગ સે વર્ષ લગી નિરપવાદ રીતે એકસરખી ચાલુ રહે છે. નથી તે ખુદા ભગવાને એમાં અપવાદ સેવ્યો કે નથી તેમના તેટલા વખત સુધીના શિષ્ય પરિવારે અપવાદ સેવ્યો. સંમતદીક્ષાનું સ્પષ્ટ વિધાન આગમોમાં ન હોવા છતાં સંમતદીક્ષાના નિયમનું આટલું કડક અને સેક્સ પાલન કેમ કરવામાં આવ્યું અને કેમ ચાલુ રહ્યું ? એનો વિચાર કરતાં કંઈ પણ બુદ્ધિમાન સહેજે સમજી શકશે કે અસંમતદીક્ષામાં ત્રીજા મહાવ્રતને ભાવ, શાબ્દિક કે આર્થિક દૃષ્ટિએ, ભંગ થવાનો સંભવ ઊભો થાય છે, અને જૈન શાસ્ત્રો જેમાં મહાવ્રતના ભંગને સંભવ હોય એવી કોઈ પણ બાબતને આચરવામાં સંમત થઈ શકે નહિ. જે શાસ્ત્ર અને જે શાસ્ત્રના પ્રણેતાને એકમાત્ર ઉદ્દેશ -શાંતિ અને ચિત્તશુદ્ધિને હોય તે શાંતિની વિરાધી અને ચિત્તશુદ્ધિમાં ખલેલ પહોંચાડનારી કાઈ પણ બાબતને માન્ય રાખી શકે નહિ. દલીલ ખાતર થોડી વાર એમ માની લેવામાં આવે કે અસંમતદીક્ષામાં દીક્ષા આપનારને હેતુ સ્વપરકલ્યાણને હેય છે, તો પણ એ કહેવું જોઈએ કે જૈન આગમ અને ખુદ ભગવાન મહાવીરે તેવી અસંમતદીક્ષાની હિમાયત નથી કરી, એક પણ દાખલામાં તેમણે એને સ્થાન નથી આપ્યું, તેનું શું કારણ ? તેનું કારણ એ જ સંભવે છે કે જે સ્વપકલ્યાણના હેતુ હોય તો પછી અધીરાઈ અને ઉતાવળ કરવાથી શું ફાય? એક બાજુ અસભ્યતદીક્ષાને પરિણામે લાગતાવળગતામાં કલેશ કંકાસ વધે, દીક્ષા આપનાર ઉપર તહેમત મુકાય, તે કદાચ જોખમમાં પણ પડે, તેને લીધે આ ધર્મસંધ નિંદાપાત્ર બને અને જૈન જેવા શુદ્ધ ધર્મની હિમાયત કરનારાઓ ઉપર જાતજાતનાં કલકે મુકાય, તે કરતાં દીક્ષા લેનારની બુદ્ધિ જાગ્રત કરી તેને વિચાર કરવાની અને સંયમ કેળવવાની ઘેર બેઠાં તક આપવી, એ શું બેટી છે? કલ્યાણની ખરી ઈચ્છા જેનામાં જાગી હોય તે ન છૂટકે જ ઘરમાં રહેતો હશે તો પણ ધીરજ અને સંયમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249203
Book TitleShishya Chorini Mimansa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size337 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy