________________
શિષ્યરીની મીમાંસા
[૩૯૫ કરવાનો હોય છે. ત્યારે એ જોવું રહે છે કે અદત્તાદાનત્યાગ મહાવ્રતનો ભાવ શું છે ? જેનલના પાયા ઉપર લેવામાં આવતી ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાને સાચે અને પૂરે ભાવ તે લેભ અને ભયના ત્યાગમાં છે. સામાન્ય રીતે કોઈ એક માણસ બીજાની માલિકીની ચીજ તેની પરવાનગી સિવાય લે છે ત્યારે કાં તે તેનામાં અમુક લાલચ હોય છે અને કાં તો અમુક ભય હોય છે. લેભ અને ભય જેવી મેહજન્ય વૃત્તિઓ જ અદત્તાદાનની પ્રેરક હોય છે, તેથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા પાળ ખરે હેતુ એવી વૃત્તિઓને જ ત્યાગ કરવાનો હોય છે. જેનામાં લાભ અને ભય જેવી વૃત્તિઓ જ નથી હોતી તેનું જીવન સ્વાભાવિક રીતે જ અદત્તાદાનથી મુક્ત હોય છે—પછી ભલે તે હવા આદિ ભૌતિક તત્ત્વને ઉપયોગ કરતા હોય અથવા તો અકસ્માત સાંપડેલ સેનાના સિંહાસન ઉપર તે જઈ પડ્યો હોય. જેણે લેભ ભય આદિ વૃત્તિઓ
તી નથી, પણ એમને જીતવાને જેને પ્રયત્ન ચાલુ છે તે માલિકીવાળી કે બિનમાલિકીની કઈ પણ નાની કે મોટી, જડ કે ચેતન વસ્તુને લેભ કે જ્યાંથી પ્રેરાઈ નહિ અડે, નહિ. સંધરે અથવા આપોઆપ આવી પડેલ વસ્તુ પાછળ પણ કલેશ નહિ પિશે. સારાંશ એ છે કે ત્રીજા મહાવ્રત દ્વારા નિર્લોભપણું, નિર્ભયપણું પિષવાનું હોય છે, અગર તે પ્રગટાવવાનું હોય છે.
જ્યાં નિર્લોભપણું અને નિર્ભયપણામાં ખલેલ પહોંચે ત્યાં દેખીતી રીતે ત્રીજા મહાવતને સ્થૂલ અર્થ ખંડિત થયેલ ન જવા છતાં જૈન દૃષ્ટિએ ત્રીજા મહાવ્રતને તેટલે અંશે ભંગ જ છે; અને જ્યાં નિર્લોભવ આદિ મૂળ વસ્તુ અબાધિત હોય ત્યાં દેખીતી રીતે કોઈ વાર ત્રીજા મહાવ્રતને ભંગ પણ લાગે છતાં વાસ્તવિક રીતે તેવા દાખલાઓમાં ત્રીજું મહાવત અખંડિત જ હોય છે.
ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાના અર્થ વિશે અહીં જે સહજ લંબાણ ચર્ચા કરી છે તે પ્રસ્તુત વિષયની સાથે ખાસ સંબંધ હોવાને લીધે જ કરેલી છે.. માબાપ કે બીજા ખાસ લાગતાવળગતાની સમ્મતિ લઈદીક્ષા લેવી અગર એવી સમ્મતિ મેળવનારને જ દીક્ષા આપવી એ “સભ્યત--દીક્ષા” કહેવાય અને સમ્મતિ સિવાય ફેસલાવીને, નસાડી ભગાડીને કે બીજી કોઈ પણ રીતે દીક્ષા આપવી તે “અસમ્મત દીક્ષા ” કહેવાય; જરા કડક શબ્દોમાં છતાં સાચા અર્થમાં તેને શિયહરણ પણ કહેવાય. મૂળ આગમાં, ખાસ કરી પ્રાચીન અને વિશિષ્ટ આગમાં, એવું સ્પષ્ટ અને ખુલાસાવાર વિધાન નથી કે “દીક્ષા લેનારે અમુક અમુક લાગતાવળગતાઓની પરવાનગી લઈને જ દીક્ષા લેવી અને તે સિવાય ન લેવી ” તેમ જ દીક્ષા આપનાર માટે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org