________________
કલ૮ ]
દર્શન અને ચિંતન
શાસ્ત્રોમાં પ્રથમ નિ%િ કહેવામાં આવી છે. આ કથનની પાછળ ભારે મહત્ત્વના મુદ્દાઓ સમાયેલા છે. ]
આ કિસ્સો બહુ અગત્યને હોવાથી ટૂંકમાં તેનું વર્ણન આપી તેનું પૃથક્કરણ કરવું જરૂરી છે. આર્ય રક્ષિત જ્યારે બાવીસ વર્ષ જેટલી તરણું - ઉંમરના હતા ત્યારે પુષ્કળ વિદ્યાઓને અભ્યાસ કરી સ્નાતકની પદે ઘેર પાછા ફર્યા. માતાને પૂર્ણ સંતોષ થે હજી બાકી જ હતા. તેથી તેણે પુત્રને એ શાસ્ત્રવિધાન કહ્યું કે જ્યાં લગી દષ્ટિવાદ નામક જૈન શાસ્ત્ર તું નથી ભર્યો ત્યાં લગી તારે અભ્યાસ અધૂરે કહેવાય. પુત્ર તે વિદ્યાભૂખ્યો હતો અને તેમાં વળી ખુદ માતાની પ્રેરણું, એટલે તે જરા પણ થોભ્યા વિના બેલ્યો કે એ શાસ્ત્ર મારે કયાં શીખવું ? માતાએ પોતાના ભાઈ જે એક વિદ્વાન અને પ્રધાન જન આચાર્ય હતા અને જેમનું નામ આર્ય તસલિપુત્ર હતું, તેમની પાસે જવા સૂચના કરી. આર્ય રક્ષિત ત્યાં પહોંચે. આચાર્યે ભાણેજને કહ્યું કે નદીક્ષા લીધા સિવાય એ શાસ્ત્ર શીખી શકાય નહિ, તેમ જ અદીક્ષિતને અમારાથી શીખવી પણ ન શકાય. વિદ્યાભૂખ્યા આર્ય રક્ષિતે દીક્ષા લીધી અને એ શાસ્ત્રને અભ્યાસ કર્યો. અને દીક્ષામાં તેમનું મન ઠર્યું અને તે એક અસાધારણ વિદ્વાન તથા વિશિષ્ટ આચાર્ય થયા. આ દાખલામાં નીચેની બાબતો ખાસ ધ્યાન દેવા જેવી છે :
(૧) આર્ય રક્ષિત બાવીસ વર્ષ જેટલી પાકી ઉંમરના હોવા ઉપરાંત વિશિષ્ટ વિદ્યાભ્યાસી હોઈ સ્વયં નિર્ણય કરવાની શક્તિવાળા હતા.
(૨) તે વિવાહિત ન જ હતા. " (૩) આચાર્યે તેમને ફોસલાવવાને, નસાડવા કે બીજો કોઈ તે અયોગ્ય માર્ગ અવલંબે જ ન હતું. એટલું જ નહિ, પણ આચાર્યો આર્ય રક્ષિતની માતાને એટલે પિતાની બહેનને સુધ્ધાં આ વિશે કાંઈ કહ્યું ન હતું કે તું છોકરાને વિદ્યાભ્યાસ નિમિતે મારી પાસે મોકલ અથવા તું એને દીક્ષા લેવા દે અથવા બીજી કોઈ પણ લાલચ તેને આપી ન હતી. ઊલટું, તેમણે તે સીધી અને એખી રીતે આર્ય રક્ષિતને એટલું જ કહ્યું કે અમારે ધર્મ દીક્ષિતને જ શાસ્ત્ર શીખવવાને છે.
(૪) દીક્ષા લીધા પછી કે દીક્ષા લેતી વખતે નથી માતાએ વિરોધ કર્યો કે નથી પિતાના વિરોધને ઉલ્લેખ–એટલું જ નહિ, પણ આર્ય રક્ષિતના પિતાએ પિતાની પત્ની સાથે પણ કોઈ જાતને કલેશ કર્યો ઉલ્લેખ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org