________________
શિષ્યચોરીની મીમાંસા
[ ૪૦૧ કરતા ન અટકો તેઓને લક્ષીને વળી તે જ પ્રમાં આગળ જતાં આચાર્યોને સ્પષ્ટ કહેવાની ફરજ પડી કે જેઓ આર્ય રક્ષિતના આપવાદિક દાખલાને સામાન્ય નિયમ તરીકે ગણી અસમ્મત દીક્ષા આપે જાય છે તેઓ મંદધર્મ અર્થાત, ધર્મભ્રષ્ટ છે અને તેઓ મૂળને–ઉત્સર્ગ નિયમને-છોડી અપવાદને વળગેલા છે. તેમનું આ વર્તન મૂળમાંથી ઉખડી ગયેલા અને માત્ર થડ કે શાખાઓ ઉપર રહેલા વટવૃક્ષ જેવું છે, એટલે કે, જેમ મૂળમાંથી ઉખડી ગયેલ વટવૃક્ષ ગમે તેવાં થડ અને ડાળો હોવા છતાં પણ જીવિત કે રક્ષિત ન રહી શકે તેમ જેઓ સમ્મત દીક્ષાના ઉત્સર્ગ નિયમને બાજુએ મૂકી અસમ્મત દીક્ષાના અપવાદવિધાનને જ મુખ્યતઃ આગળ ધરે છે અથવા તેને અવલંબે છે તેઓ તીર્થ કરની આજ્ઞાને છોડી આડે રસ્તે ચાલતા હોવાથી અનુક્રમે ચારિત્રભ્રષ્ટ જ થાય છે. ભાષ્ય અને ચૂર્ણિન આ છેલ્લા અને સખ્ત કથન ઉપરથી તે વખતની ગુઓની દીક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર બહુ સ્પષ્ટ પ્રકાશ પડે છે અને આર્ય રક્ષિતને દાખલ કેટલે અંશે સ્વીકારવા યોગ્ય છે એ બાબત ઉપર જરા પણ શંકા ન રહે તે પ્રકાશ પડે છે. અહીં સુધી તે ઉત્સર્ગ અને અપવાદને લગતી જે ટૂંક હકીકત મળે છે તેની વિચારણા થઈ. પરંતુ ઉત્સર્ગ અને અપવાદ એ શી વસ્તુ છે? એ બન્નેને શું સંબંધ છે? અને કઈ હદ સુધી એ સંબંધ સચવાઈ રહે છે? એ વસ્તુ જાણ્યા વિના પ્રસ્તુત ચર્ચા અસ્પષ્ટ અને અધૂરી રહે. તેથી ટૂંકમાં એ વિશે પણ કંઈક લખી દેવું જોઈએ.
' ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ. એ નિયમ કઈ એક તત્વ ઉપર ઘડાયેલ હેય છે. અપવાદ એટલે વિશેષ નિયમ. એ પણ ઉત્સર્ગને જ તત્વ ઉપર ઘડાયેલું હોય છે. ઉત્સર્ગને પ્રદેશ વિસ્તૃત હોય છે, અને અપવાદને પ્રદેશ ઉત્સર્ગના પ્રદેશમાંથી જ કપાતો હોવાથી તે સ્વાભાવિક રીતે જ તેના કરતાં ટૂંકે હેય છે. ઉત્સર્ગ અને અપવાદને સંબંધ પિષ્યષપણાનો છે; એટલે કે, અપવાદ એ ઉત્સર્ગને પિષક હોય છે, અને તે જ્યાં લગી ઉત્સર્ગને પિષક રહી શકે ત્યાં લગી જ તે અપવાદ ગ્રાહ્ય છે, અને પછી તે તે ત્યાજય બને છે. અપવાદ એ પ્રાસંગિક એટલે કોઈક જ સ્થળમાં અને કોઈ જ કાળમાં સ્થાન લે છે, જ્યારે ઉત્સર્ગ સર્વ દેશ અને સર્વ કાળમાં ચાલુ રહે છે. પ્રસ્તુત બાબતમાં ઉત્સર્ગ–અપવાદ આ રીતે સમજી શકાય. સમ્મત દીક્ષાને ફલિત નિયમ એ ઉત્સર્ગ છે અને તે નિર્લોભવ તેમ જ શાસનપ્રતિષ્ઠાના તત્ત્વ ઉપર સ્થિર છે. અસમ્મત દીક્ષાને અપવાદ છે અને જ્યાં લગી એ તત્ત્વોને પિષક હોય છે અને ત્યાં લગી જ તે અપવાદકોટિ તરીકે ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org