________________ 404] દર્શન અને ચિત્તના ગમે તેવો દાવપેચ ખેલવાને શાસ્ત્રમાં પરવાને છે. જે એમ કહેવામાં આવે કે ભલે શાસ્ત્રમાં સગીર ઉમરનાને સમ્મત દીક્ષા આપવાની છૂટ હોય, ભલે પ્રપંચબાજી ખેલવાની બારીઓ હૈય, છતાં આજે એ છૂટે અને એ બારીઓનો ઉપયોગ કરનાર વિશિષ્ટ જ્ઞાનીઓ ક્યાં છે, તે એ પ્રશ્ન પણ થયા વિના નથી રહેતે કે સવા વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા આપનારના અપવાદકથનને સમજનાર વિશિષ્ટ જ્ઞાની પણ ક્યાં છે ? જેઓની સત્યવાદિતા વિશે લેકેને વિશ્વાસ ન હોય, જેમાં શાંતિ અને સરળતાનો છોટે ભાગ્યે જ હેય, જેઓ બ્રહ્મચર્યભંગના સેવાયેલ દેષ જાહેરપણે કે ખાનગી રીતે કબૂલી પિતાની નિખાલસતા પુરવાર કરવા જેટલા નિર્ભય ન હોય અને જેઓ એક અથવા બીજી રીતે પૈસાને વહીવટ તેમ જ સંગ્રહ કરવા-કરાવવામાં મશગૂલ હોય તેવા પુસ્તકના ગમે તેટલા ઢગલા ચૂધ્યા છતાં તેને મર્મ અનેકાન્તદૃષ્ટિએ સમજી શકે અથવા તો સમજ્યા પ્રમાણે અમલમાં મૂકી શકે એ કદી સંભવ છે ખરો ? જે એવો સંભવ હોત તે દીક્ષા જેવી પવિત્ર વસ્તુ માટે શાસ્ત્રને નામે જે કિન્નાખેરી ચાલી રહી છે તે ન જ હેત. બધાં શાસ્ત્રીય પ્રમાણે અને અત્યારની પરિસ્થિતિને વિચાર કરતાં દીક્ષા પરત્વે એક જ વસ્તુ ફલિત થાય છે અને તે એ કે જે બધી બાજુને વિચાર કરતાં દીક્ષા લેવી અને આપવી એગ્ય હોય તે તે સમ્મતિ સિવાય ન જ લેવી કે દેવી જોઈએ, અને સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા સુધ્ધો આપવાની ઘોષણા કરનારે જાણી લેવું જોઈએ કે એ સીધું વિધાન નથી; એ તે એક અચાનક બની ગયેલ અને પરિણામે શુભ નીવડેલ વિધાન છે. દાખલાના બચાવ માટે સ્વીકારેલ અપવાદમાંથી નીકળતે ફલિતાર્થ એવું વિધાન છે કે, 'નથી ઉત્સર્ગ તરીકે એ વિધેય અને નથી અપવાદ તરીકે એકાંત ગ્રાહ્ય. એટલે આવી છટકબારીઓના આધારે કઈ શાસ્ત્રાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતું હોય તે તે ઇચ્છે ત્યારે અને તે કહે ત્યારે દલીલપૂર્વક અને સમભાવપૂર્વક લેખિત અથવા તે વાચિક શાસ્ત્રાર્થમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભું રહેવા આ લેખક તૈયાર છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org