Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ જે ગણતંત્રપ્રણાલીને લોકો આજે વખાણે છે ને અનુસરવા મથે છે, એ મોટે ભાગે વૈશાલીની શોધેલી છે. દેવભૂમિ જેવી ભૂમિ ને દેવતા જેવાં ત્યાંના નગરજનો ! લોકોને ત્યાંનો મોહ રહતો, જીવનમાં એક વાર એ દેશ જોવાની હોંશ રહેતી. ત્યાંની સ્ત્રીઓ, ત્યાંના પુરુષો અદ્ભુત હતા ! ગણશાસનપદ્ધતિ અને રાજશાસનપદ્ધતિમાં સ્પષ્ટ ફેર છે. ગણશાસનમાં ઐશ્વર્યસત્તા સર્વત્ર વહેંચાયેલી હોય છે. ને બધા લોકો એક-બીજાના અનુભવ ને ગરિમાનો સ્વીકાર કરે છે. પરસ્પર મળીને વ્યવહાર કરે છે. દેશની વિશાલ ભૂમિની અંદર જનકલ્યાણકામના ભરી ભરી રહે છે. રાજ્યની સમૃદ્ધિનું વરદાન દૂર દૂર સુધી પ્રજાના ઘરેઘરમાં પ્રસરી જાય છે. જ્યારે સામ્રાજ્યશાસનપદ્ધતિમાં સામ્રાજ્યનું સર્વસ્વ સમ્રાટ, એનાં કુળ અને એની રાજધાની સુધી સીમિત રહે છે. રાજકુળના લોકો, યા ગમે તે રીતે ત્યાં પહોંચતા લોકો જ એ કલ્યાણના ભાગી બને છે. અને બીજાઓને હીન યા હરકતવાળું જીવન જીવવું પડે છે. સામ્રાજ્યશક્તિ સર્વને હડપ કરવામાં ને સર્વ અધિકાર એકમાં કેન્દ્રિત કરવામાં માને છે. એક જ દેવ ને બધા પૂજારી; અને દેવ જ સર્વસ્વ એવી સ્થિતિ ત્યાં પ્રવર્તે છે. એ એકને માટે આખા દેશને હોમી શકાય ! ગણશાસનમાં તેમ હોતું નથી. અનેકને માટે ત્યાં એકનો હોમવાનો હોય છે. આ વૈશાલી પર એના સંઘશાસન પર, એના સમત્વભાવ પર, વૈયક્તિક ગરિમા પર, સ્વાતંત્ર્યભાવના પર ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધે બબ્બે મહાન વિભૂતિઓના આશીર્વાદ વરસ્યા. સોનામાં જાણે સુગંધ જાગી. પાશ્ચાત્ય જગતમાં જેમ રોમ અમર નગરી બની રહી, એમ પૌર્વાત્ય જગતની અમર નગરી વૈશાલી બની રહી. અને એક જાણવા જેવી વાત તો એ છે કે ગ્રીક અને ભારતીય જનપદોનો સમય એક છે. ગ્રીકના ઇતિહાસમં જે સ્થાન ત્યાંના જગપ્રસિદ્ધ પુરરાજ્યોનું છે, તેનાથી અધિક ને ચિરસ્થાયી સ્થાન ભારતીય ઇતિહાસમાં આ જનપદ રાજ્યોનું છે. એથેન્સ ને સ્પાર્ટાના ઝઘડાએ પુરરાજ્યોને તોડ્યાં; અહીં મગધ અને એના મિત્ર રાજ્યોએ તેમ કર્યું. શ્રી અગ્રવાલજી લખે છે કે “ભારતના સાંસ્કૃતિક અને રાજનૈતિક ઇતિહાસમાં રાજધાની વૈશાલી ચિરવિદ્યુત છે. આ લિચ્છવી ગણરાજ્યે જ માનવની વ્યક્તિગરિમા, સમતા અને સ્વતંત્રતાના મહત્ત્વપૂર્ણ પ્રયોગ કર્યો. અને આની સમીપ કુંડગ્રામમાં જન્મ લઈને જ્ઞાતૃવંશીય ભગવાન મહાવીરે માનવની ચિરપ્રતિષ્ઠા કરનાર અને બુદ્ધિપરાયણ તથા સાધનાપ્રધાન ધર્મને જન્મ આપ્યો.' વળી આગળ તેઓ લખે છે : “જોકે સંધોની સમપ્રધાન નીતિ સમુદીર્ણ સામ્રાજ્યશક્તિની સામે વિપુલ્સ થઈ. પરંતુ અમરતા અને સ્વતંત્રતા, સમતા ને વ્યક્તિગરિમા, પ્રજ્ઞા અને શીલ વગેરે જે આદર્શોનો વિકાસ થયો. એની સૌરભથી આજ પણ માનવીય સભ્યતા સુરભિત બનેલી છે.” १२ રાષ્ટ્રીય ગણશક્તિનો આ જ ચિરંતન વિજય છે. ઉપનિષદો પછીનો ઈ. સ. પૂર્વે ૪૦૦નો સમય કેવળ ભારતના જ નહિ, પણ માનવજાતના ઇતિહાસમાં મહાન છે. એ સમયમાં જ ગ્રીકમાં દાર્શનિક વિવેચનાનો જન્મ થયો; ફારસમાં અષો જરથુષ્ટ્ર, ચીનમાં કોન્ફ્યૂશિયસ, તથા તેમના સમકાલીન ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ તથા આજીવિક વગેરે થયા. આ યુગમાં કોઈ સાર્વભૌમ રાજા ન હતા. ચંદ્રગુપ્ત મૌર્ય જ પ્રથમ સાર્વભૌમ રાજા થયો. લિચ્છવીઓમાં મહાવીર અને બુદ્ધ બંને તરફ ભક્તિ હતી. બુદ્ધના નિર્વાણ સમયે જેમ એમણે સ્તૂપ રચ્યો, એમ મહાવીરના નિર્વાણકાલે એમણે દીપક પ્રગટાવ્યા. રામાયણ પ્રમાણે વૈશાલી ઇક્ષ્વાકુ વિશાલે વસાવી હતી. વિષ્ણુપુરાણના મત મુજબ ઇક્ષ્વાકુ વંશના ત્રિબિંદુએ વસાવી હતી. વૈશાલી સુપ્રસિદ્ધ નગર હતું. પણ મગધ સાથે એને હરીફાઈ ચાલ્યા કરતી. એક વાર અજાતશત્રુ બુદ્ધને વળોટાવા ગયો અને એણે રાજગૃહથી ગંગા સુધીની સડક સ્વચ્છ કરાવી ને સુગંધિત કરી, અને માર્ગમાં ફૂલ પાથર્યાં. આ પછી વૈશાલીના લોકો ત્યાં આવ્યા. એમણે ગંગાથી વૈશાલીનો પથ શણગાર્યો. એ પથના સૌંદર્ય અજાતશત્રુની મહેનત ઝાંખી પાડી. વૈશાલીના લોકોનાં કપડાંનું સૌંદર્ય અદ્ભુત હતું. લિચ્છવી લોકો સુંદર હતા, નીલ, પીત, અને લોહિત રંગોના શોખીન હતા. નીલ રંગના ઘોડા, તેવા જ રંગની લગામ ને ચાબૂક ને નીલા રંગના રથ, નીલા રંગની પાઘડી (ઉષ્ણી). નીલા રંગની છત્રી-છડી, નીલા રંગનાં વસ્ત્ર, તેવાં જ આભૂષણ, બધું જ નીલમ રંગનું ! આટલા શોખીન હોવા છતાં લિચ્છવીઓ પ્રમાદી નહોતા, ખૂબ મહેનતું હતા. તેઓ લાકડાનાં ઓશીકાં રાખીને સુતા, અપ્રમત્ત રહેતા. તપ કરતા, હાથી લડાવતા, શિકારી કૂતરા પાળતા અને છેક તક્ષશિલા સુધી ભણવા જતા. એક જણ ભણીને આવતો, એ બીજા પાંચસોને ભણાવતો. એ પોતાના વર્તુળમાં જ વિવાહ કરતા. વ્યભિચાર માટે કઠોર સજા થતી. સ્ત્રીની પવિત્રતાનો તેઓમાં ભારે આદર હતો. તેઓ ઉત્સવપ્રિય ને સાર્વજનિક મેળાના ખાસ શોખીન હતા. રાજ્યની શક્તિ નાગરિકોમાં નિહિત હતી. બધા નાગરિક પોતાને રાજ્યના રાજા સમજતા. રાજ્ય માટે સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર રહેતા. આપણી કથા શરૂ થાય છે ત્યારે મગધ, કોશલ, અવન્તી વગેરે રાજાઓ આજના અર્થમાં રાજાઓ બનવા પ્રયત્ન કરી રહ્યા હતા. મૂળમાં રાજાઓ પાસે અપરાધીને દંડ દેવા સિવાય ને પરચક્ર સામે લડવા જવા સિવાય બીજી ખાસ કંઈ સત્તા નહોતી. પણ હવે તેઓ બળ અને એકહથ્થુ સત્તાના લોભી થતા જતા હતા; ને છેલ્લે છેલ્લે બીજાં રાજ્યોને જીત્તી ચક્રવર્તીપદ હાંસલ કરવાની ઝંખના સેવતા થયા હતા. અને આ માટે બધા १३

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210