Book Title: Shatru ke Ajat Shatru Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 6
________________ ૧૧. મત્સ્ય રાજય : આજના અલવર, જયપુર અને ભરતપુરનો કેટલોક ભાગ એટલે મરાદેશ, મહાભારતનું મરા રાજ્ય રાજા વિરાટના અધિકારમાં હતું. ને એની રાજધાની વિરાટનગર (થોડા વખત પહેલાં વિલીન થયેલ જયપુર રાજ્યમાંના વૈરાટમાં)માં હતી. વિંધ્ય પર્વત અને પશ્ચિમે સોન નદી હતી. આની રાજધાની રાજગૃહી હતી. ગિરિત્રજ નામની જૂની રાજધાની રદ કરીને રાજા શ્રેણિક બિંબિસારે રાજ ગૃહ વસાવ્યું, છેવટે પાટલીપુત્ર આ રાજ્યની રાજધાની બન્યું. આજનું બિહાર તે મગધ. આજનું રાજગિર તે રાજગૃહી. આજનું પટના તે પાટલીપુત્ર. શ્રેણિક બિંબિસારનો પુત્ર તે અજાતશત્રુ. એ જ આ નવલકથાનો નાયક, ૩. કાશી રાજ્ય : આ રાજ્ય સ્વતંત્ર હતું. કાશી એ નગરનું નામ નથી. પણ રાષ્ટ્રનું નામ છે. એની રાજધાનીનું નામ વારાણસી હતું. એક કાળે બે હજાર ચોરસમાઈલ જેટલા વિસ્તારવાળું આ રાજ્ય કથાપ્રસંગે પરાધીન હતું, ને કોશલ રાજ્યમાં ભળી ગયું હતું. ૪. કોશલ રાજય : કોશલ રાજ્યની રાજધાની અયોધ્યા (સાકત) હતી. કથાપ્રસંગે એની રાજધાની શ્રાવસ્તી (સાવત્થી) હતી. વર્તમાન ગોંડા જિલ્લા પાસેનું સહેટમહેટ એ જ શ્રાવસ્તી. એના રાજાનું નામ પ્રસનદી-પ્રસેનજિત હતું. તેની ગાદીએ વિડુડલ્ટ આવ્યો. અજાતશત્રુએ જેમ લિચ્છવી ગણતંત્રનો નાશ કર્યો. એમ વિડુડલ્ય શાક્યોના રક્તમદથી દુભાઈ શાક્યોના મહાન ગણતંત્રનો સંહાર કર્યો. શ્રીકૃષ્ણ અને કંસ વચ્ચેની મામાભણેજની લડાઈ જેવી આ કાળે પણ મામા-ભાણેજ ની લડાઈઓ ચાલતી હતી. પ. વૃજિ રાજ્ય : આ નામ કુળ પરથી પડેલું હતું. આમાં આઠ રાજ કુળો ભળેલાં હતાં; તેમાં વિદેહ અને લિચ્છવી મુખ્ય હતાં. આની રાજધાની વૈશાલી હતી, જે અત્યારના મુજફફર જિલ્લામાં બસાઢ નામના સ્થાને હતી. ૩. મદલ રાજય : આ રાજ્યનો એક છેડો શાક્યોના રાજ્યને સ્પર્શતો, એક વૃન્જિ રાજ્યને. આની રાજધાનીનાં નગરો પાવા ને કુશિનાર હતાં. પૂર્વી ભારતનું આ શક્તિમાન ગણરાજ્ય હતું. મલ્લજાતિ લડાયક જાતિ હતી, ને કુસ્તીની શોખીન હતી. ભગવાન બુદ્ધનું નિર્વાણ કુશિનારમાં થયું. અજાતશત્રુએ આ ગણતંત્રીય મલ્લ રાજ્ય જીતી લીધું. ૭. ચેદિ રાજય : આ રાજ્ય આજના બુંદેલખંડમાં હતું. ૮. વત્સ રાજ્ય : અવંતી રાજ્યની ઉત્તરમાં આ વંશ યા વત્સ રાજ્ય આવેલું હતું. આની રાજધાની કોસાંબી નગરી હતી. એ આજના પ્રયાગથી ૩૦ માઈલ દૂર ને યમુનાના કિનારે આવેલી હતી. ઉદયન-પરંતપ-પુત્ર ત્યાંનો રાજા હતો. ૯. કુરુ રાજ્ય : કુરુ રાજ્ય પૂર્વમાં પાંચાર રાજ્ય ને દક્ષિણમાં મત્સ્ય રાજધાની વચ્ચે હતું. એની રાજધાની દિલ્હીની પાસે ઇંદ્રપ્રસ્થ હતી. આ રાજ્ય બે હજાર ચોરસ માઈલમાં ફેલાયેલું હતું. અને ઉત્તર કર ને દક્ષિણકર એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. ૧૦. પંચાલ રાજય : આ રાજ્ય ઉત્તર પંચાલ ને દક્ષિણ પંચાલ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. કુરુ, રાજ્યની પૂર્વમાં પહાડી ઘાટીઓ અને ગંગાની વચ્ચે એ વસેલું હતું. ઉત્તર પંચાલની રાજધાની કંપિલ્યપુર અને દક્ષિણ પંચાલની રાજધાની કનોજ હતી. ૧૨. શૂરસેન રાય : જે ચાર દેશ (કુરુ, મત્સ્ય, પંચાલ તથા શૂરસેન) બ્રહ્મર્ષિદેશ તરીકે જાણીતા હતા તેમાંનું એક રાજ્ય તે આ. એની રાજધાની યમુના નદીને કિનારે મધુરા-મથુરામાં હતી. ૧૩. અમક રાજય : આ રાજ્ય ગોદાવરી નદીને કાંઠે આવેલું હતું ને એની રાજધાની પોતાનપુર યા પોતલી હતું. આની સાથે બીજાં બે મુલક ને આંધ્ર રાજ્યો મળીને આજનો મહારાષ્ટ્ર બન્યો. ૧૪. અવની રાજય : અવન્તીના રાજ્યના બે ભાગ હતા. ઉત્તરીભાગ અવન્તી કહેવાતો, ને તેની રાજધાની ઉજજૈની હતી. અને દક્ષિણ ભાગ અવન્તી દક્ષિણાપથ કહેવાતો, ને તેની રાજધાની માહિષ્મતી હતી. અવન્તીના રાજાનું નામ પ્રઘાત હતું. એ પોતાના ક્રોધને લીધે ચંડપ્રઘાત તરીકે પણ ઓળખાતો. કવિઓની કથાનાયિકા પ્રસિદ્ધ વાસવદત્તા પ્રદ્યોતની પુત્રી થતી હતી, જે કોશાબીના હસ્તિકાન્ત વીણાના વાદક રાજા ઉદયનને વરી હતી. ૧૫. ગાંધાર રાય : પશ્ચિમ પંજાબ અને પૂર્વી અફઘાનિસ્તાનનો પ્રદેશ એ ગાંધાર, એની રાજધાની તક્ષશિલા હતી. અહીં પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું. જગપ્રસિદ્ધ આચાર્યો અહીં વસતા. ત્રણ વેદ ને અઢાર વિદ્યા અહીં ભણાવાતી. કાશી, કૌશલ ને મગધના રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો ને કિસાનપુત્રો અહીં રહેતા ને વિદ્યાભ્યાસ કરતા. ગંધારના રાજા પુક્સાતિએ બિંબિસારના દરબારમાં એલચી મોકલ્યો હતો, કાશમીર ગાંધારમાં ગણાતું. ૧૬. કોજ : આ વિશે મોટો મતભેદ છે. ઉત્તરી હિમાલય યા તિબેટમાં એ માનવમાં આવે છે. સિંધુ નદીની ઉત્તર-પશ્ચિમમાં પણ માનવામાં આવે છે. આની રાજધાની દ્વારકા માનવામાં આવે છે. કમ્બોજના ઘોડા બહુ વખણાતા. ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીના સમયમાં આ બધા નાનાં-મોટાં રાજ્યો પ્રાયઃ સર્વ તંત્ર સ્વતંત્ર જેવાં હતાં. સ્વતંત્રતાનું સહુને અભિમાન હતું. આ રાજ્યો પરસ્પર પ્રેમ કરતાં ને યુદ્ધ પણ કરતાં. પણ કોઈ રાજ્ય એટલું શક્તિશાળી નહોતું જે બીજાં રાષ્ટ્રોને પરાધીન કરી એમને સદાને માટે જીરવી શકે. આમ ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં અયોધ્યા, વારાણસી, ચંપા, કંપિરલ, કોસાંબી, મથુરા, મિથિલા. રાજ ગૃહ, રોરૂ ક, સાક્ત, સાગલ સાલકોટ) શ્રાવસ્તી, ઉજજેની ને વૈશાલી મુખ્ય નગરો હતાં; અને મગધ, કોશલ, વત્સ, અવન્તી અને ગંધાર પ્રબળ રાજ્યો હતાં.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210