________________
મેઘાજીવાળાએ, શેઠ જેસિંગભાઈ કચરાભાઈએ, અને શેઠ કસ્તુરચંદજી ખેંગારજીએ ગીની ગીનીથી પૂજન કર્યું. તથા સકલસંઘે પણ રૂપાનાણાથી પૂજન કર્યું.
આ પ્રસંગે શ્રી આદિનાથ ભગવાનના જિનમંદિરની પ્રતિષ્ઠા તથા અંજન શલાકા કરાવવા માટે કાર્યવાહક શ્રેષ્ટિવર્ય શ્રી કેશરીચંદજી જવારમલજી લલવાની દરખાસ્ત મૂકી અને શ્રીસંઘ તરફથી એક નવી કમીટી નીમવામાં આવી. તથા પૂજ્યપાદ આચાર્યદેવને આ પ્રતિષ્ઠાદિ કાર્ય કરાવવા માટે શ્રીસંઘ તરફથી ભાવભીની અતિ આગ્રહભરી વિનંતિ કરવામાં આવી.
પૂજ્યપાદ આચાર્યદેવે મહામંગલકારી પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઉજવો એવા શુભાશીર્વાદ શ્રીસંઘને આપ્યા. અને સાથે સાથે જણાવ્યું કે“આજે શ્રીસંઘની એકતા જોઈને મને ઘણું જ આનંદ થાય છે. આ એકતા ઠેઠ સુધી જળવાઈ રહે અને પ્રતિષ્ઠાનું કાર્ય નિર્વિધપણે પરિપૂર્ણ થાય તેમ હું ઈચ્છું છું”
શ્રીસંઘે પણ તે બોલ સહર્ષ ઝીલી લીધો અને પૂ. આચાર્યદેવને અને વધુ સ્થિરતા કરવા વિનંતિ કરી. પૂ. આચાર્યદેવે પણ સાતમે વિહાર કરવાનું મોકુફ રાખ્યું.
બપોરના રથયાત્રા સહિત ભવ્ય વરઘોડો ચહ્યો હતો. અને પૂ. શ્રી ભગવતીજી સૂત્રને કુલના હારથી શણગારેલ મોટરમાં પધારવવામાં આવ્યું હતું. - રાતના શ્રીદશાશ્રીમાળી ધર્મશાળામાં રાત્રિ જાગરણ થયું હતું. અને વીર વનિતા મંડળે સુંદર ભક્તિરસ જમાવ્યો હતો.
માગશર વદ છઠ્ઠને શનિવાર તા. ૨૬-૧ર-પ૩ ના દિવસે શ્રીસિદ્ધચક્ર મહાપૂજન ભણાવવાનો કાર્યક્રમ હોવાથી શ્રીસંઘમાં પ્રભાતથી જ કોઈ અનેરો ઉત્સાહ હતો. શ્રી. લાલજી મહારાજના વિશાલ હોલમાં શ્રી સિદ્ધચક્ર ભગવંતનું ભવ્ય માંડલું આકર્ષક કાઢવામાં આવ્યું હતું. લગભગ અગિયાર વાગે શ્રી સિદ્ધચક્ર પૂજનની શરૂઆત સુંદર રીતે કરી. અને છ કલાક સુધી એકધારું પૂજન ચાલ્યું. પૂનામાં આ પહેલવહેલું જ પૂજન હોવાથી પ્રારંભથી જ માનવમેદિની ભરચક હતી. પૂજ્યપાદ આચાર્યદેવે પૂજનના તે તે પ્રસંગોનું સુંદર વર્ણન કરી સહુને આશ્ચર્યમુગ્ધ કરી દીધા હતા. પૂજ્ય