________________
મણીલાલ મોતીચંદે તથા શેઠશ્રી કેશવલાલ માણેકલાલે અને બાકીના ઉછામણી બોલનારા ત્રણ ભાઈઓ તરફથી એમ પાંચ જણે ગીનીથી પૂજન કર્યું. ત્યાર પછી શ્રી સકલસંઘે રૂપાનાણાથી પૂજન કર્યું.
વિક્રમચરિત્ર વહેરાવવાનો આદેશ લેનાર ભાઈએ પણ પૂજ્યપાદ આચાર્યદેવને વિક્રમ ચરિત્ર વહોરાવ્યું.
ત્યાર પછી પૂજ્યપાદ આચાર્યદેવે મધુરકંઠે માલકોશ રાગમાં તત્ત્વગર્ભિત વાણ દ્વારા પૂના શ્રી સંઘની વિશાલકાય માનવમેદિની સમક્ષ પૂ. શ્રી ભગવતીજી સૂત્રનો પ્રારંભ કર્યો. ભાવનાધિકારે વિક્રમચરિત્રની પણ શરૂઆત કરી. પ્રાંતે સર્વ માર્ચસાંભળી શ્રીસંઘ પ્રભાવના લઈ સહર્ષ અનુમોદના કરતો વીખરાયો.
બપોરના એક સદ્દગૃહસ્થ તરફથી શ્રીદશાશ્રીમાળી ધર્મશાળમાં ૪૫ આગમની પૂજા ઘણું જ ઉત્સાહપૂર્વક ભણાવવામાં આવી. એ પ્રસંગે સોનારની ધર્મશાળામાં ચાતુર્માસ રહેલ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી પ્રવીણ વિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી આદિ પણ પધાર્યા. તેમાં પાટણનિવાસી સંગીતરત લક્ષ્મીચંદ મોહનલાલ ગવૈયાએ સુંદર રસ જમાવ્યો. રાતના ભાવના ગરબા આદિમાં પણ ખુબ રસ જાગ્યો.
આ રીતે પ્રારંભ દિવસ ઘણું ઉત્સાહથી ઉજવાયો.
આ પ્રસંગે પૂ. શ્રીભગવતીજી સૂત્રની સન્મુખ મૂકવા માટે પંચરતનો નૂતન મનોહર સાથીઓ રૂ. ૬૫૧ના ખરચે મુંબઈથી તૈયાર કરાવી, શેઠ તારાચંદ ત્રિભોવનદાસે શ્રીસંઘને સમર્પણ કર્યો. * જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ શ્રોતાજનોને અતિ આનંદ આવવા લાગ્યો. જૈન-જૈનેતર વર્ગની વિશાલ મેદિની વ્યાખ્યાનાદિકનો અપૂર્વલાભ પ્રતિદિન લેવા લાગી. આગેવાન સદ્ગહસ્થોની પણ હાજરી નિયમિત રહેવા માંડી. શ્રીદશાશ્રીમાળી ધર્મશાળાનો વ્યાખ્યાન હોલ તથા આસપાસની ગેલેરી અને સામેનો હાલ તથા દાદરના પગથીઆ પછીના નીચેના ભાગ સુધી વિશાલ જનતા ઉભરાણું વ્યાખ્યાન શરૂ થયા બાદ પછીથી આવનારને પણ મહામુશ્કેલીએ બેસવાની જગ્યા મળે.
ખુબી તે એ હતી કે આટલી બધી માનવ મેદિની જગ્યાના અભાવે એક સાથે સંકડાઈને બેસે, છતાં વ્યાખ્યાન પૂર્ણ થાય ત્યાંસુધી અપૂર્વ શાન્તિ રહેતી.