________________
પભ્યાસ શ્રી સુશીલવિજયજીએ આ સિદ્ધચક મહાપૂજનને બુલંદ અવાજે મધુર કંઠે પ્રારંભથી સંપૂર્ણપર્યંત સુંદર રીતે ભણાવ્યું હતું. અમદાવાદથી આવેલા ક્રિયાકારક ધર્મનિષ્ઠ શા. ચિનુભાઈએ ઘણું જ ઉત્સાહપૂર્વક પૂનાની પ્રજાને શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં એક્તાન કરી દીધી હતી.
ચઢાવા બોલનાર ભાઈ-બહેનો ઈન્દ્રોના મુગટોથી અને કુલની માળાઓથી ઈન્દ્રદેવનો સાક્ષાત્કાર કરાવતા હતા.
આ પ્રસંગે ભવાનીપેઠથી પૂજ્ય પભ્યાસપ્રવર શ્રી પ્રવીણવિજયજી મહારાજ, તથા પૂ. મુનિરાજ શ્રી મહિમા વિજયજી આદિ, અને પૂના કેમ્પમાંથી પૂ. મુનિરાજ શ્રી જયંતવિજયજી આદિ પધાર્યા હતા. : -
જાપાનના વિદ્વાન પ્રોફેસર કિમુરાએ (ઉર્ફે હૃદયકુમારે) ઠેઠ સુધી પૂજનનું નિરીક્ષણ કર્યું હતું, અને શ્રી સિદ્ધચક્ર ભગવંતનો ભવ્ય માંડલાને પોતાના કેમેરાથી ફેટો ખેંચ્યો હતો. તથા શ્રી સિદ્ધચક્ર મહા પૂજનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી, અને જૈનોના ધાર્મિક વિધિવિધાન નિહાળી અનહદ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત રાજનગરની શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શેઠ કાન્તિલાલ ભોગીલાલ, શેઠ શાન્તિકુમાર જગાભાઈ, પૂ. આચાર્ય ભગવંતના પરમભક્ત શેરદલાલ શેઠ લાલભાઈ કુલચંદ ઘીયા, અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈના બહેન પ્રભાવતી હેન, મુંબઈ–દાદરમાં રહેતા શેઠ દામજીભાઈ જેઠાભાઈ, સુરત નિવાસી શેઠ બાબુભાઈ ફકીરચંદ ઝવેરી વગેરે સદ્ગૃહસ્થોની હાજરી હોવા ઉપરાંત, અત્રે પુનાસિટિની તથા પૂના કેમ્પની તથા આસપાસના અનેક ગામોની જૈન જનતા હજારોના પ્રમાણમાં હતી.
જૈન યુવક મંડળે આ પ્રસંગે વ્યવસ્થા સુંદર જાળવી હતી. સાંજના છે વાગે મહામંગળકારી આ શ્રીસિદ્ધચક્ર મહા પૂજન પૂર્ણ થયું હતું.
આ પૂજનની આખા પૂના નગરમાં ખુબખુબ અનુમોદના થઈ હતી. આ વખતનું પૂજ્યપાદ આચાર્યદેવનું અનુપમ અભૂતપૂર્વ ચાતુર્માસ, પૂ. શ્રી ભગવતીજી સૂત્રનું તથા વિક્રમચરિત્રનું પ્રતિદિન શ્રવણ, શ્રીસંઘમાં એક્તા સાથે અપૂર્વશાંતિ, થયેલ વિવિધ તપશ્ચર્યાદિ અનેક ધાર્મિક કાર્યો