________________
અને ચાર-ભાઈઓની દીક્ષા તથા વડીદીક્ષા વગેરે પૂનાના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે ચિરસ્થાયી રહેશે.
આ અપૂર્વ પ્રસંગે ઉપરોક્ત કાર્યક્રમો બહુ જ સુંદર રીતે ઉજવાયા હતા. મંદિર ટ્રસ્ટના આગેવાન શ્રેષ્ટિવર્ય શ્રી કેશરીમલજી જવારમલજી લલવાની તથા શ્રેષ્ટિવર્ય શ્રી કાન્તિલાલ મગનલાલ વગેરે કાર્યકર્તાઓએ પણ સુંદર વ્યવસ્થા જાળવી હતી.
આ રીતે પૂજ્યશ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકની પૂર્ણાહુતિ નિવિજ્ઞમહામહોત્સવ પૂર્વક થઈ હતી. જેના સ્મારક રૂપે પૂના શ્રીસંઘ તરફથી પૂ. શ્રી ભગવતીજી સૂચના વાંચન નિમિત્તે પૂજન દ્વારા થયેલ આવક રૂ. ૨૧૦૦ ની સહાયતાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવેલ છે.
પરમશાસન પ્રભાવક-અદ્વિતીય વ્યાખ્યાનકારસાત લાખ શ્લોક પ્રમાણ નૂતન ગ્રંથ નિર્માતા
પૂજ્યપાદ ‘આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યલાવણ્યસૂરીશ્વરજી મ૦ ની
નિશ્રામાં મહારાષ્ટ્રના પાટનગર પૂના શહેરમાં થયેલ શ્રી જૈન શાસનની અપૂર્વ પ્રભાવના
વિક્રમ સંવત ૨૦૦૯ અને ૨૦૧૦ ની સાલનું અભૂતપૂર્વ ચાતુર્માસ.
[૨] પરમપાવન પંચમાંગ પૂજ્ય શ્રી ભગવતીજી સૂત્રનું, પંચાશકનું, વિક્રમ ચરિત્ર અને સમરાઈ કહાનું વ્યાખ્યાનમાં શાતિપૂર્વક સુંદર શ્રવણ અને પ્રતિદિન માનવમેદિનીની વિશાલ હાજરી.
[૩]: શ્રી સંઘની અપૂર્વ એક્તા અને શાસનની અનુપમ પ્રભાવના.