________________
પાંચે કલ્યાણકોના શાસન પ્રભાવક ભવ્ય વરઘોડા અભૂતપૂર્વ નીકળ્યા હતા. વિવિધ એન્ડો, સુંદર રીતે શણગારેલા ગજરાજ, ઈદ્રધ્વજ, પાલખી, રથ, મેટરો, ઘોડા ગાડીઓ, નીશાન ઠંકા, સાધુ અને સાધ્વીઓનો વિશાલ સમુદાય, અને જૈન-જૈનેતર માનવ મહેરામણ પ્રત્યેક વરઘોડામાં આકર્ષક દેખાતો હતો.
આ પ્રસંગે શ્રી સંઘની વિનંતિને સ્વીકારી પૂજ્યપાદ આચાર્યદેવના પ્રધાન શિષ્યરત–પ્રસિદ્ધવક્તા–વિદ્વચ્છિરોમણી–બાલબ્રહ્મચારી પૂજ્ય પભ્યાસ પ્રવર શ્રી દક્ષવિજ્યજી મહારાજ સાહેબ આદિ બલ્લીમોરાપ્રતિષ્ઠાનું મંગલમય કાર્ય સુંદર રીતે પતાવી, ઉગ્ર વિહાર કરી પ્રતિષ્ઠાના મંગલમય પ્રારંભ દિવસે જ અત્રે સુખપૂર્વક પધાર્યા હતા. અને પ્રતિષ્ઠા મહોત્સવના વિધિ-વિધાનમાં ઘણું જ સુંદર લાભ આપ્યો હતો. કુલ ૧૫ સાધુ અને ૩૩ સાધ્વીઓ આ પ્રસંગે હતાં.
સુપ્રસિદ્ધ ક્રિયાકારક ધર્મનિષ્ઠ શેઠ બાલુભાઈ ઉત્તમચંદ તથા તેમના ભત્રીજા ફકીરચંદભાઈ આદિ આવ્યા હતા. અને પૂજા-ભાવના અર્થે રાજકોટવાળા રસિકલાલ ગવૈયા, મુંબઈથી મહાવીર જૈન સંગીતમંડળ તથા કોલાપુરની સંગીત મંડળી આવેલાં હતાં.
પ્રારંભથી અંત સુધી શ્રી અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને અન્ય અનેક સમિતિઓએ સુંદર સેવા બજાવી હતી.
એકંદર આ અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ પૂનાના આંગણે પૂનાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે ચિરસ્થાયી રહે તેવો શાસન પ્રભાવક અભૂતપૂર્વ સુંદર ઉજવાયો હતો.
[૬] શ્રી સિદ્ધચક મહાપૂજન, અષ્ટોત્તરી સ્નાત્ર, અને શાન્તિસ્નાત્ર પ્રમુખ અષ્ટાહ્નિકા મહોત્સવ આદિ.
[૭] પૂ. મુનિરાજ શ્રીવર્ધમાનવિજયજી, પૂ. મુનિરાજ શ્રીવિકાશવિજયજી, પૂ. મુનિરાજ શ્રીજિતેન્દ્રવિજયજી, તથા પૂ. મુનિરાજ શ્રીકેશરવિજયજી મ૦ ની મહોત્સવ પૂર્વક દીક્ષા અને વડી દીક્ષા, તથા પૂ. મુનિરાજ શ્રી મનોહરવિજયજી મ. અને પૂ. હર્ષપ્રભાશ્રીજી સાથ્વીની ઉત્સવ સહિત વડી દીક્ષા.