________________
અત્રેની જૈન આલમ મુક્ત કંઠે કહેતી કે શું પૂ. આચાર્ય મહારાજ સાહેબની અપૂર્વ વ્યાખ્યાનશૈલી, તત્ત્વગતિ ગહન વિષયોને ચર્ચવાની અજબ શક્તિ ! ધન્ય છે એ શાસનના મહારથીને. આટલી વિશાળ જનતા પ્રતિદિન અનુપમ શાંતિથી વ્યાખ્યાન શ્રવણનો ઉલ્લાસપૂર્વક લાભ લહી રહી છે, એ અમારા સો વર્ષના પુનાના ઈતિહાસમાં કોઈ એ જોયું નથી કે સાંભળ્યું નથી. અમારે ત્યાં તે અહર્નિશ જાણે પયુંષણાપર્વ ચાલી રહ્યાં છે.
પર્વાધિરાજશ્રી પર્યુષણ પર્વ સુંદર રીતે ઉજવાયા બાદ, પૂજ્યપાદ આચાર્યદેવની નાદુરસ્ત તબીયતના કારણે પ્રખર વક્તા વિદ્ધવર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય પન્યાસપ્રવર શ્રી સુશીલ વિજયજી મહારાજ સાહેબે પણ પૂ. શ્રીભગવતીજી સૂત્રના વ્યાખ્યાન અને શ્રી વિક્રમચરિત્રનો શ્રીસંઘને સુંદર લાભ આપ્યો. અને એમનો બુલંદ અવાજ સુંદર છટા અને પૂ. ભગવતીજી સૂત્રના તત્ત્વગર્ભિત વિષયને ચર્ચવાની શક્તિથી શ્રીસંઘને પણ અનહદ આનંદ આવ્યો.
પુનઃ વિસં. ૨૦૧૦ના કાર્તિક સુદ બીજથી પૂજયપાદ, આચાર્યદેવ તંદુરસ્ત થતાં વ્યાખ્યાનની પાટે બીરાજ્યા. વિશાલ જનતા પૂ. શ્રીભગવતીજી સૂત્ર અને વિક્રમચરિત્રનું પૂ. આચાર્યદેવના મુખથી સુંદર શ્રવણ કરવા લાગી.
પૂ. શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકની પૂર્ણાહુતીનો સમય નજીક આવતાં શ્રી સંઘે અપૂર્વ મહત્સવ ઉજવવો એમ નક્કી કર્યું. અને અદ્યાવધિ અત્રે નહીં ભણાએલ સલસિદ્ધિદાયક શ્રી સિદ્ધિચક્ર મહાપૂજન અષ્ટાક્ષિકા મહોત્સવ સહિત ભણાવવાનું નક્કી થયું. શ્રીસંઘ તરફથી મંગલમય કુંકુમપત્રિકા પણ કાઢવામાં આવી.
માગશર સુદ ૧૪ ને શનિવાર તા. ૧૯-૧૨–૫૩ ના મહોત્સવની શરૂઆત થઈ.
માગશર વદ ૫ ને શુક્રવાર તા. ૨૫–૧૨–૫૩ ના સવારે પૂજ્ય શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકની પૂર્ણાહુતિ પૂજયપાદ આચાર્યદેવે શ્રીસંઘ સમક્ષ નિર્વિક્તપણે સુંદર રીતે કરી. એ સમયે પૂ. ભગવતીજી સૂત્રનું પૂજન શેઠ મણીલાલ મોતીચંદે, શેઠ કેશવલાલ માણેકચંદે, શેઠ મોત