Book Title: Shastra Maryada Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ છટ થઈ અને તે ભાન જ અ નેક શાસ્ત્રમર્યાદા ૧૫૧ છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નો નિવેડો સહેલાઈથી આવી જાય છે, અને તે એ છે કે સત્ય એક અને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જે કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોત તો અત્યાર અગાઉ ક્યારનું યે સત્યશોધનનું કામ પતી ગયું હોત, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. જે જે મહાન પુરુષે સત્યને આવિર્ભાવ કરનારા પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગએલા અમુક સત્યશોધકોની શોધનો વારસે મળેલો જ હતો. એ કઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશે કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પોતાના પૂર્વવર્તી અને સમસમયવતી બીજા તેવા શોધકની શોધનો થડે પણ વારસે ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વ પણે તે સત્ય પ્રકટાવ્યું હોય? આપણે સહેજ પણ વિચારીશું તો માલુમ પડશે કે કોઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પિતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઉભા રહીને જ પોતાની દષ્ટિ પ્રમાણે અગર તો પિતાની પરિસ્થિતિને બંધ બેસે એવી રીતે સત્યને આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જે ફેંકી દેવા જેવી ન હોય તો એમ કહેવું જોઇએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે કે શોધ ચલાવનાર વ્યકિતઓની ક્રમક અને પ્રકાર ભેદવાળી પ્રતીતિએને સરવાળો. આ પ્રતીતિઓ જે સંયોગોમાં અને જે ક્રમે જન્મી હોય તે સંયોગો પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઇએ તો એ વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ સૈકાલિક પ્રતોતિએ કે આવિર્ભાવમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય; છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તો એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતોતિને મશકે પણ એક અખંડ શાસ્ત્રનો અંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19