Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૧૬૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ઉભી થતી નથી, અને થાય છે તો સત્વર તેનો નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાગાંઠયા દરેક કાળમાં હોય છે તે જૈનો છે જ. અને એવા જેનેના શિષ્યો અગર પુત્રો જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજે અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા જેનસમાજનાં અંગો છે. ગુણજેનોનો વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિવાદ નથી હોતો. જ્યારે સામાજિક જૈનમાં એથી ઉલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનના વ્યવહારવારસામાંથી જ ઉતરી આવેલો હોય છે પણ તેમનામાં આંતરિક વિકાસનો છાંય નથી હોતું. તેઓ તો જગતના બીજા મનુષ્ય જેવા જ ભોગતૃષ્ણાવાળા અને સાંકડી દષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઉભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય, એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી. પણ ગળે સુધી ભગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારદષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છેડી જંગલમાં દોડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતોની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંયોગો સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19