Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249640/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા શાસ્ત્ર એટલે શું?–જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઉંડા તથા વિશાલ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્ત્વનું. આમ મહત્ત્વને આધાર ઉંડાણું અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાને આધાર તે તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઉંડી હોય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જે દૃષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું, થોડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ પ્રતિષ્ઠા ખરી બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં રાસ અને ત્ર એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિ જૂની રીતને આગ્રહ છેડો ન જ હોય તો એમ કહેવું જોઇએ કે રાષ્ટ્ર એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાને ભાવ સૂચવે છે, અને ત્ર શબ્દ ત્રાણશક્તિનો ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવો અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાસુશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તો ઉંડાણ ઉપર અવલંબિત નથી. પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચોખું એ જ ફલિત થાય છે, કે જે કઈ પણ વિષયની સાચી માહિતી અને સાચો અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાવું જોઈએ. આવું શાસ્ત્ર તે કયું?–ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે કેાઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે. કારણ કેઈ પણ એક શાસ્ત્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જન્મ્યું કે જેની માહિતી અને અનુભવ ’કાઇ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હાય કે જેની વિરુદ્ધ કાઇને કદીએ કહેવાના પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કઈ પણ છે કે નહિ? એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જે ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય ક્રુ લાલચ ન હાય તેા ઉત્તર સરળ છે, અને જો તે હાય તેા ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસના સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્દા એને મક્કમપણું અપે છે, જિજ્ઞાસા અને શ્રદ્દાની સાથે જો ખીજી કાઈ આસુરી વૃત્તિ ભળી જાય તે! તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં ખાંધી રાખી તેમાં જ સત્ય—હિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણુસ કાઇ એક જ વાક્યને અગર કાઈ એક જ ગ્રંથને, અગર કોઇ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે, અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતા થઇ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૃહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા અસત્યતાની બાબતમાં અગર તેા શાસ્ત્રની શ્રેષ્ઠતાના તર—તમ ભાવની અબતમાં મોટા વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં ખીજાં શાસ્ત્રાને ખાટાં અગર અપૂર્ણ સત્ય જણાવ નારાં કહેવા મંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પનેિ પેાતાનાં શાસ્ત્ર. વિષે તેમ કહેવાતે જાણે અજાણે નાતરે છે. આ તાકાતી વાતાવરણમાં અને સાંકડી મનેાવૃત્તિમાં એ તે વિચારાયું જ રહી. જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્ર! ખાટાં કે બધાં જ શાસ્ત્રા સાચાં કે બધાં જ કાંઈ નહિ ? આ થઈ ઉત્તર આપવાની કઠીણામની ખાજું. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી Page #3 -------------------------------------------------------------------------- ________________ છટ થઈ અને તે ભાન જ અ નેક શાસ્ત્રમર્યાદા ૧૫૧ છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નો નિવેડો સહેલાઈથી આવી જાય છે, અને તે એ છે કે સત્ય એક અને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જે કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોત તો અત્યાર અગાઉ ક્યારનું યે સત્યશોધનનું કામ પતી ગયું હોત, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. જે જે મહાન પુરુષે સત્યને આવિર્ભાવ કરનારા પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગએલા અમુક સત્યશોધકોની શોધનો વારસે મળેલો જ હતો. એ કઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશે કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પોતાના પૂર્વવર્તી અને સમસમયવતી બીજા તેવા શોધકની શોધનો થડે પણ વારસે ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વ પણે તે સત્ય પ્રકટાવ્યું હોય? આપણે સહેજ પણ વિચારીશું તો માલુમ પડશે કે કોઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પિતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઉભા રહીને જ પોતાની દષ્ટિ પ્રમાણે અગર તો પિતાની પરિસ્થિતિને બંધ બેસે એવી રીતે સત્યને આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જે ફેંકી દેવા જેવી ન હોય તો એમ કહેવું જોઇએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે કે શોધ ચલાવનાર વ્યકિતઓની ક્રમક અને પ્રકાર ભેદવાળી પ્રતીતિએને સરવાળો. આ પ્રતીતિઓ જે સંયોગોમાં અને જે ક્રમે જન્મી હોય તે સંયોગો પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઇએ તો એ વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ સૈકાલિક પ્રતોતિએ કે આવિર્ભાવમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય; છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તો એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતોતિને મશકે પણ એક અખંડ શાસ્ત્રનો અંશ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. પણ એવા કાઈ અંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તા તે ખાટું જ છે. જો આ મુદ્દામાં વાંધેા લેવા જવું ન હોય—હું તેા નથી જ લેતા-તા આપણે નિખાલસ દિલથી કબુલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમા, માત્ર બૌદ્ધ પિટકા, માત્ર અવેસ્તા, માત્ર ખાઈબલ, માત્ર પુરાણ, માત્ર કુંરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પેાતપેાતાના વિષયપરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી. પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભાતિક વિષય પરત્વે, અગર તેા સામાજિક વિષય પરત્વે એક અખ ત્રૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમજ પ્રકાર ભેદવાળાં સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તે અખંડ સત્યની દેશ કાળ, અને પ્રકૃતિ ભેદ પ્રમાણે જુદીજુદી બાજુએ રજુ કરતાં મણકા શાસ્ત્ર છે. આ વાત કાઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલા છે. જો આ સમજ આપણા મનમાં ઉતરે–અને ઉતારવાની જરુર તા છે જતા આપણે પેાતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા ખચી જઇએ, અને તેમ કરી ખીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિથી બચાવી લઇએ. પેાતાના માની લીધેલ સત્યને બરાબર વાદાર રહેવા માટે જરુરનું એ છે કે તેની કિમત હાય તેથી વધારે આંટી અંધશ્રા ન ખીલવવી અને આછી આંી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તા જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકેાનાં ગ્રંથના કાં તે। બધાં જ શાસ્ત્રા છે, કાં તેા બધાં જ અશાસ્ત્ર છે, અને કાં તા એ કાંઇ જ નથી. દેશ, કાળ, અને સંયેાગથી પરિમિત સત્યના આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ અશાસ્ત્રા છે, શાસ્રયાગની પાર ગએલ સામર્થ્યયેાગની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિષેનું મિથ્યા અભિમાન ગાળવા માટે Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૫૩ આટલી જ સમજ બસ છે. જો એ મિથ્યા અભિમાન ગળે તે મેહનું અંધન ટળતાં જ બધા મહાન પુરુષાનાં ખંડ સત્યામાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીએ પાતપાતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાના પ્રધાન ઉદ્દેશ છે. સર્જકો અને રક્ષકા—શાસ્રા કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે—રક્ષાય છે; અને ખીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ થાય છે. રક્ષા, સુધારકેા, અને પુરવણીકારા કરતાં સર્જા હમેશાં જ એઠા હૈાય છે. સર્જકામાં પણ બધા સમાન જ ક્રેાટિના હોય એમ ધારવું તે મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષાના મુખ્ય બે ભાગ પડે છે. પહેલા ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનેા આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેના પ્રચાર કરવાની કાશીષ કરે છે. તે એટલા અધે ભક્તિસંપન્ન હેાય છે કે તેને મન પેાતાના પૂજ્ય સદાના અનુભવમાં કાંઇ જ સુધારવા જેવું કે ફારફેર કરવા જેવું નથી લાગતું, તેથી તે પેાતાના પૂજ્ય સદાના વાકયાને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું કુલિત કરવાના પ્રયત્ન કરે છે. અને દુનિયા તરફ જોવાની ખીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હાય છે. તેથી તે પેાતાના પૂજ્ય સદાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતા નથી, ઉલટું તેમાં તે જે જે ઉપેા જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે એ; તેને પેાતાની શકિત પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકાના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રા પ્રમાર્જન અને પુરવણી ન પામવા છતાં એકદેશીય ઉંડાણુ કેળવે છે અને રક્ષકાના ખીજા ભાગ દ્વારા એ શાસ્ત્ર પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કાઈ પણ સ્રષ્ટાના શાસ્ત્ર સાહિત્યના ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાત્રી થયા વિના Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન નહિ રહે. અહિં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક વેદભાગને. મૂળ સર્જન માની પ્રસ્તુત વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મિત્રવેદને બ્રાહ્મણ ભાગ અને જેમિનીયની મીમાંસા. એ પ્રથમ પ્રકારના રક્ષકે છે, અને ઉપનિષદો, જૈન આગમે, બાદ્ધ પિટક, ગીતા, સ્મૃતિ, અને બીજા તેવા ગ્રંથો એ બીજા પ્રકારના. રક્ષકે છે. કારણ કે બ્રાહ્મણગ્રંથને અને પૂર્વ મીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતો ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજબૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કોઈપણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષા મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઇ જ દેખાતું નથી. ઉલટું ઉમેરવાનો વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકાર, આગમકાર, પિટકકાર વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવો, ઉમેરવા જેવો અને વિકસાવવા જેવો લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેટવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઉભી થાય છે. નવા જૂના વચ્ચે કેન્દ્ર–ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એક બીજા વચ્ચે વિચારનો સંઘર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંઘર્ષ અનર્થકારી લાગે છે. પણ એ સંઘર્ષને પરિણામે જ સત્યનો આવિર્ભાવ આગળ વધે છે. કોઈ પુષ્ટ વિચારક કે સમર્થ સ્રષ્ટા એ જ સંઘર્ષમાંથી જન્મ લે છે અને તે ચાલ્યા આવતાં શાસ્ત્રીય સમાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકોને ચમકાવી સકે છે. અને બધા જ લેકે કે લોકોને મેટો ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમજ ભાવનાઓના હથિયારવડે એ નવા વિચાર કે સર્જકનું માથું ફેડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરોધીઓની પલટણ અને બીજી બાજુએ નવા આગન્તુક એકલે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયોદા ૧૫૫ વિરેાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રોમાં ક્યાં છે? વળી તે બિચારા કહે છે કે “જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઉલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.” આ બિચારા શ્રદ્ધાળુ છતાં એક આંખવાળા વિરોધીઓને પેલો આગંતુક કે વિચારક અષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણું અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અર્થદષ્ટિએ વિકસે છે અને નવી વિચારણું અને ભાવનાનો નો થર આવે છે અને વળી એ નવો થર વખત જતાં જૂનો થઈ જ્યારે બહુ ઉપયેગી નથી રહેતો અગર ઉલટો બાધક થાય છે ત્યારે વળી નવા જ સ્ત્રષ્ટા અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એકવાર નવી અને હમણાં જૂની થઈ ગએલી વિચારણું અને ભાવનાઓ ઉપર નો થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણીવાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે શબદ સ્વતંત્ર સરજવા પડતા હેત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તે તો જૂના અને નવા વચ્ચે ઠંદ ( વિરોધ ) ને કદી જ અવકાશ ન રહેત. પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું તેથી જૂના લકાની મક્કમતા અને નવા આગંતુકની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિધ વિકાસનું જ રૂપ પકડે છે. જૈન કે બાદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આજ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇ, વરુણ, ત, તપ, સત, અસત, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની, ભાવના અને ઉપાસના લ્યો; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરપાએલી ભાવના તથા ઉપાસના લ્યો. એટલું જ નહિ પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો. વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, યોગ, ભોગ વગેરે શબ્દ પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષકાલીન એ જ શબ્દ પાછળ રહેલી ભાવના સાથે તેમજ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આપાએલી ભાવના સાથે સરખાવો તો છેલ્લા પાંચ હજાર વર્ષમાં આર્યલેકાના માનસમાં કેટલે ફેર પડે છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડ્યો નથી. કે વગર વાંધે અને વગર વિરેાધે વિકાસક્રમમાં સ્થાન પામ્યું નથી; પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા અને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારકે અને સર્જકે પોતાની ભાવનાના હડાવડે જીના શબ્દોની એરણું ઉપર જૂના લોકોના માનસને નવો ઘાટ આપે છે. હથોડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. અને આ નવા જૂનાની કાળચક્કીનાં પૈડાઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે. વર્તમાન યુગ આ જમાનામાં ઝપાટાબંધ ઘણી ભાવનાઓ અને વિચારણુઓ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુદ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાએ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના સ્વીકારનારે મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે બેટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળે પણ વર્ગ નાનોસૂનો નથી. આ સંયોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૫૭ સર્જકા અને રક્ષકા મનુષ્યજાતિનાં નૈસાગક ળા છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે હિંદુ. નવા જૂના વચ્ચેનું એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકવાનું અનિવાર્ય અંગ છે, એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું? અને આવું શાસ્ત્ર તે કયું ? એ બે મુદ્દાઓ દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહા કે નવાજૂનાની અથડામણીના દૂધમંથનમાંથી આપેઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દાએ તે અત્યારના યુગની વિચારણા અને ભાવનાએ સમજવા માટે માત્ર પ્રસ્તાવના છે. ત્યારે હવે ટુંકમાં જોઇએ અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ કે તેની સામે આજે કઇ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઇ છે અને તેને ઉકેલ શકય છે કે નહિ અને શક્ય હાય તો તે કઈ રીતે શકય છે? ૧. માત્ર કુળ પરંપરાથી કહેવાતા જૈન માટે નહિ પણ જેનામાં જૈનપણું ગુણુથી થાડું ઘણું આવ્યું હોય તેને માટે સુદ્ધાં પ્રશ્ન એ છે કે તેવે! માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તે કઈ રીતે લે. કારણ કે તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું? અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તા સ્વાર્થ તેમજ સંકુચિત ભાવનાનું કુળ છે અને ખરું જૈનત્વ એ તા એની પારની વસ્તુ છે એટલે ગુણુથી જે જૈન હાય તે રાષ્ટ્રીય કાર્યા અને રાજકીય ચળવળેામાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજને પેચીદા સવાલ છે—ગૂઢ પ્રશ્ન છે. ૨. લગ્નપ્રથાને લગતી રૂઢીઓ, નાતજાતને લગતી પ્રથાએ અને ધંધા ઉદ્યોગની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરુષ જાતિ વચ્ચેના સંબંધેાની ખાખતમાં આજકાલ જે વિચારા બળપૂર્વક ઉદ્ય પામી રહ્યા છે અને ચેામેર ધર કરી રહ્યા છે તેને જૈનશાસ્ત્રમાં ટેકા છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારાના મેળ છે કે નહિ, જૂના વિચારા સાથે જ ખરા જૈનત્વના સંબંધ છે ? જે નવા વિચારાને Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના શાસ્ત્રના ટુંકા ન હોય અને તે વિચારે વિના જીવવું. સમાજ માટે અશક્ય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારાને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં ? કે એ વિચારાનું નવું શાસ્ત્ર રચી જૈનશાસ્ત્રમાં વિકાસ કરવા ? કે એ વિચારાને સ્વીકારવા કરતાં જૈનસમાજની હસ્તી મટવાને કીંમતી ગણવું ? ૩. મેાક્ષને પથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માદક થવાને બદલે જો અનુગામીઓને ગુરુ એટલે ખાજા રૂપ જ થતી હાય અને ગુરુસસ્થારૂપ સુભ્રમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવે! પણ ડૂબવાની દશામાં આવ્યા હાય તે શું એ દેવાએ પાલખી ફેંકી ખસી જવું ? કે પાલખી સાથે ડૂબી જવું ? કે પાલખી અને પેાતાને તારે એવા કાઈ માર્ગ શોધવા થેાલવું ? જો એવા મા ન જ મુઝે તે શું કરવું? અને સૂઝે તે તે મા જૂના જૈનશાસ્ત્રમાં છે કે નહિ અગરતા આજસુધીમાં કાએ અવલખેલા છે કે નહિ, એ જેવું? . ૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા ગુણજૈનત્વ સાથે બંધ એસે અને કયા કયા ધંધા જૈનત્વના ધાતક અને ? શું ખેતીવાડી, બુદ્ઘારી, સુતારી, અને ચામડાને લગતાં કામા, દાણાદુણીના વ્યાપાર, વહાણવટું, સિપાહિગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે? અને ઝવેરાત, કપડાં, લાલી, સટ્ટો, મીલમાલેક, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના આધક નથી અગર ઓછા બાધક છે? ઉપર આપેલા ચાર પ્રશ્નો તે અનેક એવા પ્રશ્નોમાંની વાનગી માત્ર છે. એટલે આ પ્રશ્નોનેા ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હોય તે ખીજા પ્રશ્નોને પણ સહેલાઇથી લાગુ થઇ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. ઓછા વધતા પ્રમાણમાં અને એક અથવા ખીજી રીતે આવા પ્રશ્નો ઉભા થએલા આપણે જૈનશાસ્ત્રના ઋતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧પ૯ કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિષેના આપણા અજ્ઞાનમાં રહેલું છે. જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટીલાંટપકાંનું જૈનત્વ જાણે અજાણે જીવન ઉપર લદાએલું હોય અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતો. એ જ રીતે જીવનમાં એાછું વધતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવા ક્ષેત્રોમાં ઉભા થતા કોયડાઓને ઉકેલવાની તેમજ વાસ્તવિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. તેથી જરૂરનું એ છે કે સાચું જનત્વ શું છે, એ સમજી જીવનમાં ઉતારવું અને બધા જ ક્ષેત્રમાં ઉભી થતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે જૈનત્વને શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી. હવે આપણે જોઈએ કે સાચું જનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રયોગ વડે ઉપરના પ્રશ્નોને અવિરેાધી નિકાલ કેવી રીતે આવી શકે? આવું જનત્વ એટલે સમભાવ અને સત્યદષ્ટિ. જેને જેનશાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાંતદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે અથવા તે પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજ્જવળ કરે છે જ્યારે બીજું દષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો એમ કહેવું જોઈએ કે જીવનની તૃણાનો અભાવ અને એક દેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન અસમાન જેટલું અંતર છે. જેણે ખરું જેનત્વ પૂર્ણપણે અગર તો ઓછા વધતા પ્રમાણમાં સાધ્યું હોય તેવી વ્યકિતઓના સમાજ બંધાતા જ નથી. અને બંધાય તે પણ તેમને માર્ગ એવો નિરાળા હોય છે કે તેમાં અથડામણુઓ જ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ઉભી થતી નથી, અને થાય છે તો સત્વર તેનો નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાગાંઠયા દરેક કાળમાં હોય છે તે જૈનો છે જ. અને એવા જેનેના શિષ્યો અગર પુત્રો જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજે અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા જેનસમાજનાં અંગો છે. ગુણજેનોનો વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિવાદ નથી હોતો. જ્યારે સામાજિક જૈનમાં એથી ઉલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનના વ્યવહારવારસામાંથી જ ઉતરી આવેલો હોય છે પણ તેમનામાં આંતરિક વિકાસનો છાંય નથી હોતું. તેઓ તો જગતના બીજા મનુષ્ય જેવા જ ભોગતૃષ્ણાવાળા અને સાંકડી દષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઉભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય, એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી. પણ ગળે સુધી ભગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારદષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છેડી જંગલમાં દોડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતોની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંયોગો સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૬૧ રાષ્ટ્રીયક્ષેત્ર અને રાજપ્રકરણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જેન– એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાએલું છે. ગૃહસ્થ જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમજ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારેમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારોમાં જૈનત્વ આણવાને અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાનો ભગીરથ પ્રયત્ન જેનાચાર્યોએ સેવ્યો હતો તો પછી આજે રાષ્ટ્રીયતા અને જેનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજપ્રકરણ એ બધું કાંઈ મનુષ્યતીત કે લેકોત્તર ભૂમિનું હતું? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું કે શું તે વખતના રાજપ્રકરણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કાંઈ વસ્તુ જ નહોતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફક્ત વીતરાગદષ્ટિએ અને વસુધૈવ દુશ્વની ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબિ ગૃહસ્થ જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે તે મોભા અને ભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પિતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા અને રાજકર્મચારી પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યું છે તો સાચું જૈનત્વ જાળવી શકે છે. તો આજની રાજકરણી સમસ્યાને ઉત્તર પણ એ જ છે. એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હદયમાં પ્રકટયું હોય તો ) કશો જ વિરોધ નથી. અલબત અહીં ત્યાગી વર્ગમાં ગણાતા જૈનની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગી વર્ગને રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી ક૯૫ના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તવ જ નથી, અને રાજપ્રકરણ ૫ણ સમભાવવાળું હોઈ જ ન Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શકે એવી માન્યતા રૂઢ થઈ છે. પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જો પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આણી અને સાચવી શકે છે, અને જો એ પોતે જ શુદ્ધ ન હોય તે ત્યાગી વર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જેનેને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા ? જે તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યકિત ખરેખર જેન મળી આવવાને સંભવ હોય તો આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથી એ વધારે સારા ગુણ જેનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ કયાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જેન વર્ગ પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જેનસાધુસંધના ઈતિહાસમાં કયાં ઓછા છે? ફેર હોય તો એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી; જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જે નતિક ભાવના અને અર્પણત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તો ગૃહરથ કે ત્યાગી કેઈપણ જેને, તેના જેનત્વને જરા પણ બાધ ન આવે અને ઉલટું વધારે પોષણ મળે એવી રીતે કામ કરવાને રાષ્ટ્રીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે, એ વાત ખરી; પણ વિશ્વની સાથે પોતાને મેળ હોવાને દાવો કરનાર જૈન ધર્મ માટે તે રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઉલટું આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જેનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ) સાથે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય પણ જે જૈનત્વદષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તો તે બધું શુદ્ધ જ હેવાનું. Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૬૩ બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિષે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થએલું છે. ભગવાન મહાવીરને જે કાંઈ પિતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તો તે એકાંતિક ત્યાગ જ હતો. પણ એવા ત્યાગના ઈછનાર સુદ્ધાં બધા એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લોકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા. એટલેજ તેઓ ઉમેદવારના ઓછા કે વધતા ત્યાગમાં સંમત થઈ, ‘મા પદવષે –વિલંબ ન કર–એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભોગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શા લોકો આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ ઘડશે. દેશકાળ પ્રમાણે લેકે પોતાની ભોગમર્યાદા માટે નવા નિયમે, નવા વ્યવહારો ઘડશે, જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેકી પણ દેશે. એ લૈકિક સ્મૃતિમાં ભગવાન પડયા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત ત્યાગનો છે. લૌકિક નિયમેનું ચક્ર તેની આજુબાજુ ઉત્પાદ વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે ફર્યા કરે એટલું જ જોવાનું રહે છે. આજ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈનસમાજ વ્યવસ્થિત થયો અને ફેલાતો ગયો ત્યારે તેણે લૈકિક નિયમોવાળાં ભોગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્ર રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતો રાખે તે જ ન્યાય સમાજને જીવતા રહેવા માટે હાથ ઉંચો કરી કહે છે કે ‘તું સાવધ થા, તારી પાસે પથરાએલી પરિસ્થિતિ છે અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે; પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગનો ડોળ તું કરીશ તો જરૂર મરીશ, અને પિતાની ભોગ મર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પોતાની વૃત્તિઓ તૃપ્ત કરવાનો Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પયુષણ પર્વનાં વ્યાખ્યાનો ગમે તે રીતે હક્ક છે અને બીજાને વૃત્તિના ભોગ બનવાને જન્મસિદ્ધ હક્ક છે એમ કદી ન માનત;” સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જેનસમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાનો કર્યા છે. હવેની નવીન જેનસ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે, તો જ જૈન સમાજ માનભેર ધર્મસમાંજેમાં મેટું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા નેળે જ છૂટકા છે. હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નેંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જેનસ્મૃતિમાં સ્ત્રીઘાતકી ગણાશે. કારણ કે આજે નૈતિક ભાવનાનું બળ જે ચોમેર ફેલાઈ રહ્યું છે તેની અવગણના કરીને જૈનસમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધને સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો જ સવાલ હોવાથી તેના વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જજૂનાં શાસ્ત્રોને આધાર શેધવો જ હોય તો જૈનસાહિત્યમાંથી મળી શકે તેમ છે પણ એ શેાધનો મહેનત કર્યા કરતાં “ધ્રુવજૈનત્વ -સમભાવ અને સત્ય-કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે એવી રીતે જૈન સમાજને જીવન અર્પનાર લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિષે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઉભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થએલ પરંપરા મહાવીરે ફેંકી દીધી તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યા. ચૈત્યવાસીઓ ગયા પણ સમાજે બીજી સંસ્થા માંગી જ લીધી. Page #17 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયોદા ૧૬૫ જતિઓના દિવસે ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુએ આવીને ઉભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા એનો અર્થ એ કદી નથી કે સાચાં જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચો ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતા નથી ત્યારે ગુરુઓને ફેંકી દેવાનો અર્થ શું ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન, ગુરુઓને લીધે પોષાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરો. આ અસહકારના અગ્નિતાપ વખતે સાચા ગુરુઓ તો કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અને કાં તો બળી ભસ્મ થશે પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરુર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર–માર્ગદર્શકની જરુર છે ) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ ટકે છે. અલબત જે ગુરુસંસ્થામાં કોઈ માઇને લાલ એકાદ પણ અચો ગુરુ હયાત હશે તે આવા સખત પ્રયોગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાજીથી બચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદોમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તો પિતાના અહિંસાબળે તેવી પરિષદના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આર્વી શકશે તે જ હવે પછી ખરે જેનગુરુ થઈ શકશે. હવેનું એકબજાર જગત પ્રથમની અ૯પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે તે કોઈ નાત, જાત, સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઉભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તો તેમને અને જેનસમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવો એ એક જ માર્ગ રહે છે. જો આવો માર્ગ લેવાની પરવાનગી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જેનશાસ્ત્રમાંથી જ મેળવવાની હોય તે પણ તે સુલભ છે. ગુલામીવૃત્તિ નવું સરજતી નથી અને જૂનું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હોય છે. જેને સદ્દગુણોની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિને બુર ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ વિચારવું ઘટે. ધંધાપરત્વેના છેલ્લા પ્રશ્નના સંબંધમાં જૈનશાસ્ત્રની મર્યાદા બહુ જ ટુંકી અને ટચ છતાં સાચે ખુલાસો કરે છે અને તે એ છે કે “જે ચીજને ધંધે ધર્મ વિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજનો ઉપભોગ પણ ધર્મ અને નીતિવિદ્ધ છે. જેમ માંસ અને મધ જેનપરંપરા માટે વજયે લેખાયાં છે તે તેને ધંધે પણ તેટલો જ નિષેધપાત્ર છે. અમુક ચીજનો ધંધો સમાજ ન કરે છે. તેણે તેને ઉપભોગ પણ છોડવો જ જોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનની મર્યાદિત ભગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકો અન્ન, વસ્ત્ર આદિ બધું નીપજાવતા, અને તેને ધંધે પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણું ઘર બાંધે અને પિતાની કન્યાને બીજા સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાંતો ગાંડે જોઈએ અને ડાહ્યો હોય તો જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતો. ન જ હોવો જોઈએ. જે માણસ કેલિસા, લાકડાં, ચામડાં અને યંત્ર જથાબંધ વાપરે તે માણસ દેખીતી રીતે તેવા ધંધાને ત્યાગ કરતો. હશે તે એનો અર્થ એ જ કે તે બીજા પાસે તેવા ધંધાઓ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે અને કરાવવામાં તેમ જ સમ્મતિ આપવામાં જ એ છે દેષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈનશાસ્ત્રમાં નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાને સંભવ જૈનશાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસનો ધંધ કરવામાં પાપ માની તેવા ધંધા જાતે ન કરતાં માંસના માત્ર ખોરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈનશાસ્ત્ર એમ કહેતું હોય કે “તમે ભલેને બંધ ન કરે પણ તમારા દ્વારા વપરાતા માંસને Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા 167 તૈયાર કરનાર લોકોના પાપમાં તમે ભાગીદાર છો જ " તો શું તે જ નિષ્પક્ષ જૈનશાસ્ત્ર કેવળ કુળધર્મ હોવાને કારણે જૈનેને એ વાત કહેતાં અચકાશે ? નહિ કદી જ નહિ. એ તો ખુલે ખુલ્લું કહેવાનું કે કાં તો ભોગ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તો જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લે છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના, ભોગમાં પણ તેટલું જ પાપ લે. જૈનશાસ્ત્ર તમને પોતાની મર્યાદા જણાવશે કે “દેષ કે પાપને સંબંધ ભોગવૃત્તિ સાથે છે માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ રોટી છે એવું સૂત્ર જગદ્દવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન, આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનો જાતે ધંધો કરવામાં દેષ માનનાર કાંત અવિચારી છે અને કાંતે ધર્મઘેલે છે એમજ મનાશે. ઉપસંહાર–ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાનો વિષય વધારે લાંબો થયો છે પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટુંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમકે કોઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બને જાતનાં શાસ્ત્ર વાક મેળવી શકાય છે. અગર તો એકજ વાક્યમાંથી બે વિધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈનશાસ્ત્રનો પરિચય થયો છે અને ચાલુ જમાનાને અનુભવ મળે છે તે બન્નેની એકવાક્યતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મહારે આ વિચાર વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને અમારા વિચારોમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવો અને ગમે તે હોવા છતાં મારા આદરનો પાત્ર અવશ્ય થશે. સુખલાલ