SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમર્યાદા ૧૫૩ આટલી જ સમજ બસ છે. જો એ મિથ્યા અભિમાન ગળે તે મેહનું અંધન ટળતાં જ બધા મહાન પુરુષાનાં ખંડ સત્યામાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીએ પાતપાતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાના પ્રધાન ઉદ્દેશ છે. સર્જકો અને રક્ષકા—શાસ્રા કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે—રક્ષાય છે; અને ખીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ થાય છે. રક્ષા, સુધારકેા, અને પુરવણીકારા કરતાં સર્જા હમેશાં જ એઠા હૈાય છે. સર્જકામાં પણ બધા સમાન જ ક્રેાટિના હોય એમ ધારવું તે મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષાના મુખ્ય બે ભાગ પડે છે. પહેલા ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનેા આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેના પ્રચાર કરવાની કાશીષ કરે છે. તે એટલા અધે ભક્તિસંપન્ન હેાય છે કે તેને મન પેાતાના પૂજ્ય સદાના અનુભવમાં કાંઇ જ સુધારવા જેવું કે ફારફેર કરવા જેવું નથી લાગતું, તેથી તે પેાતાના પૂજ્ય સદાના વાકયાને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું કુલિત કરવાના પ્રયત્ન કરે છે. અને દુનિયા તરફ જોવાની ખીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હાય છે. તેથી તે પેાતાના પૂજ્ય સદાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતા નથી, ઉલટું તેમાં તે જે જે ઉપેા જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે એ; તેને પેાતાની શકિત પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકાના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રા પ્રમાર્જન અને પુરવણી ન પામવા છતાં એકદેશીય ઉંડાણુ કેળવે છે અને રક્ષકાના ખીજા ભાગ દ્વારા એ શાસ્ત્ર પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કાઈ પણ સ્રષ્ટાના શાસ્ત્ર સાહિત્યના ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાત્રી થયા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249640
Book TitleShastra Maryada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size845 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy