Book Title: Shastra Maryada Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 1
________________ શાસ્ત્રમર્યાદા શાસ્ત્ર એટલે શું?–જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઉંડા તથા વિશાલ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્ત્વનું. આમ મહત્ત્વને આધાર ઉંડાણું અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાને આધાર તે તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઉંડી હોય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જે દૃષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું, થોડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ પ્રતિષ્ઠા ખરી બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં રાસ અને ત્ર એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિ જૂની રીતને આગ્રહ છેડો ન જ હોય તો એમ કહેવું જોઇએ કે રાષ્ટ્ર એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાને ભાવ સૂચવે છે, અને ત્ર શબ્દ ત્રાણશક્તિનો ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવો અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાસુશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તો ઉંડાણ ઉપર અવલંબિત નથી. પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચોખું એ જ ફલિત થાય છે, કે જે કઈ પણ વિષયની સાચી માહિતી અને સાચો અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાવું જોઈએ. આવું શાસ્ત્ર તે કયું?–ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે કેાઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે. કારણ કેઈ પણ એક શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 19