Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ શાસ્ત્રમર્યાદા ૧૫૭ સર્જકા અને રક્ષકા મનુષ્યજાતિનાં નૈસાગક ળા છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે હિંદુ. નવા જૂના વચ્ચેનું એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકવાનું અનિવાર્ય અંગ છે, એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું? અને આવું શાસ્ત્ર તે કયું ? એ બે મુદ્દાઓ દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહા કે નવાજૂનાની અથડામણીના દૂધમંથનમાંથી આપેઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દાએ તે અત્યારના યુગની વિચારણા અને ભાવનાએ સમજવા માટે માત્ર પ્રસ્તાવના છે. ત્યારે હવે ટુંકમાં જોઇએ અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ કે તેની સામે આજે કઇ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઇ છે અને તેને ઉકેલ શકય છે કે નહિ અને શક્ય હાય તો તે કઈ રીતે શકય છે? ૧. માત્ર કુળ પરંપરાથી કહેવાતા જૈન માટે નહિ પણ જેનામાં જૈનપણું ગુણુથી થાડું ઘણું આવ્યું હોય તેને માટે સુદ્ધાં પ્રશ્ન એ છે કે તેવે! માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તે કઈ રીતે લે. કારણ કે તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું? અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તા સ્વાર્થ તેમજ સંકુચિત ભાવનાનું કુળ છે અને ખરું જૈનત્વ એ તા એની પારની વસ્તુ છે એટલે ગુણુથી જે જૈન હાય તે રાષ્ટ્રીય કાર્યા અને રાજકીય ચળવળેામાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજને પેચીદા સવાલ છે—ગૂઢ પ્રશ્ન છે. ૨. લગ્નપ્રથાને લગતી રૂઢીઓ, નાતજાતને લગતી પ્રથાએ અને ધંધા ઉદ્યોગની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરુષ જાતિ વચ્ચેના સંબંધેાની ખાખતમાં આજકાલ જે વિચારા બળપૂર્વક ઉદ્ય પામી રહ્યા છે અને ચેામેર ધર કરી રહ્યા છે તેને જૈનશાસ્ત્રમાં ટેકા છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારાના મેળ છે કે નહિ, જૂના વિચારા સાથે જ ખરા જૈનત્વના સંબંધ છે ? જે નવા વિચારાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19