Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬૪ પયુષણ પર્વનાં વ્યાખ્યાનો ગમે તે રીતે હક્ક છે અને બીજાને વૃત્તિના ભોગ બનવાને જન્મસિદ્ધ હક્ક છે એમ કદી ન માનત;” સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જેનસમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાનો કર્યા છે. હવેની નવીન જેનસ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે, તો જ જૈન સમાજ માનભેર ધર્મસમાંજેમાં મેટું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા નેળે જ છૂટકા છે. હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નેંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જેનસ્મૃતિમાં સ્ત્રીઘાતકી ગણાશે. કારણ કે આજે નૈતિક ભાવનાનું બળ જે ચોમેર ફેલાઈ રહ્યું છે તેની અવગણના કરીને જૈનસમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધને સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો જ સવાલ હોવાથી તેના વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જજૂનાં શાસ્ત્રોને આધાર શેધવો જ હોય તો જૈનસાહિત્યમાંથી મળી શકે તેમ છે પણ એ શેાધનો મહેનત કર્યા કરતાં “ધ્રુવજૈનત્વ -સમભાવ અને સત્ય-કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે એવી રીતે જૈન સમાજને જીવન અર્પનાર લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિષે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઉભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થએલ પરંપરા મહાવીરે ફેંકી દીધી તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યા. ચૈત્યવાસીઓ ગયા પણ સમાજે બીજી સંસ્થા માંગી જ લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19