Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૧૬૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શકે એવી માન્યતા રૂઢ થઈ છે. પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જો પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આણી અને સાચવી શકે છે, અને જો એ પોતે જ શુદ્ધ ન હોય તે ત્યાગી વર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જેનેને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા ? જે તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યકિત ખરેખર જેન મળી આવવાને સંભવ હોય તો આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથી એ વધારે સારા ગુણ જેનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ કયાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જેન વર્ગ પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જેનસાધુસંધના ઈતિહાસમાં કયાં ઓછા છે? ફેર હોય તો એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી; જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જે નતિક ભાવના અને અર્પણત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તો ગૃહરથ કે ત્યાગી કેઈપણ જેને, તેના જેનત્વને જરા પણ બાધ ન આવે અને ઉલટું વધારે પોષણ મળે એવી રીતે કામ કરવાને રાષ્ટ્રીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે, એ વાત ખરી; પણ વિશ્વની સાથે પોતાને મેળ હોવાને દાવો કરનાર જૈન ધર્મ માટે તે રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઉલટું આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જેનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ) સાથે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય પણ જે જૈનત્વદષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તો તે બધું શુદ્ધ જ હેવાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19