Book Title: Shastra Maryada
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 17
________________ શાસ્ત્રમયોદા ૧૬૫ જતિઓના દિવસે ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુએ આવીને ઉભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા એનો અર્થ એ કદી નથી કે સાચાં જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચો ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતા નથી ત્યારે ગુરુઓને ફેંકી દેવાનો અર્થ શું ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન, ગુરુઓને લીધે પોષાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરો. આ અસહકારના અગ્નિતાપ વખતે સાચા ગુરુઓ તો કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અને કાં તો બળી ભસ્મ થશે પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરુર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર–માર્ગદર્શકની જરુર છે ) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ ટકે છે. અલબત જે ગુરુસંસ્થામાં કોઈ માઇને લાલ એકાદ પણ અચો ગુરુ હયાત હશે તે આવા સખત પ્રયોગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાજીથી બચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદોમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તો પિતાના અહિંસાબળે તેવી પરિષદના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આર્વી શકશે તે જ હવે પછી ખરે જેનગુરુ થઈ શકશે. હવેનું એકબજાર જગત પ્રથમની અ૯પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે તે કોઈ નાત, જાત, સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઉભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તો તેમને અને જેનસમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવો એ એક જ માર્ગ રહે છે. જો આવો માર્ગ લેવાની પરવાનગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19