SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જેનશાસ્ત્રમાંથી જ મેળવવાની હોય તે પણ તે સુલભ છે. ગુલામીવૃત્તિ નવું સરજતી નથી અને જૂનું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હોય છે. જેને સદ્દગુણોની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિને બુર ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ વિચારવું ઘટે. ધંધાપરત્વેના છેલ્લા પ્રશ્નના સંબંધમાં જૈનશાસ્ત્રની મર્યાદા બહુ જ ટુંકી અને ટચ છતાં સાચે ખુલાસો કરે છે અને તે એ છે કે “જે ચીજને ધંધે ધર્મ વિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજનો ઉપભોગ પણ ધર્મ અને નીતિવિદ્ધ છે. જેમ માંસ અને મધ જેનપરંપરા માટે વજયે લેખાયાં છે તે તેને ધંધે પણ તેટલો જ નિષેધપાત્ર છે. અમુક ચીજનો ધંધો સમાજ ન કરે છે. તેણે તેને ઉપભોગ પણ છોડવો જ જોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનની મર્યાદિત ભગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકો અન્ન, વસ્ત્ર આદિ બધું નીપજાવતા, અને તેને ધંધે પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણું ઘર બાંધે અને પિતાની કન્યાને બીજા સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાંતો ગાંડે જોઈએ અને ડાહ્યો હોય તો જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતો. ન જ હોવો જોઈએ. જે માણસ કેલિસા, લાકડાં, ચામડાં અને યંત્ર જથાબંધ વાપરે તે માણસ દેખીતી રીતે તેવા ધંધાને ત્યાગ કરતો. હશે તે એનો અર્થ એ જ કે તે બીજા પાસે તેવા ધંધાઓ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે અને કરાવવામાં તેમ જ સમ્મતિ આપવામાં જ એ છે દેષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈનશાસ્ત્રમાં નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાને સંભવ જૈનશાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસનો ધંધ કરવામાં પાપ માની તેવા ધંધા જાતે ન કરતાં માંસના માત્ર ખોરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈનશાસ્ત્ર એમ કહેતું હોય કે “તમે ભલેને બંધ ન કરે પણ તમારા દ્વારા વપરાતા માંસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249640
Book TitleShastra Maryada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size845 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy