SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમર્યાદા 167 તૈયાર કરનાર લોકોના પાપમાં તમે ભાગીદાર છો જ " તો શું તે જ નિષ્પક્ષ જૈનશાસ્ત્ર કેવળ કુળધર્મ હોવાને કારણે જૈનેને એ વાત કહેતાં અચકાશે ? નહિ કદી જ નહિ. એ તો ખુલે ખુલ્લું કહેવાનું કે કાં તો ભોગ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તો જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લે છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના, ભોગમાં પણ તેટલું જ પાપ લે. જૈનશાસ્ત્ર તમને પોતાની મર્યાદા જણાવશે કે “દેષ કે પાપને સંબંધ ભોગવૃત્તિ સાથે છે માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ રોટી છે એવું સૂત્ર જગદ્દવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન, આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનો જાતે ધંધો કરવામાં દેષ માનનાર કાંત અવિચારી છે અને કાંતે ધર્મઘેલે છે એમજ મનાશે. ઉપસંહાર–ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાનો વિષય વધારે લાંબો થયો છે પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટુંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમકે કોઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બને જાતનાં શાસ્ત્ર વાક મેળવી શકાય છે. અગર તો એકજ વાક્યમાંથી બે વિધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈનશાસ્ત્રનો પરિચય થયો છે અને ચાલુ જમાનાને અનુભવ મળે છે તે બન્નેની એકવાક્યતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મહારે આ વિચાર વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને અમારા વિચારોમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવો અને ગમે તે હોવા છતાં મારા આદરનો પાત્ર અવશ્ય થશે. સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249640
Book TitleShastra Maryada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size845 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy