Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1 Author(s): Nandlal B Devluk Publisher: Arihant Prakashan View full book textPage 9
________________ શુભાશિર્વાદઃ પુરુષાર્થને અનુમોદના [ શાસનપ્રભાવક શ્રમણભગવંતો ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ર૦૪માં સુરેન્દ્રનગરમાં જૈનાચાર્યોની નિશ્રામાં થયું. તે પછી ભાવનગરમાં આ ગ્રંથનો ભવ્ય વિતરણ સમારે જૈનાચાર્યોની નિશ્રામાં યોજાયો. આ ગ્રંથને ચોમેરથી આવકારતો પ્રતિસાદ પણ સારો મળ્યો. અનેક આચાર્યાદિ શ્રમણભગવંતો આદિના આ ગ્રંથનું કાર્ય એક ઐતિહાસિક દસ્તાવેજ જેવું નક્કર કામ થયાના અમારા ઉપર અસંખ્ય પત્રો આવ્યા. એ બધા પત્રોની વિગત એટલી વિસ્તૃત છે કે તે અત્રે નોંધવી શકય નથી. છતાં આ બીજી આવૃત્તિના વિમોચનને સ્પર્શતા મુખ્ય સંદેશાઓ અત્રે રજૂ કરીએ છીએ. – સંપાદક ] ભગવાન મહાવીરસ્વામીની પાટે શ્રી સુધર્માસ્વામીજી બિરાજ્યા. તેમની પાટ પરંપરામાં અનેક મહાન ધુરંધર શાસનપ્રભાવક આચાર્ય ભગવંત થયા, જે આચાર્ય ભગવંતે તપ-જ્ઞાન–સાધના દ્વારા અનેક પ્રકારે શાસનપ્રભાવના કરતા આવ્યા. સંઘની તમામ લગામ આચાર્ય ભગવંતેના હાથમાં રહી અને શાસનપ્રભાવના અખંડ પ્રવતી રહી. અદ્યાપિ પણ શાસનહિતચિંતક આચાર્ય ભગવતે સતત જાગૃત છે અને શાસનની ધજા સતત ફરકતી રહે અને અનેક આવી રહેલી આંધીની સામે ટક્કર ઝીલવા પ્રયત્નશીલ બની રહે. જ્ઞાનપિપાસુ શ્રી નંદલાલભાઈ દેવલુકે શ્રમણ પરંપરાનો ગૌરવશાળી ગ્રંથ જે મહેનતપરિશ્રમ ઉઠાવીને બનાવ્યું છે તે ખરેખર અનુમોદનીય છે. આવા જ્ઞાનરત્નની જેન સમાજે કિંમત કરવી જોઈએ. તેઓ બીજા પણ–ગૌતમસ્વામી, પદ્માવતીદેવી, શાસનના શ્રમણીરને વિના ગ્રંથ તૈયાર કરી રહ્યા છે. તે ખરેખર શાસનને ઘણા વફાદાર અને શ્રદ્ધાવાન છે અને તે પ્રશંસાને પાત્ર છે. આવા જૈનધર્મના અનેક ગ્રંથોનું સંપાદન કરે અને ખૂબ જ્ઞાનની સેવા કરે. પ્રેરક આ. વિજયલબ્ધિસૂરિ પણ જ્ઞાન પ્રસારમાં ઘણે રસ ધરાવે છે. તેઓ પણ અનેક ગ્રંથની પ્રેરણા કરે એ જ શાસનદેવને પ્રાર્થના. તા. ૧૫-૯-૨, લિ. વિજયપ્રેમસૂરિના શુભાશિર્વાદ શ્રી ૧૦૮ ભક્તિવિહાર, શંખેશ્વરજી મહાતીર્થ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 722