Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ શ્રમણભગવંતો-૧ જિનસંસ્કૃતિ. સમાજજીવનનાં પાયાનાં મૂલ્યની માવજત કરવા આ ધર્મનું જીવથી અદકું જતન કરવું રહ્યું. અને સમાજના અંગેઅંગમાં આ ધર્મસંસ્કૃતિનું સિંચન કરવું રહ્યું. મનુષ્યને ઈશ્વરસ્વરૂપ બનાવવાને, આત્માને પરમાત્મામાં પરિવર્તન કરવાને જૈનધર્મને પુરુષાર્થ છે, તેમાં કેટલીક સુંદર સંસ્કૃતિઓ અને આચરણને ધીમે ધીમે લેપ થતો જાય છે. તેને સ્થાને નવી નવી વિકૃતિઓ ગંઠવાતી જાય છે, ત્યારે શાસનના હિતચિંતકોએ જાગૃત થવાની જરૂર છે. શ્રમણ સંસ્કૃતિ અને અભિવાદન ગ્રંથનું આયોજન : આવા સંક્રાંતિકાળમાં આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થકર ભગવંતોની, ધ્રુવતારલા સમા સિદ્ધોની, લબ્લિનિધાન ગણધરની, સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનારા શ્રાસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા છે, તેના ઉચ્ચતમ આદર્શોને નજર સમક્ષ રાખવા, જેનશાસનમાં તેઓનાં મૂલ્યવાન પ્રદાનને મરવા. તેઓનાં ચરણે અમારી ભાવભીની વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે શાસનપ્રભાવક શ્રમણભગવંતેને, રત્નાકર જે વિશાળ અને ચિંતામ. જેવો દુર્લભ મહિમાગ્રંથ આપ સૌના હાથમાં મૂકી રહ્યા છીએ. એમાં પૂર્વે થઈ ગયેલા પ્રાતઃસ્મરણીય, વર્તમાન જિનવીશીના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાનની પાટ-પરંપરાના પટ્ટનાયક અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી માંડીને પરમ વંદનીય પૂ. આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી સુધીનાં પરમ પ્રભાવક ચરિત્ર, સંયમસાધનામાં શિરમર સમા ચારિત્રપલકે, વાચનાચાર્યો, જોતિષવિદ્યાના પરમ જ્ઞાતાઓ, ધ્યાન-સાધનાના ઉપાસકે, સૂત્રાર્થના સભ્ય ધારકે, આગમ ઉપરના ભાગ્ય-ચૂર્ણિવૃત્તિ આદિના રચનાકારે, ઉપરાંત, સંવેગી માર્ગના શ્રદ્ધાસંપન્ન સંરક્ષકે, શાસનના શીલભદ્ર સારસ્વત પુરુ, શાસનના મહાન તિર્ધર, શ્રમણ સંઘના પ્રબુદ્ધ ધર્મગુરૂઓ, શ્રી પૂની પરંપરાના નાયકે અને વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન વેઠ મૂ, જેનસંઘમાં તપાગચ્છ, બરતરગચ્છ, અચલગચ્છ, ત્રિસ્તુતિક મત અને પાર્ધચંદ્રગચ્છ – એમ પાંચ ગચ્છના બધા જ સમુદાયવતી આચાર્યો, અને ઉપલબ્ધ થયા તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે, પંન્યાસજીઓ, વિદ્વાન અને તેજસ્વી મુનિવર્યો વગેરેનાં જીવનચરિત્રની આછીપાતળી ઝાંખી કરાવતું દર્શન આ ગ્રંથમાં થશે. તપાગચ્છ સાધુસમુદાય વિજય, સાગર અને વિમલ-એમ ત્રણ શાખાઓમાં વહેંચાયેલો છે. તપાગચ્છની વિજ્ય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ-પરંપરામાં ૭૧મી પાટે પટ્ટધર પરમ પૂજ્ય પં. શ્રી મણિવિજ્યજી દાદા બહુ મોટા, મહાપ્રતાપી સાધુપુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના આદિપુરુષ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિવરને ઘટે છે, તેમ નિકટના વર્તમાનમાં શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી), શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી), શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી), શ્રી વિજ્યાનંદસૂરિજી (આત્મારામજી), શ્રી કમલસૂરિજી, શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી નેમિસૂરિજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી દાનસૂરિજી, શ્રી નીતિસૂરિજી, શ્રી કેશરસૂરિજી, પં. શ્રી ધર્મવિજયજી (ડહેલાવાળા), શ્રી પ્રેમસૂરિજી, શ્રી મેહનસૂરિજી, શ્રી ભક્તિસૂરિજી, શ્રી લબ્ધિસૂરિજી, શ્રી કનકસૂરિજી, શ્રી ચારિત્રવિજ્યજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 722