Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ શાસનપ્રભાવક (કચ્છી), શ્રી પુણ્યવિજયજી, શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી મહારાજ ), શ્રી અંબૂવિજ્યજી આદિ આ પરંપરામાં થયેલ છે. તપાગચ્છની ૧૯મી પાટે સાગર શાખા પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મહારાજથી સં. ૧૭૫૫થી પ્રવર્તમાન બનેલ છે. તેમાં પણ બે પેટાશાખા થઈ: એક, શ્રી ગૌતમસાગરજીના શિષ્ય શ્રી ઝવેરસાગરજીના શિષ્ય આગદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરિ ૭૧મી પાટે થયા; અને બીજી, શ્રી નેમસાગરજીના શિષ્ય શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજીના શિષ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરજી ૭૨મી પાટે થયા. તપાગચ્છની વિમલ શાખા શ્રી સુધર્માસ્વામીજીની પદ્દમી પાટે આવેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજીના શિષ્ય શ્રી અદ્ધિવિમલજી મહારાજથી શરૂ થાય છે. જ્યારે તપાગચ્છમાં મુનિ શાખા તરીકે ઓળખાતા સાધુસમુદાયના મૂળપુરુષ મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજ છે. અને ત્રિસ્તુતિક તરીકે ઓળખાતા સમુદાયના પ્રવર્તક શ્રી વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજથી એ પરંપરા ચાલી આવે છે. ? ખરતરગચ્છની ઉત્પત્તિના ઈતિહાસ પ્રમાણે સં. ૧૦૮૦માં ગચ્છપ્રણેતા શ્રી ઉદ્યોતનસૂરિજી, શ્રી જિનેશ્વરસૂરિજી અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સમર્થ રીતે જેનસંસ્કૃતિની આચારપરંપરા અને શાસ્ત્ર પરંપરાનું ગૌરવ વધારનાર છે. પછી શ્રી જિનવલ્લભસૂરિ, મહાપ્રભાવક શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનપતિસૂરિ, શ્રી જિનવર્ધનસૂરિ અને મણિધારી દાદા શ્રી જિનચંદ્રસૂરિએ એ પરંપરાને અખંડિત રાખી સ્તુત્ય શાસનપ્રભાવના કરી છે. એ જ રીતે, અચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિ મહારાજ દ્વારા સં. ૧૧૬૯માં વિધિ પક્ષ તરીકે પ્રવર્તાવેલ, જેમાં શ્રી જયસિંહસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ આ પરંપરાના જ પ્રતાપી પુરુષ થઈ ગયાં. આ સર્વ વંદનીય વિભૂતિઓને લાખ લાખ વંદના હેજો! શમણાને સાક્ષાત્કાર : ઈ. સ. ૧૯૯૪માં મેં રાજકારણ છોડ્યા પછી, છેલ્લા ત્રણ દાયકામાં અમિતા ગ્રંથશ્રેણીનું સંપાદનકાર્ય કરતાં કરતાં, શાસનના શણગાર સમા, અનુપમ ગૌરવવંતા, અપાર મમતાથી શોભતા અનેક પૂજ્ય શ્રમણના વંદનાર્થે જતે ત્યારે હૃદયસ્પર્શી વ્યાખ્યાને સાંભળવા મળે મળત. એવે સમયે આત્માને અંતર્મુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગોનું શ્રવણ કરતાં હૈયું નાચી ઊઠતું અને દિલમાં વૈરાગ્યની છેળે ઊછળતી. પાલીતાણા-જૈન ગુરુકુળમાં મારા અભ્યાસકાળ દરમિયાન પ્રકાંડ પંડિતની મીઠી હૂંફ મળી. સંપર્ક અને સહવાસથી સ્નેહગાંઠ બંધાઈ. એમાંથી પ્રગટી અસ્મિતા ગ્રંથશ્રેણીની હારમાળા – “જેનરત્ન ચિંતામણિ' ગ્રંથ જે શ્રી ભક્તિદષ્ટિ સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ની પ્રેરણાથી પ્રગટ થયો તે સમૃદ્ધ ગ્રંથ. પછીનું શ્રમણોના જીવન ઉપરનું અમારું આ દસમું સોનેરી સોપાન આપની સમક્ષ સાદર રજૂ કરી આનંદવિભેર થાઉં છું. શાસનપ્રભાવક શ્રમણભગવંતે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 722