________________
.
.
- -
-
છે એવી જ રીતે માનવી માત્રમાં પરમાત્મ તત્ત્વનો વાસ છે.'
રૂપે પ્રભુની પાદુકા પાસે શિર નમાવ્યું. એ ક્ષણે એ કોઈ અનેરો અનુભવ કરી રહ્યો. એના અંગે અંગમાં જાણે દીવા પ્રગટ્યા. .
આ જાત્રાથી બંનેને કદાચ લાગ્યું કે આ યાત્રા અનંતકાળથી કરી રહ્યા છીએ અને હૃદય મન સ્વચ્છ બન્યાં છે. તરત પિતાપુત્ર ભેટ્યાં.
પિતા શાંત, મધુર અને મૃદુ કંઠે બોલ્યા, “હવે આપણે પાલીતાણા જઈશું, ત્યાં શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના સહવાસમાં તારી સર્વ મનોકામના સિદ્ધ થાય એવી હું પ્રાર્થના કરીશ.'
લાંબી મુસાફરી કરીને તેઓ પાલીતાણા પહોંચ્યા. આનંદસાગર સૂરિજીને મળ્યા.
રૂપે વંદન કર્યા. બંનેની આંખ મળી. રૂપના અંતરમાં જાણે વલોણું ફરવા લાગ્યું. એનો આત્મા જાણે જાગી ઉઠ્યો!
એને લાગ્યું કે જેનામાં પૂર્ણ વિશ્વાસ રાખીને સર્વસ્વ જેના ચરણમાં ધરીને નિશ્ચિત થઈ શકાય એવા આ ગુરુ છે.
એના મનોમંથનો શમી ગયાં. એના સર્વ તર્કવિતર્ક મનમાંથી વિદાય થઈ ગયા.
મહારાજશ્રીએ કરુણાભર્યા અવાજે પૂછયું, હે ધર્માત્મા, કહે, હવે અહીં શા કારણે આવ્યો છે?'
ગુરૂની મધમીઠી વાણી સાંભળીને રૂપની આંખમાં આનંદના પૂર ઉમટ્યાં.
એ આંસુભીના નયને બોલ્યો, “મારી જનની, મારી મા જણી બહેન અને મારી ગાઢ સખીને મેં ગુમાવી છે. એમના ચેતનહીન દેહને ભડભડતી આગમાં સળગતાં મેં જોયાં છે. મારા હૃદયમાં જાગેલી અગ્નિ મને સંતાપે છે. હું અશાંત છું, હું વ્યથિત છું. મને કહેશો ગુરૂદેવ, મૃત્યુ શું છે, એ કેમ આવતું હોય છે? હવે હું અખંડ શાંતિ ચાહુ છું. એ શાંતિ મને કેમ મળે?”
‘તારા મનમાં ઉઠેલા સર્વ તોફાન શાંત થશે. તારા ઘા રુઝાશે.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
૨૫.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org